રામાયણમાં રાવણ બનવા માટે આટલા અધધધ કરોડની ફી લઈ રહ્યા છે રિતિક રોશન, જાણો કોણ બનશે રામ અને કેટલી હશે તેની ફી

બોલિવુડ

બોલિવૂડ સુપરસ્ટાર રિતિક રોશન અને રણબીર કપૂર આજકાલ ચર્ચાનો વિષય બનેલા છે. સામાચારોનું માનીએ તો, આ બંને સ્ટાર્સ ફિલ્મમેકર નિતેશ તિવારીની મેગા બજેટ ફિલ્મ રામાયણનો ભાગ બનવા જઈ રહ્યા છે. આ ફિલ્મને મેકર મોટા લેવલ પર બનાવવા જઈ રહ્યા છે. રિપોર્ટ મુજબ આ ફિલ્મનું બજેટ 750 કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે છે. આ ફિલ્મને મેકર 3D માં બનાવવા જઈ રહ્યા છે. આ કારણે આ ફિલ્મ પર વધુ ખર્ચ થવા જઈ રહ્યો છે. હવે આ ફિલ્મ સાથે જોડાયેલા અન્ય એક મોટા સમાચાર સામે આવ્યા છે.

સૂત્રોની વાત માનીએ તો ફિલ્મ માટે રિતિક રોશન અને રણબીર કપૂરને મોટી રકમ આપવામાં આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ માટે આ બંને સ્ટાર્સને 75-75 કરોડ રૂપિયા મળવા જઈ રહ્યા છે. આટલું જ નહીં સમાચારોનું માનીએ તો આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન શ્રી રામના પાત્રમાં જોવા મળશે. સાથે જ રિતિક રોશન પહેલી વખત નકારાત્મક પાત્રમાં જોવા મળશે. સમાચાર છે કે રિતિક રોશનને રાવણના પાત્ર માટે સાઇન કરવામાં આવ્યો છે. રિતિક રોશન પણ પોતાના આ પાત્રને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

બોલિવૂડ ફિલ્મ સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું કે આ ફિલ્મને ખૂબ મોટા લેવલ પર બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ પહેલા કોઈ ફિલ્મ આટલા મોટા લેવલ પર નહિં બની હોય. સૂત્રએ જણાવ્યું કે, “ફિલ્મ માટે નક્કી કરાવામાં આવેલું બજેટ આ ફિલ્મને ગ્રેંડ લેવલ પર બનાવવા માટે ખર્ચ કરવામા આવશે. આ સાથે, એવું પણ જણાવવામાં આવ્યું કે કોઈએ પણ આ પહેલા રામાયણને આટલા મોટા લેવલ પર નહીં જોઈ હોય.”

આ મોટી ફિલ્મમાં સીતાની ભૂમિકા કોણ નિભાવશે તેન પર હજી શંકા છે. સમાચાર આવ્યા હતા કે આ ફિલ્મમાં સીતાની ભૂમિકા કરીના કપૂર ખાન નિભાવી શકે છે, પરંતુ સૂત્રએ તેને માત્ર અફવા જણાવી છે. તે માર્કેટિંગ ટીમ દ્વારા ફેલાવવામાં આવેલી અફવા છે. અભિનેત્રી કરીના કપૂર ખાન ખૂબ જ ટેલેંટેડ છે પરંતુ તે આ પાત્રમાં ફિટ થશે નહીં.

રિતિક રોશનના વર્કફ્રન્ટની વાત કરીએ તો રિતિક રોશન પાસે આ સમયે ઘણા પ્રોજેક્ટ્સ છે. આ સમયે તે ફિલ્મ ‘ફાઇટર’માં કામ કરી રહ્યા છે. તેમાં તેની સાથે દીપિકા પાદુકોણ જોવા મળશે. રિતિક અને દીપિકાએ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. ફાઇટર એક એક્શન થ્રિલર ફિલ્મ બનવા જઈ રહી છે, જેનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે. આ ઉપરાંત રિતિક રોશન અને સૈફ અલી ખાન સુપરહિટ તમિલ ફિલ્મ ‘વિક્રમ વેધા’ની હિન્દી રિમેક માટે સાથે કામ કરી રહ્યા છે. આ વાતનો ખુલાસો એક ટ્વીટમાં થયો છે.

રણબીર કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો રણબીર કપૂર ટૂંક સમયમાં આલિયા ભટ્ટ સાથે ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે. આ લવ કપલની એક સાથે આ પહેલી ફિલ્મ બનવા જઈ રહી છે. ફિલ્મમાં બંને ઉપરાંત અમિતાભ બચ્ચન અને મૌની રોય પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ઉપરાંત રણબીરની આગામી ફિલ્મોમાં ‘એનિમલ’ ફિલ્મ પણ સાશામેલ છે. આ ઉપરાંત અભિનેતા OTT પ્લેટફોર્મ પરથી ડેબ્યુ કરવા જઈ હ્યાછે. રણબીર ‘ઈરોઝ નાઉ’ સાથે ડીલ કરવા જઈ રહ્યા છે. તેમની આ સીરીઝ એક લવ સ્ટોરી હશે.