રાશિફળ 20 ઓક્ટોબર 2021: આ 5 રાશિના લોકો માટે ખૂબ જ ખાસ રહેશે આજનો દિવસ, ધંધામાં થશે જબરદસ્ત પ્રગતિ

રાશિફળ

રાશિફળ જ્યોતિષશાસ્ત્રની તે વિદ્યા છે, જેના દ્વારા ભવિષ્યવાણી કરવામાં આવે છે. રાશિફળ દ્વારા ભવિષ્યની ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહના સંક્રમણ અને નક્ષત્રની ચાલના આધારે કરવામાં આવે છે. ગ્રહો અને નક્ષત્રોની ચાલથી મળતા શુભ અને અશુભ પરિણામોને જ રાશિફળ કહેવામાં આવે છે. દરરોજ ગ્રહોની સ્થિતિ મુજબ તેમની સાથે જોડાયેલા લોકોના જીવનમાં બનતી ઘટનાઓ પણ અલગ અલગ હોય છે. અમે તમને આજ એટલે કે 20 ઓક્ટોબર નું રાશિફળ જણાવી રહ્યા છીએ. ચાલો જોઈને આજના આપણા તારા શું કહે છે. તો વાંચો રાશિફળ 20 ઓક્ટોબર 2021.

મેષ રાશિ: આજે તમે પોતાના જીવનમાં કોઈ કાર્યને સતત વારંવાર કરતા રહેશો, તો તમને તમારા જીવનમાં સફળતા જરૂર મળશે. પાર્ટ ટાઇમ જોબની ઓફર મળી શકે છે. ધંધા માટે સમય યોગ્ય છે. તમારી કલ્પના શક્તિ તમારા લક્ષ્ય મેળવવામાં મદદ કરશે. વિરોધીઓનો સામનો કરવો પડી શકે છે. કોઈ મોટું કામ થવાની સંભાવના છે. નોકરીમાં અધિકાર વધી શકે છે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. પૂછ્યા વગર કોઈને સલાહ ન આપો.

વૃષભ રાશિ: પરિવારના સભ્યો સાથેના સંબંધ તૂટી શકે છે અથવા તણાવપૂર્ણ સ્થિતિઓ બની શકે છે. આજે તમારે તેમની સાથે સમય પસાર કરવો જોઈએ જે ઘણા લાંબા સમયથી તમારી સાથે કેટલીક ક્ષણ પસાર કરવાની રાહ જોઈ રહ્યા છે. તમારા મિત્રોને મળો અથવા પછી પોતાના પરિવાર સાથે થોડો સમય પસાર કરો. તમને તેમની સાથે થોડો સમય પસાર કરવો ગમશે. જો તમારો પોતાનો ધંધો છે તો આજનો દિવસ તમારો છે. જે કામ હાથમાં છે તે ઝડપથી થઈ રહ્યું છે અને નવા કામ પણ આવશે.

મિથુન રાશિ: આજે તમે પોતાને પોતાના પ્રિયજનના પ્રેમથી ભરપુર અનુભવશો. આ રીતે આજનો દિવસ ખૂબ જ સુંદર રહેશે. મિત્રોની મદદથી બગડેલા કામ બની જશે. બાળકોના ભવિષ્યની ચિંતા દૂર થશે. સુખમાં વધારો થશે. પરિવારના વડીલોની સલાહ ફાયદાકારક હોઈ શકે છે. ખર્ચ વધુ થઈ શકે છે. પડોશીઓ સાથે વિવાદ થઈ શકે છે. માતાના સ્વાસ્થ્યની ચિંતા રહેશે. રોકાણ સારું રહેશે. ઉતાવળ કરવાથી બચો. અભ્યાસમાં રસ જળવાઈ રહેશે.

કર્ક રાશિ: પરિવારમાં તમારા માન-સન્માનમાં વધારો થશે અને લોકોનો તમારા પ્રત્યે લગાવ વધશે. આજે આધ્યાત્મ તરફ રસને કારણે તમારું મન કોઈ તીર્થ યાત્રા પર જવાનું થશે. પોતાની તૈયારીઓ શરૂ કરી દો. મુસાફરી તમને શાંતિ આપશે અને તમને સાચો રસ્તો બતાવશે. આજના દિવસે શિક્ષણ ક્ષેત્રમાં સારા પરિણામ મળશે અને તમે સફળતા મેળવશો. તમારું નિષ્ક્રિય વર્તન તમને મુશ્કેલીમાં મુકી શકે છે. તમને તમારી ભૂલને કારણે થોડું નુકસાન થઈ શકે છે.

સિંહ રાશિ: પૈસાની યોજના બનાવવામાં કોઈની મદદ આજે તમને મળી શકે છે. આજના દિવસે તમારા ધંધામાં પ્રગતિની સંભાવનાઓ છે. વ્યાજ, કમિશનથી મળતા પૈસા તમારા ભંડારમાં વધારો કરશે. આજે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન બનો. આજે મુસાફરી કરવાથી બચો કારણ કે તેના કારણે તમે થાક અને તણાવ અનુભવશો. મળેલા પૈસા તમારી આશા મુજબ નહીં હોય. ઓફિશિયલ કાર્યોમાં સારા પરિણામ મેળવવા માટે વધુ મહેનત કરવાની સલાહ આપવામાં આવે છે.

કન્યા રાશિ: આજે કાર્યસ્થળમાં થનારી સમસ્યાઓને તમારે સંપૂર્ણ કુશળતા સાથે હલ કરવી જોઈએ. આજે તમારી ચિંતા ઓછી થશે અને તમારો ઉત્સાહ વધશે. મન પ્રસન્ન રહેશે. આજે તમે વધુ સંવેદનશીલતા અને લાગણીશીલતાનો અનુભવ કરશો. સ્વાસ્થ્ય નબળું રહી શકે છે. બેદરકારી ન કરો. વિરોધીઓ મુશ્કેલીનું કારણ બની શકે છે. કાર્યમાં નિષ્ફળતા મળવાને કારણે તમે માનસિક તણાવમાં રહેશો. સાહિત્યલેખનમાં કોઈ રચનાનું સર્જન કરશો.

તુલા રાશિ: આજે સુખ અને સંતોષની લાગણી દિવસભર મનમાં રહેશે. આજે પ્રેમિઓ માટે ખૂબ જ શ્રેષ્ઠ દિવસ છે. આજે મિત્રો સાથે કોઈ પણ પ્રકારનો વિવાદ ન કરો, નહીં તો નુકસાન થઈ શકે છે. દરેક સાથે પ્રેમ વ્યવહાર જાળવી રાખો. કાર્યક્ષેત્રમાં કોઈ નવા નિર્ણય ન લો. દિવસભરની ભાગ-દૌડથી શરીરમાં દુખાવો અને માથાનો દુખાવો થઈ શકે છે. લવ લાઈફમાં તણાવ આવી શકે છે. વ્યક્તિએ જરૂરિયાત કરતાં વધુ પૈસા ખર્ચ કરવાથી બચવું જોઈએ, નહીં તો આર્થિક સ્થિતિ બગડી શકે છે.

વૃશ્ચિક રાશિ: આજના દિવસમાં તમને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે આજે તમે વધુ સંવેદનશીલ અને લાગણીશીલ રહેશો. કોઈ પણ વાતથી તમારું મન દુઃખી થઈ શકે છે અને તમારી લાગણીઓને ઠેસ પહોંચી શકે છે. અન્ય લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે તમારે તમારી ઈમેજ સુધારવા અને પોતાના કામકાજને શ્રેષ્ઠ બનાવવાનું ટેલેંટ પણ શીખવું જોઈએ. માતાના સ્વાસ્થ્યની ચિંતા તમને રહેશે. આજે તમારું મન અશાંત રહેશે એક જગ્યા પર નહિં લાગે.

ધન રાશિ: આજે માહિતીનું આદાનપ્રદાન વધશે. ધર્મ સંસ્કારને બળ મળશે. નસૂબ મજબૂત રહેશે. તમારે એવી પ્રવૃત્તિઓમાં જોડાવાની જરૂર છે, જ્યાં તમને પોતાના સમાન રસના લોકો સાથે મળવાની તક મળે. ઓફિસમાં સ્નેહનું વાતાવરણ રહેશે. મુસાફરી અને સ્વાદિષ્ટ ભોજન મળશે. રાજકારણ સાથે જોડાયેલા લોકો માટે સમય સફળતાનો છે. તમારા કાર્યની પ્રશંસા થશે. તમારા પ્રિયજનની ગેરહાજરી આજે તમારા દિલને નાજુક બનાવી શકે છે.

મકર રાશિ: આજે મુશ્કેલીઓથી બચવા માટે શાંત રહો. આજે ભલે ગમે તેટલી મજબૂરી હોય છતાં પણ કોઈ પણ પ્રકારનો નકારાત્મક નિર્ણય ન લો. તમારી કોઈ ભૂલને કારણે આજે તમારે શરમાવું પડી શકે છે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે, મધ્યાહન પછી પરિસ્થિતિ પ્રતિકૂળ લાગી શકે છે. જો તમે ધંધો કરો છો અને થોડા સમયથી તમને આશા મુજબ ફળ મળી રહ્યું નથી તો આજનો દિવસ તમારા માટે સારો સાબિત થશે.

કુંભ રાશિ: આજે આર્થિક લાભ મળવાની સંભાવના છે. લગ્ન જીવનનું શ્રેષ્ઠ સુખ મળશે. માનસિક સ્પષ્ટતા જાળવવા માટે શંકાઓ અને મુશ્કેલીઓથી છુટકારો મેળવો. તમે અન્ય લોકો પર થોડો વધુ ખર્ચ કરી શકો છો. તમે અનુભવશો કે મિત્રો અને સંબંધીઓ તમારી જરૂરિયાતોને સમજી શકતા નથી. નૈતિકતાનો સાથ ન છોડો. પાણીથી સંભાળીને રહેવું પડશે. પોતાના બધા કાગળ સંભાળીને રાખો અને જેટલું બની શકે પોતાનું કામ કરી લો. દરેક સાથે તમારો સારો તાલ-મેલ બની રહેશે.

મીન રાશિ: આજે તમારું સ્વાસ્થ્ય થોડું નરમ-ગરમ રહેશે. આર્થિક સ્થિતિમાં પહેલા કરતા સુધારો આવશે. પોતાની મહેનત અને ભગવાન પર વિશ્વાસ રાખો. ટૂંક સમયમાં તમારી બધી સમસ્યાઓ હલ થઈ જશે. કાર્યક્ષેત્રમાં તમને સારા પરિણામ મળશે. નવા સંપર્કો સ્થાપિત થશે. મનમાં કોઈ વાતને લઈને તણાવ અનુભવી શકો છો. આવતીકાલ વિશે વિચારીને તમે પોતાનું વર્તમન નષ્ટ ન કરો. વસૂલીના પૈસા આવશે.