રાશિફળ 04 ઓક્ટોબર 2021: આજે આ 4 રાશિના લોકો પર રહેશે ભોલેનાથના અપાર આશીર્વાદ, સૌથી ખાસ રહેશે આજનો દિવસ

રાશિફળ

રાશિફળ જ્યોતિષશાસ્ત્રની તે વિદ્યા છે, જેના દ્વારા ભવિષ્યવાણી કરવામાં આવે છે. રાશિફળ દ્વારા ભવિષ્યની ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહના સંક્રમણ અને નક્ષત્રની ચાલના આધારે કરવામાં આવે છે. ગ્રહો અને નક્ષત્રોની ચાલથી મળતા શુભ અને અશુભ પરિણામોને જ રાશિફળ કહેવામાં આવે છે. દરરોજ ગ્રહોની સ્થિતિ મુજબ તેમની સાથે જોડાયેલા લોકોના જીવનમાં બનતી ઘટનાઓ પણ અલગ અલગ હોય છે. અમે તમને આજ એટલે કે 04 ઓક્ટોબર નું રાશિફળ જણાવી રહ્યા છીએ. ચાલો જોઈએ આજના આપણા તારા શું કહે છે. તો વાંચો રાશિફળ 04 ઓક્ટોબર 2021.

મેષ રાશિ: આજે તમે મનોરંજનના કાર્યક્રમમાં શામેલ થઈ શકો છો. કાર્યસ્થળ પર સમજી વિચારીને બોલો, પ્રગતિના રસ્તા ખુલશે. ધંધામાં ફાયદો થવાની સંભાવના છે. ઘરમાં ઉપયોગ થતી ચીજો ખરીદી શકો છો, તમારા વિચારને સકારાત્મક રાખો. આર્થિક સ્થિતિ ઝડપથી મજબૂત થશે. ભાવનાત્મક ઉથલપાથલ તમને પરેશાન કરી શકે છે. છૂટક અને જથ્થાબંધ વેપારીઓ માટે સારો દિવસ છે. જીવનના દરેક ક્ષેત્રોમાં પ્રગતિની દિશામાં આગળ વધશો.

વૃષભ રાશિ: આજે તમારા કામ અને જવાબદારીઓ પર સંપૂર્ણ ધ્યાન આપો. આજે પોતાની વાણી પર નિયંત્રણ રાખવાથી તમને જ ફાયદો મળશે. આજે તમે સ્વાસ્થ્ય પ્રત્યે થોડી સાવચેતી રાખો. સારું રહેશે કે તમે બહારનું ખાવાથી બચો. કામકાજ અને કારકિર્દીમાં તમને ઘણી નવી વાત વિશે જાણ થઈ શકે છે. નુકસાન ઘટાડવા માટે રોકાણની બાબતમાં સાવચેત રહો. મહિલાઓ માટે દિવસ શુભ છે. આજે પિતૃક સંપત્તિની બાબતમાં થોડી સફળતા મળી શકે છે.

મિથુન રાશિ: પરિવાર સાથે સમય પસાર કરવાથી મન પ્રસન્ન રહેશે. વેપાર, ધંધો સારો ચાલશે. કોઈ જૂની યોજના અચાનક યાદ આવી શકે છે અને તમે તેના પર કામ કરવાનો પ્રયત્ન પણ કરશો. સ્વાસ્થ્યમાં પણ સુધારો આવી શકે છે. તમારા જીવનમાં સારા પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરશો. તમને સફળતા જરૂર મળશે. તમારે ભાગદૌડ વધુ કરવી પડી શકે છે. વ્યવહાર કુશળતાથી તમને અધિકારીઓ તરફથી સમ્માન મળી શકે છે. સ્વાસ્થ્ય અને આર્થિક બાબતોની અવગણના ન કરો.

કર્ક રાશિ: લાંબા ગાળાની આર્થિક યોજના માટે અનુકૂળ દિવસ છે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. પ્રેમ સંબંધને કારણે પારિવારિક મતભેદ થઈ શકે છે. માતાનું સ્વાસ્થ્ય સારું રહેશે નહીં. પત્ની સાથે વિવાદ થઈ શકે છે. આર્થિક અને વ્યવસાયિક દૃષ્ટિકોણથી દિવસ લાભદાયક છે. આજના દિવસે તમે કામને અલગ રાખીને થોડો આરામ કરો અને કંઈક એવું કરો જેમાં તમને રસ છે. કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. મનની વાત કહેવાની તક મળશે.

સિંહ રાશિ: આજે કામ-કાજ વધુ થઈ શકે છે. સરકારી પરીક્ષાઓની તૈયારી કરનારાઓ માટે આજનો દિવસ સારો છે, મહેનતનું સારું ફળ મળશે. આજે તમારી મુલાકાત કોઈ જૂના મિત્ર સાથે થઈ શકે છે. કેટલાક એવા કામ થઈ શકે છે જેમાં મહેનત ઓછી અને ફાયદો વધુ થાય છે. અધિકારીઓ તમારા કામથી પ્રસન્ન રહેશે. મિત્રો સાથે વધુ સમય પસાર થશે આવકનાં નવા સ્ત્રોત બનશે. મિત્રો સાથે બહાર હિલ સ્ટેશન પર જઈ શકો છો. લગ્ન જીવનમાં મધુરતા જળવાઈ રહેશે.

કન્યા રાશિ: આવકના નવા સ્ત્રોત મળી શકે છે. બેચેની રહેશે. થાક અનુભવશો. ધીરજ અને શાંતિથી કામ લેશો તો મોટામાં મોટી મુશ્કેલી પણ હલ થઈ જશે. આ સમય તમારા માટે શુભ રહેશે. મુસાફરી દરમિયાન ઘણી નવી વાત વિશે જાણ થઈ શકે છે. લગ્ન સંબંધિત ચર્ચા થઈ શકે છે. તમારી નિયમિત દિનચર્યામાં પરિવર્તન આવી શકે છે, તમારે પ્રામાણિક રીતે કામ કરવું પડશે. ઘરમાં માતા-પિતાનો આજે તમને સંપૂર્ણ સાથ મળશે. આર્થિક લાભની આશા રાખી શકો છો.

તુલા રાશિ: આજે પરિવાર સાથે આનંદમાં સમય પસાર થશે. અભ્યાસમાં મન લાગી રહ્યું નથી તો બ્રેક લઈને મનપસંદ કામ કરી શકો છો. ખાવા-પીવામાં તળેલી ચીજોથી દૂર રહો, હળવું ભોજન કરો. માતાપિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. તમે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં પણ ભાગ લઈ શકો છો. તણાવની સ્થિતિથી બચવા ઈચ્છો છો, તો ભાવનાત્મક રીતે પોતાના સાથીની જરૂરિયાતને સમજો. પ્રિયજનોનો સાથ મળશે. પૈસાની સ્થિતિને લઈને આજે તમે નિશ્ચિત રહેશો.

વૃશ્ચિક રાશિ: માતાનું સ્વાસ્થ્ય તમારા માટે ચિંતાનું કારણ બની શકે છે. ઘરેલુ મુદ્દા પર તમારે દરેક નિર્ણય ખૂબ સમજી-વિચારીને લેવો જોઈએ. તમે કોઈ ધાર્મિક મુસાફરી કરી શકો છો. તમારા વડીલોની વાત ધ્યાનથી સાંભળો અને ઠંડા મગજથી વિચારો. ઘરેલું કળા, મેનેજમેંટના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સારા પરિણામ મળી શકે છે. આજે બની શકે છે કે પહેલી નજરમાં જ તમને કોઈ પસંદ કરી લે.

ધન રાશિ: લવ લાઈફમાં આજનો રોમેન્ટિક દિવસ તમારા માટે આનંદદાયક અનુભવ રહેશે. ઓફિસમાં પણ સારા કામકાજને કારણે તમે બધાની પ્રસંશા મેળવશો. લશ્કરી વિભાગ સાથે જોડાયેલા લોકોને ધીરજ રાખવાની જરૂર છે. યુવા બેરોજગારને રોજગાર માટે શ્રેષ્ઠ તક મળશે. ઉદ્યોગપતિઓએ હિસાબ-કિતાબમાં પારદર્શિતા જાળવવી પડશે. કારકિર્દીના મોરચે કોઈપણ પ્રયત્ન ટૂંક સમયમાં શરૂ થવાની સંભાવના છે. કોઈ અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ કરીને આજે તમે પોતાનું નુક્સાન કરી શકો છો.

મકર રાશિ: આજે તમે નવા કાર્યની શરૂઆત કરવા માટે પ્રેરિત થશો. ઘરમાં નાના-મોટા તણાવ શક્ય છે પરંતુ વધારે ચિંતા ન કરો, ટૂંક સમયમાં બધું સામાન્ય થઈ જશે. તમે બસ પોતાના પર નિયંત્રણ રાખો. જીવનસાથી સાથે તમારું વર્તન સારું રાખો. કારણવગર કોઈ અન્યનો ગુસ્સો પોતાના પ્રિય પર કાઢવાથી બચો. જીવનસાથી અથવા બિઝનેસ પાર્ટનર સાથે ચર્ચા થશે. ઘર-પરિવારમાં કોઈ શુભ પ્રસંગમાં શામેલ થવાની તક મળી શકે છે.

કુંભ રાશિ: આજે કરેલા પ્રયત્નોમાં સફળતા મળશે, આજે તમે ઉત્સાહ અને ઉર્જાથી ભરેલા હશો. જૂના વિવાદો આજે હલ થઈ શકે છે. અધિકારીઓનો સંપૂર્ણ સાથ મળશે. સંપત્તિને લઈને ભાઈઓ વચ્ચે વિવાદ થઈ શકે છે. આર્થિક સમસ્યાઓ તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. મળેલા પૈસા તમારી આશા મુજબ નહીં હોય. કોઈ કાનૂની બાબતમાં ફસાઈ શકો છો. પોતાના પર નિયંત્રણ રાખો તો સારું રહેશે. પરિવાર સાથે મુસાફરીનો આનંદ માણશો.

મીન રાશિ: પૈસાની દ્રષ્ટિએ આજનો દિવસ સારો છે. અચાનક ધન લાભ મળી શકે છે. તમારું ટેલેંટ દરેકની સામે આવશે. તમારા બોસ તમારી મહેનતની પ્રશંસા કરશે. ઘર પર થોડી મહેનત ભરેલું અથવા વધુ સમય લેનારું કામ પણ પૂર્ણ કરવું પડશે. કેટલાક એવા કામ કરવાની ઈચ્છા થઈ શકે છે જેનાથી આવનારા દિવસોમાં તમને ફાયદો મળશે. શેરબજાર સાથે જોડાયેલા લોકોને સારો લાભ મળી શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.