રાશિફળ 03 ઓક્ટોબર 2021: આજે આ 3 રાશિના લોકોનું ખુલશે નસીબ, મળશે પ્રગતિના સમાચાર

રાશિફળ

રાશિફળ જ્યોતિષશાસ્ત્રની તે વિદ્યા છે, જેના દ્વારા ભવિષ્યવાણી કરવામાં આવે છે. રાશિફળ દ્વારા ભવિષ્યની ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહના સંક્રમણ અને નક્ષત્રની ચાલના આધારે કરવામાં આવે છે. ગ્રહો અને નક્ષત્રોની ચાલથી મળતા શુભ અને અશુભ પરિણામોને જ રાશિફળ કહેવામાં આવે છે. દરરોજ ગ્રહોની સ્થિતિ મુજબ તેમની સાથે જોડાયેલા લોકોના જીવનમાં બનતી ઘટનાઓ પણ અલગ અલગ હોય છે. અમે તમને આજ એટલે કે 03 ઓક્ટોબર નું રાશિફળ જણાવી રહ્યા છીએ. ચાલો જોઈને આજના આપણા તારા શું કહે છે. તો વાંચો રાશિફળ 03 ઓક્ટોબર 2021.

મેષ રાશિ: આજે તમને મોટા-વડીલોના આશીર્વાદ મળશે. તમે તમારા કિંમતી સમયમાંથી થોડો સમય પોતાના પરિવારને જરૂર આપો. અટકેલા પૈસા મળી શકે છે અને નવા સંબંધોમાં સ્થાયિત્વ બનશે. રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં સફળતા મળશે. કાર્યક્ષેત્રમાં તમારા દ્વારા કરેલા પરિવર્તન સકારાત્મક પરિણામ લઈને આવશે. ક્યાંક બહાર ફરવા જવાની યોજના પણ બની શકે છે. ઉતાવળમાં આપેલા વચનથી મુશ્કેલી વધી શકે છે. પૈસાની સ્થિતિમાં સુધારો થશે. તમારા બધા વિચારેલા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે.

વૃષભ રાશિ: આજે તમે જે પણ બોલો સમજી વિચારીને બોલો જેથી પાછળથી તમારે પછતાવો કરવો ન પડે. સ્વાસ્થ્યને લઈને પણ થોડી સાવચેતી રાખવી પડશે. છૂટક વેપારીઓએ ઉધાર આપવાથી બચવું પડશે, સાથે જ પહેલાથી આપેલો ઉધાર પણ પરત લેવાનો પ્રયત્ન કરો. પરિવારમાં તમારા ગુણોની પ્રશંસા થઈ શકે છે, તમારું મન પ્રસન્ન રહેશે. નવી ટેકનોલોજી અપનાવવાથી તમારી સંપત્તિમાં વધારો થઈ શકે છે. વિચાર્યા વગર બોલવાથી સમસ્યામાં વધારો થઈ શકે છે. કોઈની સાથે વિવાદ થવાની સંભાવના છે.

મિથુન રાશિ: આજે તમારે સ્વાસ્થ્યની બાબતમાં થોડી સાવચેતી રાખવી પડશે. દુકાન અથવા કાર્યાલયમાં ટીમવર્ક દ્વારા કોઈ પણ સમસ્યા હલ કરવામાં સફળ રહેશો. પરિવારના સભ્યોનો સાથ મળવાથી દરેક મુશ્કેલીથી છુટકારો મળશે. કારકિર્દીની દ્રષ્ટિએ ખાસ લાભદાયક સમય રહેશે. ધીરજમાં ઘટાડો આવી શકે છે. બાળકો તરફથી તમને સારા સમાચાર મળી શકે છે. નોકરીના ક્ષેત્રમાં અસ્થિરતાને કારણે મન પરેશાન રહેશે. ધંધામાં કોઈ મોટી ડીલ ન કરો. ઉધાર આપેલા પૈસા અટકી શકે છે.

કર્ક રાશિ: આજે પતિ -પત્ની વચ્ચે સંબંધને લઈને ચાલી રહેલી સમસ્યાઓ દૂર થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થવાની સંભાવના છે. ધંધામાં આજે તમારી મહેનત રંગ લાવશે, નોકરીમાં સહકર્મીઓના સાથથી કામ આગળ વધશે. પ્રેમ સંબંધો અને લગ્ન જીવન માટે આજનો દિવસ સારો સાબિત થશે. આજે તમારા કેટલાક છુપાયેલા વિરોધીઓ તમને ખોટા સાબિત કરવા માટે સખત પ્રયત્ન કરશે. તણાવથી ભરેલો દિવસ રહેશે અને નજીકના લોકો સાથે મતભેદ થઈ શકે છે. પારિવારિક સુખ મળશે.

સિંહ રાશિ: લગ્ન જીવન સુખી રહેશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. કામ-કાજ મિશ્રિત રહેશે. મિત્ર સાથે અંગત સમસ્યાઓ શેર કરવાથી મનનો ભાર હળવો થશે. ધંધામાં પ્રગતિ થશે. ઘરના જૂના અટકેલા કાર્યો પૂર્ણ કરવાની તક મળી શકે છે. મિત્રો સાથે સારો સમય પસાર થશે. નકારાત્મકતાને તમારા પર ભારે થવા ન દો, નહીં તો કોઈ પ્રકારનું નુકસાન થઈ શકે છે.

કન્યા રાશિ: આજે તમારે વધારે મહેનત કરવી પડશે. તમારી બેદરકારીને કારણે નફાની તકો ગુમાવશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. વ્યવસાયિક પ્રતિષ્ઠા વધશે. નોકરીમાં આજે તમારે કામકાજ પ્રત્યે સાવચેત રહેવાની જરૂર છે. પ્રેમી-પ્રેમિકા મુલાકાત કરી શકે છે. જીવનસાથી તરફથી આજે તમને પ્રસંશા મળશે. લગ્ન પ્રયત્નો સફળ રહેશે. ભાગીદારીમાં તમારા નિર્ણયો ફાયદાકારક થઈ શકે છે. પરિવારમાં છેલ્લી જે ભૂલને કારણે તમારા સંબંધ ઠીક ચાલી રહ્યા ન હતા તે જીવનસાથીની મદદથી ઠીક થઈ જશે.

તુલા રાશિ: આજે તમારા સ્વભાવમાં ચીડિયાપણું રહેશે. વધારે ખર્ચથી તમે પરેશાન રહેશો. વ્યાપારિક દુશ્મનને કારણે કેટલીક અપ્રિય સ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે. જૂના દેવાથી છુટકારો મળશે અને કાર્યક્ષેત્રમાં પ્રગતિ મળશે. તમને મિત્રોનો સાથ મળશે. જો આજે તમે પોતાનું કામ અન્ય પર છોડી દેશો તો નિરાશા જ મળશે. આવકના સ્ત્રોત બનશે. બાળકોને માર્ગદર્શન આપશો. જીવનસાથીને કોઈ એવું વચન ન આપો જે તમે પૂર્ણ ન કરી શકો.

વૃશ્ચિક રાશિ: આજે તમારે પૈસા સાથે જોડાયેલી લેવડ -દેવડમાં ખૂબ સાવચેતી રાખવાની જરૂર છે. આર્થિક રીતે આજે તમે મજબૂત રહેશો. નોકરીમાં સાથીઓનો સાથ મળશે. લવમેટ સાથે સંબંધ મધુર બનશે. જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો. ધંધામાં પ્રસંશા, પૈસા અને પ્રગતિ મળી શકે છે. કોઈ પણ અજાણ્યા વ્યક્તિ સાથે વાત કરતી વખતે યોગ્ય ભાષાનો ઉપયોગ કરો.

ધન રાશિ: આજે આત્મવિશ્વાસ જળવાઈ રહેશે. નોકરી અને ધંધામાં અનુકૂળ લાભ મળશે. તમને ઉચ્ચ અધિકારીઓનો સાથ મળશે. સુખ સુવિધામાં વધારો થઈ શકે છે. વેપારીઓ માટે દિવસ થોડો મુશ્કેલ રહેશે. કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. જેની સાથે તમે ફિલ્મ જોવાની યોજના બનાવી શકો છો. મોટા વેપારીઓ લેવડ-દેવડમાં પારદર્શિતા રાખીને ગ્રાહકોની પસંદગીને પ્રાથમિકતા આપો. સ્વાસ્થ્યમાં લગભગ દિવસ સામાન્ય રહેશે.

મકર રાશિ: આજે કોઈ પણ કામમાં વધારે જોખમ ન લો. ધન લાભ મળવાની સંભાવના છે. કાર્યસ્થળ પર દરેક વ્યક્તિ તમારી વાત ગંભીરતાથી સાંભળશે. બેરોજગારોને રોજગારી મળવાની સંપૂર્ણ સંભાવમા છે. સરકારી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે. તમને સારી કંપની તરફથી નોકરીની ઓફર પણ મળી શકે છે. આજે તમને ઘણા રસપ્રદ આમંત્રણ મળશે, સાથે જ તમને એક કેઝ્યુઅલ ગિફ્ટ પણ મળી શકે છે. પરિવાર સાથે વિદેશ જવાની યોજના બની શકે છે.

કુંભ રાશિ: આજે કોઈ મિત્રની મદદથી અટકેલા કામમાં સફળતા મળશે. કાર્યસ્થળમાં મોટા પરિવર્તન કરવાથી તમારે બચવું પડશે. કામકાજ નિયમ મુજબ પૂર્ણ કરો. યુવાનો ઉચ્ચ શિક્ષણ અથવા નોકરી માટે તમારી તૈયારી વધારો. મુશ્કેલ વિષયો પર ધ્યાન આપો. કામનો બોજ હોવા છતાં કામ કરવામાં મન નહિં લાગે. નોકરી અને રોજગારની તક વધશે. જોખમ ઉઠાવવાની હિંમત કરી શકશો. જો તમે જમીન સંબંધિત કોઈ લેવડદેવડ કરવા જઈ રહ્યા છો, તો પહેલા તેની સારી રીતે તપાસ કરો.

મીન રાશિ: આજે તમારી ઘરેલુ સમસ્યાઓ વધી શકે છે. તમારે પરિવાર અથવા જીવનસાથીની સલાહ લીધા પછી તેનું સમાધાન કરવાના પ્રયત્ન કરવા જોઈએ. ધંધો કરતા લોકોને આજે તેમના કામમાં નફો મળશે. તમને પૈસા મળશે. પ્રગતિના નવા રસ્તા ખુલશે. મિત્રો અને સંબંધીઓ સાથે સારો સમય પસાર થઈ શકે છે. બેદરકારીથી નુકસાન થઈ શકે છે. પારિવારિક સંબંધો વચ્ચે તાલમેલ જાળવવામાં સફળ રહેશો. આ રાશિના વિદ્યાર્થીઓનું અભ્યાસમાં મન લાગશે.