રાશિફળ 01 નવેમ્બર 2021: આજે મહિનાના પહેલા દિવસે આ 6 રાશિના લોકોનું ચમકશે નસીબ, મળશે કોઈ સારા સમાચાર

રાશિફળ

રાશિફળ જ્યોતિષશાસ્ત્રની તે વિદ્યા છે, જેના દ્વારા ભવિષ્યવાણી કરવામાં આવે છે. રાશિફળ દ્વારા ભવિષ્યની ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહના સંક્રમણ અને નક્ષત્રની ચાલના આધારે કરવામાં આવે છે. ગ્રહો અને નક્ષત્રોની ચાલથી મળતા શુભ અને અશુભ પરિણામોને જ રાશિફળ કહેવામાં આવે છે. દરરોજ ગ્રહોની સ્થિતિ મુજબ તેમની સાથે જોડાયેલા લોકોના જીવનમાં બનતી ઘટનાઓ પણ અલગ અલગ હોય છે. અમે તમને આજ એટલે કે 01 નવેમ્બર નું રાશિફળ જણાવી રહ્યા છીએ. ચાલો જોઈને આજના આપણા તારા શું કહે છે. તો વાંચો રાશિફળ 01 નવેમ્બર 2021.

મેષ રાશિ: આજે તમારા દ્વારા કરવામાં આવેલા કાર્યોથી સમાજના લોકોનું ભલું થશે. આ ભલાઈ તમને જીવનમાં સફળતા અપાવશે. જો તમે દવાઓનો ધંધો કરો છો, તો આજે તમને સારો આર્થિક લાભ મળી શકે છે. જમીન અને મકાન વગેરેના ખરીદ-વેચાણ માટે યોજના બનશે. બેરોજગારી દૂર કરવાના પ્રયત્નો સફળ રહેશે. ઘરના સભ્યોની સાથે આજે હસી-મજાકમાં દિવસ પસાર થશે. જીવનસાથીની મદદથી આજે તમારું કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થઈ શકે છે.

વૃષભ રાશિ: આજે સ્વાસ્થ્ય સારું રહેશે. તમે આ સમયે પોતાની કારકિર્દીને શ્રેષ્ઠ બનાવી શકો છો. આજનો દિવસ કંઈક માહિતીપ્રદ અને તમારી બૌદ્ધિક ક્ષમતામાં વધારો કરનાર રહેશે. સારા અને બુદ્ધિશાળી લોકો સાથે આજે તમારી મુલાકાત તમને ખૂબ આગળ લઈ જઈ શકે છે. તમારો વર્ચસ્વવાદી સ્વભાવ ટીકાનું કારણ બની શકે છે. તમે તમારી છુપાયેલી ખાસિયતનો ઉપયોગ કરીને દિવસને શ્રેષ્ઠ બનાવશો. કોઈ મોટા લાભની આશામાં દિવસ ફળદાયક જોવા મળશે.

મિથુન રાશિ: આવકના સ્ત્રોતમાં વધારો થવાની સંભાવના છે. કેટલીક બાબતોમાં પૈસા અટકી પણ શકે છે. જો તમે સમજી-વિચારીને પોતાની મહેનત દ્વારા કમાયેલા પૈસાનો ઉપયોગ કરશો તો આવનારા દિવસોમાં તમને તેનો સારો ફાયદો જરૂર મળશે. કોઈ મુશ્કેલ કામ તમને પરેશાન કરી શકે છે. સંબંધોના ક્ષેત્રમાં તણાવની સંભાવના છે. કોઈ ખાસ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે તૈયાર રહેશો. પારિવારિક જીવન સુખમય રહેશે. ધંધાને લઈને કોઈ નવી યોજના બનાવશો.

કર્ક રાશિ: આજે તમને તમારા દુશ્મન પર વિજય મળશે. કોઈપણ કામ પૂરા મનથી કરવું પડશે. કેટલાક દિવસોથી તમે કોઈ કામ બગડી જવાના કારણે પરેશાન થઈ રહ્યા છો તો બની શકે છે કે આજે તે કામ બની જાય અને તમે ખુશ પણ થઈ શકો છો. આજે નસીબ તમારો સાથ આપી રહ્યું છે અને તમે આગળ વધવા વિશે પણ વિચારી શકો છો. પરિવાર અને પૈસાની બાબતમાં આજે તમે વ્યસ્ત રહેશો. ભવિષ્યમાં તમે જે સમસ્યાઓનો સામનો કરવાના છો તેના માટે તમે તૈયાર રહેશો.

સિંહ રાશિ: આજે તમને ડૂબેલા પૈસા મળી શકે છે. મુસાફરી, રોકાણ અને નોકરી અનુકૂળ રહેશે. આજે એકલા સમય પસાર કરવાનું પસંદ કરશો. તમે હંમેશા સ્વતંત્રતાની શોધમાં રહો છો, પરંતુ આજે તમારી ઈચ્છા હશે શાંતિથી જીવન પસાર કરવાની. સુખના સાધનો પર વધુ ખર્ચ થશે. રોકાણ અનુકૂળ લાભ આપશે. મિત્રોનો સાથ મળશે. પૈસા સંબંધિત કેટલીક બાબતો પર વિચાર કરવો પડશે. આજનો દિવસ તમે તમારા ઝઘડા અને વિવાદોને હલ કરવામાં લગાવી શકો છો.

કન્યા રાશિ: આયાત-નિકાસના ધંધામાં સારો ફાયદો થવાની સંભાવના છે. કોઈપણ કાર્ય પૂર્ણ થવાથી તમારા વર્ચસ્વમાં વધારો થશે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. આર્થિક બાબતોમાં જોખમ ન લો. પરિવારનો સાથ મળશે. જો તમે વિદેશમાં નોકરી માટે અરજી કરવા ઈચ્છો છો, તો આજનો દિવસ સારો છે. છુપાયેલા દુશ્મનો તમારા વિશે અફવાઓ ફેલાવવા માટે આતુર બનશે. પૈસાની બાબતમાં માતા-પિતાનો સાથ મળશે.

તુલા રાશિ: આજે સફળતા મળવાથી તમારો આત્મવિશ્વાસ ખૂબ વધશે અને તમે ખૂબ પ્રગતિ કરશો. તમે અન્ય લોકો સાથે મુલાકાત કરવામાં વધુ સહજતા અનુભવશો નહીં, પરંતુ આજના દિવસે તે સંપૂર્ણ રીતે સામાજિક રહેવાના છે. આજે તમને અન્યને મળવામાં કોઈ મુશ્કેલી નહિં થાય. ઓફિસમાં કોઈપણ વિષય પર તમારી પણ સલાહ લેવામાં આવી શકે છે. દેવાથી છુટકારો મેળવવા માટે સાથ અને રસ્તો પણ મળશે. કાયદાકીય બાબતોમાં વ્યસ્ત રહેશો. જૂની બીમારી દૂર થઈ શકે છે.

વૃશ્ચિક રાશિ: આજના દિવસે ચીજો તમારી ઈચ્છા મુજબ ચાલશે. તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો. અભ્યાસ અને કળા સાથે જોડાયેલા લોકોનું સમ્માન કરવામાં આવશે. આજે તમને નુક્સાન થવાની સંભાવના છે. સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવાની જરૂર છે. બિનજરૂરી પરેશાની રહેશે. ભાગદૌડ રહેશે. આર્થિક અને વ્યવસાયિક બાબતોમાં કોઈ જોખમ ન લો. જો તમે અભ્યાસ કરો છો તો આજે તમારી સામે કેટલીક સમસ્યાઓ આવી શકે છે.

ધન રાશિ: આજે તમે તમારા જીવનના ઘણા ક્ષેત્રોને લઈને ચિંતિત રહેશો. આજનો દિવસ કષ્ટદાયક રહેશે. પરિવારના સભ્યો સાથે મતભેદ થશે. સ્વાસ્થ્ય ખરાબ રહેશે. તમારા નિર્ણયો બાળકો પર લાદવાથી તેઓ ગુસ્સે થઈ શકે છે. વાદ-વિવાદમાં તમારા અહંકારને કારણે કોઈની નારાજગીનો સામનો કરવો પડી શકે છે. ઉતાવળમાં રોકાણ ન કરો. સ્વભાવમાં ગુસ્સો અને જુસ્સો રહેશે. જેના કારણે કોઈ સાથે ઉગ્ર વિવાદ થઈ શકે છે. આજે મહેનતથી ભાગો નહીં.

મકર રાશિ: આજે તમારો અટકેલો ધંધો ફરીથી પ્રગતિના રસ્તા પર ચાલવા લાગશે. સ્વજનો સાથે પાર્ટી-પિકનિકનો આનંદ મળશે. કામ વધુ રહેશે. ખોટું બોલવાથી બચો. સામાજિક કાર્યોમાં તમારું મન ખૂબ લાગશે. કોઈ નવું કામ શરૂ કરશો, જેનાથી ભવિષ્યમાં ફાયદો થશે. કોઈ અન્યનું વાહન ન ચલાવો, ઈજા થઈ શકે છે. વધુ ખર્ચ થવાથી મન અશાંત રહેશે. સમસ્યાનું કોઈ રચનાત્મક સમાધાન કાઢવાના સંપૂર્ણ પ્રયત્ન કરશો અને તમે સફળ થઈ જશો.

કુંભ રાશિ: આજે કોઈ આધ્યાત્મિક વ્યક્તિ આશીર્વાદનો વરસાદ કરશે અને મનને શાંતિ આપશે. તમારા ઘરમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થવાની સંભાવના છે. કોઈ ચીજ ખરીદવા માટે આજે શુભ દિવસ છે. શેર- સટ્ટાની પ્રવૃત્તિઓમાં ધન લાભ મળશે. તમારે તમારા કામકાજની બારીકાઈઓ પર પણ ધ્યાન આપવું પડશે. મોટી સમસ્યાઓનો સામનો કરવા માટે જૂના મિત્રો અને સંબંધીઓની મદદ મળી શકે છે. મિત્રો અને સંબંધીઓ સાથે મુલાકાત આનંદદાયક રહેશે.

મીન રાશિ: આજે કોઈ કાયદાકીય બાબતોમાં ફાયદો થઈ શકે છે. મહેનતનું યોગ્ય ફળ ન મળવા પર પણ તે ક્ષેત્રમાં તમે આગળ જરૂર વધશો. બિનજરૂરી ખર્ચ વધશે. નાની-મોટી ઈજાઓ, વિવાદ વગેરેના કારણે નુકસાન શક્ય છે. કુસંગત પીડાદાયક રહેશે, જોખમ ન લો. તીર્થયાત્રા શક્ય છે. પાચન તંત્ર સાથે સંબંધિત સમસ્યાઓ થવાની સંભાવના છે. કોઈ નવા સંબંધની શરૂઆત કરવાથી બચો. તમારા ઘર પર પણ ખુશીનું વાતાવરણ રહેશે. તમારા જીવનસાથીને દગો ન આપો.