‘તમારી રશ્મિકા કંઈક આવી હતી’… જુવો 17 વર્ષ જૂની સહેલીઓ સાથેની અભિનેત્રીની ખૂબ જ સુંદર તસવીરો

બોલિવુડ

સાઉથ ઈંડિયાના ઘણા સ્ટાર્સ એવા છે જેમણે હવે હિન્દી રાજ્યોમાં પણ પોતાની સારી છાપ છોડી છે. થોડા સમય પહેલા સુધી, લોકો તેનું નામ પણ જાણતા ન હતા. હવે હિન્દી રાજ્યોના લોકો તેને જોતા જ ઓળખી લે છે. આ સ્ટાર્સમાં રશ્મિકા મંદાનાનું નામ પણ છે. તેણે પુષ્પા ફિલ્મમાં શ્રીવલ્લીની ભૂમિકા નિભાવીને દરેકના દિલ જીતી લીધા હતા.

રશ્મિકા મંદાનાના ચાહકો હવે માત્ર દક્ષિણ ભારતમાં જ નહીં પરંતુ બોલિવૂડમાં પણ છે. તેના સ્ટારડમની સ્થિતિ એવી છે કે હવે અભિનેત્રી નેશનલ ક્રશ તરીકે ઓળખાવા લાગી છે. તેણે તાજેતરમાં જ તેની 17 વર્ષ જૂની સહેલીઓ સાથે પોતાની તસવીરો શેર કરી છે. સાથે લખ્યું છે કે તમારી રશ્મિકા આવી હતી. ચાલો જોઈએ તેમની તસવીર.

વ્યસ્ત હોવા છતાં પણ મિત્રો નથી ભૂલી અભિનેત્રી: પુષ્પા ફિલ્મમાં રશ્મિકા મંદાનાએ શ્રીવલ્લીની ભૂમિકા એટલી સુંદર રીતે નિભાવી હતી કે લોકો તેના દિવાના બની ગયા હતા. ગામડાની સાદી છોકરી બનેલી અભિનેત્રીને પણ લોકો ખૂબ પસંદ કરવા લાગ્યા હતા. તેમની સુંદરતા અને ક્યૂટ સ્માઈલને કારણે લોકો તેને નેશનલ ક્રશ કહેવા લાગ્યા છે. ફિલ્મ સુપરહિટ થયા પછી તે વ્યસ્ત રહેવા લાગી છે.

આટલી વ્યસ્ત હોવા છતા પણ તે પરિવાર અને તેના મિત્રોને ભૂલી નથી. તે હંમેશા તેના વ્યસ્ત જીવનમાંથી તેમના માટે સમય કાઢી લે છે. તેનો પુરાવો તેની મિત્રના લગ્ન છે, જેમાં તે હાજરી આપવા પહોંચી હતી. તેણે પોતાનું શૂટિંગ કેન્સલ કર્યું અને મિત્રો વચ્ચે જૂની યાદો વાગોળવા પહોંચી ગઈ.

ફ્લાઈટ મિસ થયા પછી પણ આવી, શેર કરી તસકીરો: રશ્મિકા મંદાના જે મિત્રના લગ્નમાં આવી હતી, તે તેની 17 વર્ષ જૂની મિત્ર છે. તેના લગ્નમાં આવવા માટે રશ્મિકાની ફ્લાઈટ પણ મિસ થઈ ગઈ હતી. છતાં પણ તે ગમે તેમ કરીને ત્યાં પહોંચી. લગ્નમાં આવીને ખૂબ જ ખુશ જોવા મળી રહેલી અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેના ચાહકો માટે પણ તસવીર શેર કરી.

તેની ડ્રેસિંગ સેન્સની દરેક લોકો પ્રસંશા કરે છે. મિત્રના લગ્નમાં પણ રશ્મિકાએ ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યો હતો. તેણે કોડાવા સાડી પસંદ કરી હતી. આછા લીલા રંગની સાડીમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. અહીં તે તેની અન્ય સહેલીને પણ મળી અને તસવીરો શેર કરી. તેણે લખ્યું ‘તમારી રશ્મિકા આવી હતી.’

‘મિશન મજનુ’માં જોવા મળશે રશ્મિકા મંદાના: રશ્મિકા મંદાનાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે એક બોલિવૂડ ફિલ્મમાં જોવા મળવાની છે. અભિનેત્રી ‘મિશન મજનૂ’ ફિલ્મમાં અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળશે. આ ફિલ્મ 10 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. તેમાં અભિનેત્રી લીડ રોલ કરી રહી છે. આ ઉપરાંત પણ તેની પાસે ઘણા પ્રોજેક્ટ છે.

પુષ્પાની સફળતા પછી હવે તેનો બીજો ભાગ પુષ્પા 2 બનવા જઈ રહ્યો છે. તેનું શૂટિંગ પણ ટૂંક સમયમાં શરૂ થશે. સમાચાર છે કે અભિનેત્રી એ આ ફિલ્મ માટે મોટી ફી લીધી છે. રશ્મિકા મંદાના સોશિયલ મીડિયા પર પણ ખૂબ લોકપ્રિય છે. તેની ફેન ફોલોઈંગ માત્ર ભારતમાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ છે. તેની પોસ્ટ માટે ચાહકો આતુર રહે છે.