પહેલી ફિલ્મ પછી રાતોરાત ફિલ્મ ઈંડસ્ટ્રી છોડવા ઈચ્છતી હતી રશ્મિકા મંદાના, જણાવ્યું આ મોટું કારણ

બોલિવુડ

સાઉથ ઈન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી રશ્મિકા મંદાના આજે કોઈ ઓળખની મોહતાજ નથી. ખૂબ જ ઓછા સમયમાં રશ્મિકા મંદાના ફિલ્મી દુનિયામાં પોતાનું નામ કમાવવામાં સફળ રહી છે અને તેની ફેન ફોલોઈંગ પણ જબરદસ્ત છે. જણાવી દઈએ કે, રશ્મિકા મંદાનાએ વર્ષ 2018માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી પરંતુ આજે તે પોતાની શ્રેષ્ઠ એક્ટિંગથી ટોપ અભિનેત્રીઓના લિસ્ટમાં શામેલ થઈ ગઈ છે. આટલું જ નહીં, રશ્મિકા મંદાના એક નેશનલ ક્રશ બની ચુકી છે, જેની દરેક સ્ટાઈલ પર લાખો લોકો ફિદા છે.

5 એપ્રિલ 1996ના રોજ વિરાજપેટ કર્ણાટકમાં જન્મેલી રશ્મિકાએ પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત ફિલ્મ ‘કિરિક પાર્ટી’થી કરી હતી. રસપ્રદ વાત એ છે કે, રશ્મિકા મંદાના પોતાની પહેલી ફિલ્મથી જ ઓળખ બનાવવામાં સફળ રહી, ત્યાર પછી તેમણે ‘અંજની પુત્ર’, ‘ચમક’, ‘ચલો’, ‘ગીતા ગોવિંદમ’, ‘દેવદાસ’, ‘યજમાન’, ‘ડિયર કોમરેડ’, ‘સરીલેરુ નેક્કેવારુ’, ‘ભીષ્મ’ અને ‘પુષ્પા ધ રાઇઝ’ જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું. જો કે ખૂબ ઓછા લોકો જાણે છે કે રશ્મિકા મંદાના પોતાની પહેલી ફિલ્મ પછીથી જ એક્ટિંગની દુનિયાને અલવિદા કહેવાની હતી અને તેનું કારણ તેણે પોતે જ જણાવ્યું હતું. ચાલો જાણીએ એવું શું થયું હતું જેના કારણે રશ્મિકા મંદાના ફિલ્મી દુનિયા છોડવા ઈચ્છતી હતી?

તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન રશ્મિકાએ જણાવ્યું હતું કે તે ફિલ્મી દુનિયા છોડીને પોતાના પિતાના બિઝનેસ પર ધ્યાન આપવા ઈચ્છતી હતી. જ્યારે ઈન્ટરવ્યુમાં રશ્મિકા મંદાનાને પૂછવામાં આવ્યું કે, 19 વર્ષની ઉંમરમાં તમે કામ કરવાનું શરૂ કરી દીધું હતું, આવી સ્થિતિમાં તમારી ઉંમરની છોકરીઓ પોતાની લાઈફને એન્જોય કરતી હતી પરંતુ તમે દિવસ-રાત મેહનત કરતા હતા. તમને કેવું લાગતું હતું?

તેના જવાબમાં રશ્મિકા મંદાનાએ કહ્યું કે, “હું મારા જીવનમાં ખૂબ મસ્તી કરવા ઈચ્છતી હતી. હા, હું મારી જાત પર ગર્વ અનુભવતી હતી કે મેં તે દિવસોમાં આટલું કામ કર્યું. તે કામનું ફળ મને આજે મળી રહ્યું છે. પરંતુ આ પણ સત્ય છે કે ત્યારે મને લાગતું હતું કે એક ફિલ્મ કરીને બસ. ત્યારે મારા માતા-પિતાએ પણ કહ્યું હતું કે એક ફિલ્મ કરી લો અને પરત આવી જાઓ. પણ નસીબમાં કંઈક અન્ય લખ્યું હતું. દર્શકોએ મને રોકી લીધી.”

જણાવી દઈએ કે રશ્મિકા મંદાના માત્ર ફિલ્મો દ્વારા જ કમાણી કરતી નથી પરંતુ તેને ડઝનેક જાહેરાતની પણ ઓફર મળે છે. તાજેતરમાં તે પ્રખ્યાત અભિનેતા વિકી કૌશલ સાથે અમૂલ માચોની જાહેરાતમાં પણ જોવા મળી ચુકી છે. વર્ષ 2020માં રશ્મિકા મંદાનાને ગૂગલે નેશનલ ક્રશ ઓફ ઈન્ડિયા જાહેર કરી છે. તે સૌથી વધુ સર્ચ કરાયેલી સેલિબ્રિટીના લિસ્ટમાં શામેલ છે.

રશ્મિકા મંદાના સાઉથ ઈન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવી ચુકી છે અને હવે તે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પણ ધૂમ મચાવવા માટે તૈયાર છે. તે ટૂંક સમયમાં બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ફિલ્મ ‘મિશન મજનૂ’ દ્વારા બોલિવૂડ ઈંડસ્ટ્રીમાં ડેબ્યૂ કરશે. આ ઉપરાંત તે ફિલ્મ ‘ગુડબાય’માં પણ જોવા મળવાની છે. કહેવામાં આવી રહ્યું છે કે રશ્મિકા મંદાનાએ આ બંને ફિલ્મોનું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ દિવસોમાં રશ્મિકાની ફિલ્મ ‘પુષ્પા’ બોક્સ ઓફિસ પર તાબડતોડ કમાણી કરી રહી છે.