પુષ્પા ફિલ્મથી નેશનલ ક્રશ બનેલી રશ્મિકા મંદાનાએ ઉઠાવ્યું બેટ અને લગાવ્યા ચોગ્ગા-છગ્ગા, જુવો વીડિયો

બોલિવુડ

આજકાલ સાઉથ ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી રશ્મિકા મંદાના નેશનલ ક્રશ બની ચુકી છે. અભિનેત્રી રશ્મિકા મંદાના ચાહકોમાં ખૂબ જ પ્રખ્યાત છે અને તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ પુષ્પા ધ રાઇઝમાં ચાહકોએ રશ્મિકા મંદાનાની એક્ટિંગની ખૂબ પ્રશંસા કરી છે.

આ ઉપરાંત જણાવી દઈએ કે રશ્મિકા મંદાનાને તમે મોટા પડદા પર ડાંસ, એક્ટિંગ અને એક્શન કરતા જરૂર જોઈ હશે, પરંતુ શું તમે તેને બેટ પકડીને બોલરોના છક્કા છોડાવતા જોઈ છે. જો નથી જોઈએ તો ચાલો આજે અમે તેની ચર્ચા કરીએ અને તમે પણ જુવો કે કેવી રીતે રશ્મિકા બેટ પકડીને બોલરના છક્કા છુડાવે છે.

જણાવી દઈએ કે રશ્મિકા મંદાનાને ક્રિકેટ સાથે ખૂબ લગાવ છે અને સોશિયલ મીડિયા પર રશ્મિકા મંદાના સાથે જોડાયેલો એક વીડિયો ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. જેમાં તે અનુભવી ખેલાડીની જેમ ચોગ્ગા અને છગ્ગા લગાવતા જોવા મળી રહી છે. સાથે જ રશ્મિકા મંદાનાના બેટના તોફાનમાં બોલરો ઉડતા જોવા મળી રહ્યા છે.

જણાવી દઈએ કે રશ્મિકા મંદાના હાથમાં બેટ લે છે અને ટીમને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર કાઢીને મેચ જીતાવી દે છે અને ખરેખર આ વીડિયો ‘ડિયર કોમરેડ’ ફિલ્મનો છે. જેમાં રશ્મિકા મંદાનાએ એક ક્રિકેટરની ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મ પહેલા રશ્મિકા મંદાનાએ બેટિંગની ખૂબ પ્રેક્ટિસ પણ કરી હતી અને આ જ કારણ છે કે ફિલ્મમાં તેને બેટિંગ કરતા જોઈને કોઈ પણ કહી શકતા નથી કે તે પ્રોફેશનલ ક્રિકેટર નથી.

જણાવી દઈએ કે ફિલ્મની સ્ક્રિપ્ટ મુજબ તેમાં એક સીનમાં વિજય દેવરાકોંડાની ટીમ ક્રિકેટ મેચ હારી રહી હોય છે અને આ દરમિયાન તેમની ફિલ્મમાં બહેનનું પાત્ર નિભાવી રહેલી અભિનેત્રી સાથે તેની મિત્ર તરીકે રશ્મિકા આવે છે અને મેચ હીરોની ટીમ હારી રહી હોય છે. તે જ સમયે રશ્મિકા હાથમાં બેટ પકડીને જોવા મળે છે અને બોલરના પહેલા બોલ પર જ છગ્ગો લગાવે છે. ત્યાર પછી તે ચોગ્ગો લગાવે છે, પછી બે રન લે છે અને છેલ્લા બોલ પર છગ્ગો લગાવીને પોતાની ટીમને જીત અપાવે છે.

સાથે જ માહિતી માટે જણાવી દઈએ કે આ વીડિયોને અત્યાર સુધીમાં યુટ્યુબ પર લાખો વખત જોવામાં આવી ચુક્યો છે અને રશ્મિકા મંદાના સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ લાઈવ દરમિયાન ગયા વર્ષે તેણે ચાહકોના ઘણા સવાલોના જવાબ આપ્યા હતા. જણાવી દઈએ કે આ દરમિયાન તેણે પોતાના એક ચાહકને પોતાના ફેવરિટ ક્રિકેટર વિશે જવાબ આપ્યો હતો.

ચાહકોના સવાલનો જવાબ આપતાં રશ્મિકા મંદાનાએ CSKના વર્તમાન કેપ્ટન અને ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજ ખેલાડી ‘એમએસ ધોની’ને પોતાનો ફેવરિટ ખેલાડી જણાવ્યો હતો. આટલું જ નહીં, તે દરમિયાન તેણે કહ્યું હતું કે, “ધોનીની વિકેટ કીપિંગ, બેટિંગ, કેપ્ટન્સીપ દરેકની તે ખૂબ મોટી ફેન છે અને તે માસ્ટર ક્લાસ પ્લેયર છે. ધોની મારો હીરો છે.”