આ 4 બોલીવુડ સ્ટાર સાથે કામ કરવાની મનાઈ કરી ચુકી છે રશ્મિકા મંદાના, મોં પર કર્યા હતા રિજેક્ટ, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

પુષ્પા ધ રાઇઝ ફિલ્મની સફળતાએ સમગ્ર દુનિયામાં સફળતાનો સ્વાદ ચાખ્યો છે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના મુખ્ય ભૂમિકામાં હતા. રશ્મિકાએ ફિલ્મમાં ‘શ્રીવલી’નું પાત્ર નિભાવીને ચાહકોનું દિલ જીતી લીધું છે. તેમની લોકપ્રિયતાને જોઈને માત્ર સાઉથ જ નહીં પરંતુ બોલિવૂડના પણ ઘણા મોટા ડાયરેક્ટર્સ તેમની પાસે ફિલ્મની ઓફર લઈને આવી રહ્યા છે.

સાઉથ અભિનેત્રી રશ્મિકા મંદાના આજ સુધી કોઈ બોલિવૂડ ફિલ્મમાં જોવા મળી નથી. તમને જાણીને આશ્ચર્ય થશે કે તેમને પહેલા પણ ઘણા મોટા બોલિવૂડ સુપરસ્ટાર્સ સાથે કામ કરવાની તક મળી હતી, પરંતુ રશ્મિકાએ દરેક ફિલ્મની ઓફર ઠુકરાવી દીધી હતી. તો છેવટે તેણે આવું શા માટે કર્યું હતું? ચાલો જાણીએ.

કાર્તિક આર્યન: રશ્મિકા મંદાનાએ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ‘કિરિક પાર્ટી’ ફિલ્મથી પોતાની એક્ટિંગ કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મ સાઉથમાં ખૂબ હિટ સાબિત થઈ હતી. તેની સફળતા જોઈને મેકર્સે તેનું હિન્દી વર્ઝન બનાવવાનું નક્કી કર્યું. આ હિન્દી રિમેકમાં કાર્તિક આર્યનને મુખ્ય અભિનેતા તરીકે લેવામાં આવી રહ્યા હતા. સાથે જ હીરોઈન માટે મેકર્સે રશ્મિકા મંદાનાનો સંપર્ક કર્યો. જોકે, રશ્મિકાએ આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી અને તે એક જ રોલને ફરીથી કરવા ઈચ્છતી ન હતી.

શાહિદ કપૂર: શાહિદ કપૂરની ફિલ્મ ‘જર્સી’ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું ટ્રેલર આવી ચુક્યું છે, જેને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. ફિલ્મમાં શાહિદ કપૂરની વિરુદ્ધ મૃણાલ ઠાકુરને કાસ્ટ કરવામાં આવ્યા છે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે આ ફિલ્મ માટે રશ્મિકા મંદાના મેકર્સની પહેલી પસંદ હતી. જોકે, કેટલાક અંગત કારણોસર તેણે આ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી.

રણદીપ હુડ્ડા: બોલીવુડના દિગ્ગજ ફિલ્મ ડાયરેક્ટર સંજય લીલા ભણસાલી અભિનેતા રણદીપ હુડ્ડા અને અભિનેત્રી રશ્મિકા મંદાના સાથે એક સુંદર ફિલ્મ બનાવવા ઈચ્છતા હતા. જો કે તેમને રશ્મિકા મંદાના તરફથી હા નો જવાબ મળ્યો ન હતો. રશ્મિકા દ્વારા મનાઈ કર્યા પછી આ પ્રોજેક્ટ આગળ વધ્યો નહીં.

આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે રશ્મિકા મંદાના: પુષ્પાની સફળતા પછી દર્શકો આતુરતાથી રશ્મિકા મંદાના ના બોલિવૂડ ડેબ્યૂની રાહ જોઈ રહ્યા છે. સાથે જ હિન્દી ફિલ્મ મેકર્સ પણ અભિનેત્રી સાથે કામ કરવા માટે આતુર જોવા મળી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રશ્મિકા મંદાના ટૂંક સમયમાં જ ‘મિશન મજનૂ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે. આ ફિલ્મમાં તેમની સાથે બોલિવૂડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા જોવા મળશે.

સાથે જ રશ્મિકા બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે ‘ગુડબાય’નું શેડ્યૂલ પણ પૂર્ણ કરી ચુકી છે. હાલમાં આ ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે. થોડા સમય પછી આ ફિલ્મ પણ સિનેમાઘરોમાં આવશે. આ ઉપરાંત રશ્મિકા પુષ્પાની સિક્વલ ‘પુષ્પા ધ રૂલ'(પુષ્પા 2)નું પણ શૂટિંગ કરી રહી છે.