એક-બે નહિં પરંતુ 5 શહેરોમાં છે રશ્મિકા મંદાનાના બંગલા, જુવો અંદરથી કેવું દેખાય છે અભિનેત્રીનું ઘર

બોલિવુડ

સાઉથ ઇન્ડિયન ફિલ્મ પુષ્પા ખૂબ હિટ રહી હતી, આ ફિલ્મ સાઉથના લાવા હિન્દી પટ્ટીના લોકોને પણ પસંદ આવી હતી. ફિલ્મમાં અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના મુખ્ય ભુમિકામાં જોવા મળ્યા હતા. અલ્લુ અર્જુન પહેલેથી જ ખૂબ જ લોકપ્રિય છે અને સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાઓમાંથી એક છે. સાથે જનેશનલ ક્રશ રશ્મિકા મંદાના આ ફિલ્મમાં પોતાની ધમાકેદાર એક્ટિંગને કારણે લોકોના દિલ પર રાજ કરવા લાગી છે. આ ઉપરાંત તે હવે સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓના લિસ્ટમાં શામેલ થઈ ગઈ છે. બોક્સ ઓફિસ પર ધૂમ મચાવનાર રશ્મિકા વિશે ચાહકો જાણવા ઈચ્છે છે. આવી સ્થિતિમાં, આ આર્ટિકલમાં રશ્મિકાની ભવ્ય લાઈફસ્ટાઈલ વિશે વાંચો.

રશ્મિકા મંદાનાએ 2016માં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. રશ્મિકાએ કન્નડ ફિલ્મથી ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું. ત્યાર પછી રશ્મિકાએ સતત હિટ ફિલ્મો આપી. તેનું પરિણામ એ છે કે આજે અભિનેત્રી એક ફિલ્મ માટે 3-4 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશ્મિકાની કુલ સંપત્તિ લગભગ 400 મિલિયન ડોલર છે.

રશ્મિકા મંદન્ના એક-બે નહીં પરંતુ 5 લક્ઝરી ઘરની માલિક છે. રશ્મિકાના મુંબઈ, ગોવા, કુર્ગ, હૈદરાબાદ અને બેંગ્લોરમાં લક્ઝરી બંગલા છે. રશ્મિકાના બેંગ્લોર વાળા ઘરની કિંમત 8 કરોડ રૂપિયા છે. રશ્મિકા શરૂઆતથી જ લક્ઝરી લાઈફસ્ટાઈલનો શોખ ધરાવે છે.

તાજેતરમાં જ રશ્મિકાએ પોતાના ગોવા વાળા નવા ઘરની તસવીર શેર કરી હતી, જેની સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે – જ્યારે તમારી પાસે ગોવામાં નવું ઘર હોય.. ઈર્ષ્યા થઈ? આ મજાક ભરેલી સ્ટાઈલમાં રશ્મિકા એ પોતાની લાઈફસ્ટાઈલ જણાવી.

રશ્મિકા અવારનવાર પોતાના ઘરની તસવીરો શેર કરતી રહે છે, ક્યારેક તે ફ્લોર પર બેસીને તેના પપ્પી સાથે રમતા જોવા મળે છે તો ક્યારેક તે તેના ઘરમાં તસવીરો ક્લિક કરાતા જોવા મળે છે. રશ્મિકાએ તેના દરેક ઘરની તસવીરોથી પરિચિત કરાવ્યા છે. ચાલો અમે તમને જણાવીએ કે કઈ તસવીર કયા ઘરની છે.

આ ફેમિલી તસવીરમાં રશ્મિકા તેના પરિવારના સભ્યો સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. રશ્મિકાની આ તસવીર તેના હૈદરાબાદના ઘરની છે. રશ્મિકાનું આ ઘર હૈદરાબાદના ગાછી બાવલી વિસ્તારમાં આવેલું છે. તેના આ ઘરની કિંમત કરોડોમાં હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

આ એથનિક લુકને ફ્લોન્ટ કરતી રશ્મિકાની આ તસવીર તેના કુર્ગ માં આવેલા ઘરની છે. રશ્મિકાના આ કુર્ગ વાળા ઘરનું ગાર્ડન ખૂબ મોટું છે. તેમાં ઘણા પ્રકારના ફૂલ-છોડ લગાવવામાં આવ્યા છે.

સાથે જ નવું વર્ષ સેલિબ્રેટ કરતી રશ્મિકાની આ તસવીર તેના ગોવા વાળા નવા ઘરની છે. રશ્મિકાનું ગોવા વાળું ઘર ખૂબ જ લક્ઝરી છે. આ ઘરમાં સ્વિમિંગ પુલથી લઈને અન્ય ઘણી લક્ઝરી ચીજો છે.

રશ્મિકા પાસે ઘણી લક્ઝરી કાર પણ છે. રશ્મિકાએ તાજેતરમાં જ પોતાને 50 લાખની મર્સિડીઝ બેન્ઝ C ક્લાસ કાર ગિફ્ટ કરી છે. રિપોર્ટ્સ મુજબ, રશ્મિકા પાસે ઓડી Q3, ટોયોટા ઈનોવા અને હુન્ડાઈ ક્રેટા પણ છે.

રશ્મિકા મંદાનાને લક્ઝરી બેગ્સ પણ ખૂબ જ પસંદ છે. બેગ્સ પ્રત્યેનો તેનો પ્રેમ જગજાહેર છે. હેન્ડબેગના કલેક્શનમાં રશ્મિકા પાસે જેટલા બેગ છે તેની કિંમત 3 થી 4 લાખ રૂપિયા છે. જણાવી દઈએ કે રશ્મિકા મંદાના ટૂંક સમયમાં જ બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. તે સિદ્ધાર્થ મલ્હોત્રા અને અમિતાભ બચ્ચન સાથે અલગ-અલગ ફિલ્મોમાં જોવા મળશે.