લક્ઝરી કાર, ચાર બંગલા, આટલા અધધધ કરોડની સંપત્તિ, કંઈક આવું જીવન જીવે છે ‘પુષ્પા’ ની શ્રીવલ્લી

બોલિવુડ

તેલુગુની પ્રખ્યાત ફિલ્મ ‘પુષ્પા’ ના જલવા દરેક જગ્યાએ જોવા મળી રહ્યા છે. મૂળ તેલુગુની આ ફિલ્મને હિન્દીમાં પણ રેકોર્ડ બ્રેક રિસ્પોંસ મળ્યો છે. પુષ્પાએ દુનિયાભરમાં 300 કરોડથી વધુની કમાણી કરીને ઈતિહાસ રચ્યો છે. ફિલ્મમાં બંને મુખ્ય કલાકાર અલ્લુ અર્જુન અને અભિનેત્રી રશ્મિકા મંદાનાની પણ પ્રશંસા થઈ રહી છે.

દરેક જગ્યાએ અભિનેતા અલ્લુની એક્ટિંગની ચર્ચાઓ થઈ રહી છે. જોકે કે અલ્લુ એક સુપરસ્ટાર છે અને તેનું નામ પહેલાથી જ દેશ અને દુનિયામાં છે. સાથે જ અભિનેત્રી રશ્મિકા મંદાના પણ એક જાણીતું નામ છે જેણે ફિલ્મમાં ‘શ્રીવલ્લી’ની ભૂમિકા નિભાવી છે.

‘પુષ્પા’માં એક ગામડાની છોકરીના સિમ્પલ રોલમાં જોવા મળેલી રશ્મિકા રિયલ લાઈફમાં ખૂબ જ સુંદર અને ગ્લેમરસ છે. તે પોતાની સુંદરતા અને કાતિલાના સ્માઈલથી ‘નેશનલ ક્રશ’નો ટેગ પણ મેળવી ચુકી છે. જણાવી દઈએ કે રશ્મિકા મંદાનાએ ખૂબ જ ઓછા સમયમાં સારું નામ કમાઈ લીધું છે અને તેણે સારી સંપત્તિ પણ બનાવી લીધી છે.

25 વર્ષની રશ્મિકાએ દક્ષિણ ભારતીય સિનેમામાં પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 2016માં કરી હતી. તે સમયે તેની ઉંમર લગભગ 20 વર્ષ હશે. તેની પહેલી ફિલ્મ કિરિક પાર્ટી હતી.

રશ્મિકાએ પોતાની પહેલી જ ફિલ્મથી દર્શકોના દિલ ધડકાવી દીધા હતા. પોતાની ટૂંકી કારકિર્દીમાં તેણે ઘણી સુંદર ફિલ્મો આપી છે. રશ્મિકા બેંગ્લોરમાં રહે છે જ્યાં તેની પાસે એક ખૂબ જ લક્ઝરી બંગલો છે. અભિનેત્રીના આ ઘરની કિંમત 8 કરોડ રૂપિયા છે.

રશ્મિકાના ઘરની સુંદરતા જોતા જ બને છે તેના ઘરમાં જરૂરી દરેક ચીજ હાજર છે. બેંગ્લોર ઉપરાંત રશ્મિકા પાસે ગોવા, મુંબઈ અને હૈદરાબાદમાં પણ કરોડો રૂપિયાના ઘર છે. રશ્મિકા મંદાના કરોડો રૂપિયાની સંપત્તિની માલિક છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ તેમની કુલ સંપત્તિ 30 કરોડ રૂપિયા છે.

રશ્મિકા મંદાના દક્ષિણ ભારતીય સિનેમાની મોંઘી અભિનેત્રીઓમાંથી પણ એક છે. તે એક ફિલ્મ માટે 3 થી 4 કરોડ રૂપિયાની મોટી ફી લે છે. રશ્મિકા દર મહિને લગભગ 30 લાખ રૂપિયાની કમાણી કરે છે.

હવે એક નજર રશ્મિકાના શ્રેષ્ઠ કાર કલેક્શન પર કરીએ. તેની પાસે મર્સિડીઝ બેન્ઝ સી-ક્લાસ છે જેની કિંમત 50 લાખ રૂપિયા, ઓડી ક્યૂ3 જેની કિંમત 40 લાખ રૂપિયા અને ટોયોટા ઇનોવા, રેન્જ રોવર અને હ્યુન્ડાઇ ક્રેટા જેવી અન્ય કાર પણ છે.

પોતાની ટૂંકી કારકિર્દીમાં 11 ફિલ્મોમાં કામ કરી ચુકેલી રશ્મિકા હવે બોલિવૂડમાં પણ પગ મુકવા જઈ રહી છે. બોલિવૂડમાં તેની પહેલી ફિલ્મ ‘ગુડબાય’ હશે.