સીરીયલ ‘સાથ નિભાના સાથિયા’ ની રાશિ 5 વર્ષથી છે ઇન્ડસ્ટ્રીથી દૂર, જાણો આજે કેવી રીતે જીવી રહી છે

મનોરંજન

પ્રખ્યાત ટીવી સીરિયલ ‘સાથ નિભાના સાથિયા’ માં જોવા મળેલી ટીવી અભિનેત્રી રૂચા હસબનીસ આજે તેના અસલી નામ રૂચા કરતા તેના સીરિયલ નામ રાશિ માટે વધારે જાણીતી છે. આ બનવાનું બીજું કારણ આ દિવસોમાં બહાર આવેલું એક ગીત જ્યારે વધુને વધુ વાયરલ થયું. આ ગીતમાં પૂછવામાં આવ્યું હતું કે ‘રસોડે મે કોન થા?’ જે લાંબા સમય સુધી ટ્રેન્ડિંગ મીમ બની રહ્યું અને તેણે ફરી એકવાર રાશિની ઓળખ તાજી કરી છે. તાજેતરમાં રુચા તેની રિયલ લાઇફમાં વ્યસ્ત છે અને તે લાંબા સમયથી પડદાથી દૂર છે.

આજે અભિનેત્રી રૂચા એક સુખી વિવાહિત જીવન જીવી રહી છે અને આજે તેની એક પુત્રી પણ છે. અને આ દિવસોમાં તેની પ્યારી પુત્રી સાથે માઁ રુચા મધરહુડ એન્જોય કરવામાં વ્યસ્ત છે. પતિ અને પુત્રી સાથે રૂચા મુંબઇના થાણેમાં રહે છે, જ્યાં તેમનો પોતાનો ફ્લેટ છે. જણાવી દઇએ કે જીવનસાથી તરીકે તેણે વર્ષ 2014 માં પોતાના બોયફ્રેન્ડ પસંદ કર્યો હતો, જેનું નામ રાહુલ જગદાલે છે અને આજે પણ તે તેના પતિ સાથે એકદમ ખુશ છે.

જણાવી દઇએ કે અભિનેત્રી રૂચાના નામનો સમાવેશ કેટલીક તે અભિનેત્રીઓમાં થાય છે જેમણે પરિવાર અને તેમની પર્સનલ લાઈફ તરફ ધ્યાન આપવા માટે પોતાની બનાવેલી કારકીર્દિ સમાપ્ત કરી નાખી. જણાવી દઇએ કે જ્યારે તેણે 2015 માં તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા હતા, ત્યારે તેણે સિરિયલ અને ટીવી ઈન્ડસ્ટ્રીને અલવિદા કહ્યું હતું અને ફરીથી તે સ્ક્રીન પર જોવા મળી નથી. જોકે આજે પણ તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચાહકો માટે એક્ટિવ રહે છે.

માત્ર લગ્ન જ નહીં તેણે રાહુલ સાથે વર્ષ 2014 માં સગાઈ કર્યા પછી જ સીરિયલ સાથ નિભાના સાથિયાને અલવિદા કહ્યું હતું, જેમાં જો તમે આ સિરિયલ જોતા હોશો, તો તમને યાદ હશે કે તેમાં તેનો અચાનક સ્વર્ગ વાસ દેખાડવામાં આવ્યો હતો. ઇન્ટરવ્યુ દરમિયાન જ્યારે તેમને આ બધું કરવાનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેણે સ્પષ્ટ કહી દીધું કે એક્ટિંગ તેનું પેશન છે, કોઈ પ્રાયોરિટી નથી.

વર્ષ 2015 પછીથી જ્યારથી તેમના લગ્ન થયા છે ત્યારથી તે સંપૂર્ણપણે લાઇમલાઇટથી દૂર જોવા મળી છે. અને લગ્ન પછીથી રુચાની અંદર એક નવો જુસ્સો ઉત્પન્ન થયો છે. તે લગ્ન પછી વિશ્વના અલગ અલગ દેશને એક્સપ્લોર કરવામાં પોતાનો વધુને વધુ સમય પસાર કરી રહી છે, જેમાં તેનો બોયફ્રેન્ડ રાહુલ પણ તેને સાથ આપી રહ્યો છે અને દરેક જગ્યાએ તેની સાથે જોવા મળે છે.

જણાવી દઇએ કે તેની પુત્રીના જન્મ પહેલાં તેને યાદગાર બનાવવા માટે તે પેરિસની ટ્રિપ પર ગઈ હતી, જ્યાં તેણે તેનું પ્રેગ્નેંસી ફોટોશૂટ પણ કરાવ્યું હતું. જણાવી દઈએ કે દરેક ટ્રિપની તસવીરો રૂચા તેના ચાહકો સુધી ઇન્સ્ટાગ્રામ દ્વારા પહોંચાડે છે. સાથે આ પહેલા પણ તે સ્વિટ્ઝરલેન્ડ ગઈ હતી અને ત્યારે તેના માતાપિતા પણ તેની સાથે હતા. સાથે થોડા સમય પહેલાની વાત કરીએ તો રૂચા એ તેના પિતાને ગુમાવ્યા છે ત્યાર પછી તે ઘણી દુઃખી પણ છે.

Leave a Reply

Your email address will not be published.