અમિતાભ-ધર્મેંદ્ર થી લઈને જિતેંદ્ર-રાજેશ ખન્ના સુધી, જુવો આ દિગ્ગઝ અભિનેતાઓની રેર ફેમિલી તસવીરો

બોલિવુડ

ચાહકો ઘણીવાર બોલીવુડ સ્ટાર્સની પ્રોફેશનલ લાઈફથી વધુ પર્સનલ લાઈફ વિશે વધુ જાણવા માટે ઉત્સુક રહે છે. હાલમાં સોશિયલ મીડિયા દ્વારા તેમને સ્ટાર્સની પર્સનલ લાઈફની ઝલક જોવા મળે છે. પરંતુ 60 અને 70 ના દાયકામાં આવું ન હતું. ત્યારે સ્ટાર્સ તસવીરો ક્લિક કરાવીને પોતાની પર્સનલ તસવીરો આલ્બમમાં સજાવીને રાખતા હતા. પરંતુ આજે અમે ખાસ તમારા માટે પસંદ કરીને 10 દિગ્ગજ અભિનેતાઓના પરિવારની દુર્લભ તસવીર લઈને આવ્યા છીએ.

ઋષિ કપૂર: ઋષિ કપૂર તેમના સમયના ચોકલેટી હીરો હતા, તેમના પુત્ર રણબીર કપૂરની છબી પણ આવી જ છે. આ તસવીર ઋષિ કપૂરના પરિવારની છે. તેમાં રણબીર અને રિદ્ધિમા કપૂરની બાળપણની ઝલક જોવા મળી રહી છે. ઋષિ કપૂરે વર્ષ 1980 માં નીતુ સિંહ સાથે લગ્ન કર્યા હતા. આ તસવીરમાં આખો પરિવાર ખૂબ જ સુંદર અને ખુશ જોવા મળી રહ્યો છે.

ધર્મેન્દ્ર: આ સુંદર તસવીરમાં ધર્મેન્દ્ર તેની બીજી પત્ની હેમા માલિની અને બંને પુત્રીઓ ઈશા દેઓલ અને અહાના દેઓલ સાથે જોવા મળી રહ્યા છે. તસવીરમાં ઈશા અને આહાના ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. સાથે જ ધર્મેન્દ્ર અને હેમા માલિની તેમના યંગ રૂપમાં જોવા મળી રહ્યા છે. આ તસવીરને જોઈને આપણે કહી શકીએ કે આ પરિવાર કેટલો ખુશ અને સુખી છે. તેમનું ખુશખુશાલ હાસ્ય બધું જણાવે છે.

રણધીર કપૂર: રણધીર કપૂર ઋષિ કપૂરના મોટા ભાઈ અને રાજ કપૂરના પુત્ર છે. તેમણે 1971 માં બબીતા સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેને બે પુત્રીઓ કરીના અને કરિશ્મા હતી. બંને અભિનેત્રીઓ બોલિવૂડમાં નામ કમાઈ ચુકી છે, જોકે તેમના પિતા રણધીર કપૂરને તે સફળતા ન મળી જે ઋષિ કપૂર અને પિતા રાજ કપૂરને મળી હતી. જોકે આ તસવીરમાં નાની કરીના ખૂબ જ સ્વીટ લાગી રહી છે.

જીતેન્દ્ર: આ તસવીરમાં જીતેન્દ્ર તેની પત્ની શોભા કપૂર અને બંને બાળકો એકતા કપૂર અને તુષાર કપૂર સાથે જોવા મળી રહ્યા છે. જ્યાં એક તરફ જીતેન્દ્રએ બોલિવૂડમાં ખૂબ નામ કમાવ્યું, તો બીજી તરફ તેનો પુત્ર તુષાર તેનો સિક્કો જમાવી શક્યો નહીં. જોકે તેમની પુત્રી એકતા કપૂર એક ફિલ્મ અને ટીવી નિર્માતા તરીકે ખૂબ સારું કરી રહી છે.

અમિતાભ બચ્ચન: બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનો આખો પરિવાર હંમેશા હેડલાઇન્સમાં રહે છે. આ તસવીરમાં બિગ બી તેની પત્ની જયા, પુત્ર અભિષેક અને પુત્રી શ્વેતા સાથે ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. તસવીરમાં યંગ અમિતાભ બચ્ચન ખૂબ જ આકર્ષક લાગી રહ્યા છે. સાથે જ જયા બચ્ચન પણ ખૂબ સુંદર લાગી રહી છે. અભિષેક તેમાં ખૂબ નાના છે અને ક્યૂટ લાગી રહ્ય છે. સાથે જ શ્વેતા પણ ખૂબ જ સ્વીટ લાગી રહી છે. તસવીર પરથી સ્પષ્ટ થાય છે કે અમિતાભ તેમના પરિવારને કેટલો પ્રેમ કરે છે.

રાકેશ રોશન: રિતિક રોશનના પિતા રાકેશ રોશન એક સમયે બોલિવૂડના ફેવરિટ સ્ટાર હતા. હાલમાં તે એક્ટિંગ છોડીને ડાયરેક્શન અને પ્રોડક્શન પર કામ કરી રહ્યા છે. તસવીરમાં રાકેશ રોશન સફેદ ડ્રેસમાં ખુબ જ હેન્ડસમ દેખાઈ રહ્યા છે. તેમની પત્ની પિંકી રોશન પણ સારી લાગી રહી છે. તસવીરમાં તેમની પુત્રી સુનૈના રોશન અને પુત્ર રિતિક રોશન પણ જોવા મળી રહ્યા છે. તસવીરમાં રિતિક તેની જીભ બહાર કાઢતા જોવા મળી રહ્યા છે.

વિનોદ ખન્ના: 70 અને 80 ના દાયકામાં વિનોદ ખન્નાની પણ બોલબાલા રહી છે. આ તસવીરમાં તે તેની પત્ની ગીતાંજલિ અને બે પુત્રો રાહુલ ખન્ના અને અક્ષય ખન્ના સાથે જોવા મળી રહ્યા છે. તસવીરમાં યંગ વિનોદ ખન્ના ખૂબ જ સુંદર હેંડસમ લાગી રહ્યા છે. સાથે જ તેમના બાળકો પણ ક્યૂટ દેખાઈ રહ્યા છે

રાજેશ ખન્ના: બોલિવૂડના પહેલા સુપરસ્ટાર ગણાતા રાજેશ ખન્ના આ તસવીરમાં પત્ની ડિમ્પલ કાપડિયા અને બંને પુત્રીઓ ટ્વિંકલ અને રીંકલ ખન્ના સાથે જોવા મળી રહ્યા છે. તેમાં માતાપિતા ખૂબ જ શાંત દેખાઈ રહ્યા છે જ્યારે બંને પુત્રીઓ ખૂબ જ ચુલબુલી લાગી રહી છે.

સુરેશ ઓબેરોય: વિવેક ઓબેરોયના પિતા સુરેશ ઓબેરોયની પણ બોલીવુડમાં પોતાની એક અલગ ઓળખ છે. તે છેલ્લા 40 વર્ષથી ઈંડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે. તસવીરમાં તે વિવેક ઓબેરોય અને તેની બહેન મેઘના સાથે જોવા મળી રહ્યા છે. સાથે જ વિવેક ઓબેરોયની માતા યશોદરા પણ તસવીરમાં તેના પરિવાર સાથે હસી રહી છે.