માતાના જન્મદિવસ પર રણવીર સિંહે કર્યો જબરદસ્ત ડાંસ, દીપિકા માટે આપ્યું સ્પેશિયલ પરફોર્મંસ, જુવો વીડિયો

બોલિવુડ

બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહ મનોરંજન માટે કોઈ પણ તક છોડતો નથી. પાર્ટી હોય કે કોઈ પણ ફંકશન, રણવીર સિંહ હંમેશા મસ્તી ભરેલા મૂડમાં જોવ મળે છે. હવે તાજેતરમાં જ તેણે તેની માતા અંજુ ભવનાનીનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો જેમાં તે જબરદસ્ત ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. રણબીરનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ચાહકો રણવીરની આ સ્ટાઈલ પર પોત-પોતાના રિએક્શન વ્યક્ત કરી રહ્યા છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે રણવીર ઘણા ગીત પર ડાન્સ કરતા જોવા મળી રહ્યો છે. તેણે તેની માતા સાથે પંજાબી ગીત પર ડાન્સ કર્યો જેમાં માતા અને પુત્ર બંને ઝૂમતા જોવા મળી રહ્યા છે. સાથે જ પત્ની દીપિકા પાદુકોણ માટે રણવીર સિંહે સ્પેશિયલ પરફોર્મંસ આપ્યું.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે રણવીર દીપિકા સામે તેની ફિલ્મ ‘બેફિક્રે’ ના પ્રખ્યાત ગીત ‘કુડી નશે સી ચડ ગઈ..’ પર ડાન્સ કરતા જોવા મળી રહ્યો છે. આટલું જ નહીં પરંતુ રણવીરે જોશમાં પોતાનો શર્ટ પણ ઉતાર્યો અને ગીત પર ખૂબ ડાન્સ કરવા લાગ્યો. આ વીડિયોમાં રણવીર ડાન્સ કરતી વખતે દીપિકાને મસ્તી ભરેલી સ્ટાઈલમાં છેડી પણ રહ્યો છે, જ્યારે દીપિકા દરેક લોકો સાથે બેઠી છે અને હસતી જોવા મળી રહી છે. વીડિયોમાં કેટલાક લોકો રણવીર માટે ચીયર કરતા પણ જોવા મળી રહ્યા છે.

રણવીર સિંહ તેની માતા સાથે પણ પંજાબી ગીત ‘દિલ ચોરી સાડ્ડા હો ગયા’ પર ડાન્સ કરતા જોવા મળી રહ્યો છે. વિડીયોમાં બંને માતા અને પુત્રનો તાલમેલ જબરદસ્ત છે. આ દરમિયાન રણવીરે ડાન્સની સાથે રમુજી મૂવ્ઝ પણ બતાવ્યા, જેને જોઈને ચાહકો પ્રસંશા કરી રહ્યા છે. જણાવી દઈએ કે રણવીરની માતા અંજુ ભાવનાનીએ 22 ઓગસ્ટના રોજ પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. આ ખાસ પ્રસંગ પર રણવીર અને દીપિકા તેમના માતા -પિતા સાથે એક રેસ્ટોરન્ટની બહાર પણ જોવા મળ્યા હતા. ખાસ વાત એ છે કે આ ખાસ પ્રસંગ પર રણવીરે પોતાની ફેશનમાં કોઈ એક્સપેરિમેંટ કર્યો ન હતો. તે વ્હાઈટ શર્ટ પર ડેનિમ જેકેટ અને બ્લેક જીન્સમાં જોવા મળ્યો હતો. બીજી બાજુ દીપિકા રેડ ટોપ સાથે લેદર પેન્ટ પહેરેલી જોવા મળી હતી, જેમાં તે હંમેશાની જેમ સુંદર લાગી રહી હતી.

જણાવી દઈએ કે બોલિવૂડ અને ચાહકોની આ સુપરહિટ જોડી ટૂંક સમયમાં ફિલ્મ ’83’ માં સાથે જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન કબીર ખાન કરી રહ્યા છે, આ ફિલ્મ આ વર્ષના અંતમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં રણવીર સિંહ ક્રિકેટર કપિલ દેવની ભૂમિકા નિભાવી રહ્યો છે, જ્યારે દીપિકા તેની પત્ની રોમીની ભુમિકામાં જોવા મળશે. ફિલ્મ 83 ને લઈને રણબીરનું કહેવું છે કે તેના માટે તેમણે ઘણી મહેનત કરી છે. આ ઉપરાંત રણવીર સિંહ ‘સર્કસ’, ‘જયેશ ભાઈ જોરદાર’, ‘તખ્ત’, ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ ફિલ્મોમાં જોવા મળશે. જો સમાચારની વાત માનવામાં આવે તો રણવીર સિંહે ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’નું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં રણવીર સાથે આલિયા ભટ્ટ પણ જોવા મળશે. આ કપલ આ પહેલા ફિલ્મ ‘ગલી બોય’માં પણ જોવા મળી ચૂકી છે.