સુંદરતાની બાબતમાં ઘણી ટોપ અભિનેત્રીને માત આપે છે રણવીરની બહેન, જુવો તેની સુંદર તસવીરો

બોલિવુડ

દીપિકા-રણવીરના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. જણાવી દઈએ કે દીપિકા અને રણવીરના લગ્નમાં માત્ર બંનેના પરિવારો જ શામેલ થયા હતા, તેમના લગ્નની સાથે હંમેશા લાઈમલાઈટ અને મીડિયાથી દૂર રહેતા તેના પરિવારના સભ્યો પણ ખૂબ ચર્ચામાં રહ્યા હતા. જોકે બંનેના પરિવારના સભ્યો પર મીડિયાની નજર હતી પરતું તેમના લગ્નમાં એક વ્યક્તિ એવી પણ હતી જેણે ખૂબ લાઈમલાઈટ મેળવી હતી અને તે હતી રણવીરની બહેન રિતિકા. ઇટાલીથી લગ્ન પછી પરત આવ્યા પછી મીડિયાના કેમેરાઓએ રણવીરની માતા અંજુ અને તેની બહેન રીતિકા ભનવાવીને પણ કેમેરામાં કેદ કરી લીધા.

એરપોર્ટની બહાર નીકળતી વખતે મીડિયાવાળાએ બંનેને ઘેરી લીધા હતા અને તેમની તસવીરો ખેંચવા લાગ્યા હતા. આ વખતે બંને મીડિયા સાથે પરિચિત તહી અને સ્માઈલ આપીને તસવીરો પણ ક્લિક કરાવી. રણવીરની બહેન રિતિકા વિશે વાત કરવામાં આવે તો ભલે તે બોલિવૂડમાં ન હોઈ, પરંતુ સુંદરતાની દ્રષ્ટિએ તે કોઈ બોલિવૂડ અભિનેત્રીથી ઓછી નથી. તો ચાલો આજે અમે તમને રિતિકાની તે તસવીરો બતાવીએ જે રિતિકાની સુંદરતા પુરાવા છે.

જણાવી દઈએ કે રિતિકા રણવીરની મોટી બહેન છે અને તેમણે હંમેશા રણવીરનું ધ્યાન નાના બાળકની જેમ રાખ્યું છે, ત્યારે જ રણવીર રિતિકાને છોટી માઁ કહીને બોલવે છે. બંને વચ્ચે બોન્ડિંગ ખૂબ મજબૂત છે. રણવીરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યારે તે અભ્યાસ માટે ન્યૂયોર્ક ગઈ હતી ત્યારે રિતિકા રક્ષાબંધન પર એક કવરમાં રાખડી, અને મિઠાઈ માટે પૈસા મોકલતી હતી.

જણાવી દઈએ કે રીતિકા હંમેશા લાઈમ લાઈટ અને મીડિયાથી દૂર રહે છે. પરંતુ તેમની સુંદરતા એવી છે કે મીડિયાની નજર તેમના પર પડે જ છે. રિતિકાની ફેશન સેન્સ સ્ટાઈલ એટલી આશ્ચર્યજનક છે કે તે બોલિવૂડની ટોપ અભિનેત્રીઓને હરાવી શકે છે.

જણાવી દઈએ કે રણવીરની જેમ દીપિકા પણ રિતિકાને ખૂબ માન આપે છે અને રિતિકાની ફેવરિટ હીરોઇન પણ દીપિકા જ છે. રિતિકાએ રણવીર અને દીપિકા માટે એક પાર્ટીનું પણ આયોજન કર્યું હતું, જેમાં બંનેના કેટલાક નજીકના મિત્રો પણ શામેલ થયા હતા, આ પાર્ટી દીપિકા અને રણવીર માટે લગ્નની એક ગિફ્ટ હતી.