શું તમે જોઈ છે રણવીર સિંહની બહેન? લુકમાં ભાભી દીપિકા પાદુકોણથી પણ છે વધુ સુંદર, જુવો તેની સુંદર તસવીરો

બોલિવુડ

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની જોડી બોલિવૂડમાં ખૂબ પ્રખ્યાત છે. દીપિકાની સુંદરતાના લાખો લોકો દિવાના છે. આ દિવસોમાં તે કાન્સમાં પોતાની સુંદરતાના જલવા ફેલાવી રહી છે. તેની સુંદરતાની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. પરંતુ શું તમે જાણો છો કે દીપિકાની નણંદ તેને સુંદરતાની બાબતમાં ટક્કર આપે છે. આજે અમે તમને રણવીર સિંહની મોટી બહેન રીતિકા ભવનાની વિશે કેટલીક રસપ્રદ વાતો જણાવીશું.

દીપિકાથી પણ સુંદર છે તેની નણંદ: રિતિકા ઉંમરમાં રણવીરથી મોટી છે. રણવીર તેને છોટી મા કહે છે. રિતિકા પણ બાળપણથી જ રણવીરનું માતાની જેમ ધ્યાન રાખે છે. રિતિકાનો જન્મ 5 ઓગસ્ટ 1983ના રોજ મુંબઈમાં થયો હતો. બંને ભાઈ-બહેનોએ તેમનું સ્કૂલિંગ મુંબઈથી જ કર્યું છે. રિતિકા મીડિયાની લાઇમલાઇટથી દૂર રહેવાનું પસંદ કરે છે.

રિતિકાની પોતાની ભાભી દીપિકા સાથે પણ ખૂબ સારી બને છે. સુંદરતા અને સ્ટાઈલની બાબતમાં તે દીપિકાને ટક્કર આપે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે રિતિકા અભિનેત્રી પણ રહી ચુકી છે. તેણે કેટલીક ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. જોકે હવે તે ફિલ્મ અને ટીવીની દુનિયાથી દૂર છે. તે સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ નથી.

રોયલ લુકમાં રહેવાનું કરે છે પસંદ: રિતિકા ભવનાની એક પ્રાઈવેટ પર્સન છે. તેને પોતાની લાઈફ પબ્લિક કરવી પસંદ નથી. રિતિકા ખૂબ જ રોયલ લાઈફ જીવે છે. તેનો લુક હંમેશા રોયલ અને એલીગેંટ રહે છે. તે જ્યારે બહાર આવે છે, ત્યારે બધાની નજર તેના પર અટકી જાય છે. તેની સ્ટાઈલ સૌથી અલગ હોય છે.

રિતિકાના પિતાનું નામ જગદીશ સિંહ ભવનાની છે. તેઓ રિયલ એસ્ટેટના બિઝનેસમાં છે. સાથે જ તેની માતા અંજુ ભવનાની એક હાઉસવાઈફ છે. રિતિકાનો ઉછેર એક મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. આ દરમિયાન તેના ભાઈ રણવીર સાથે તેનો સંબંધ ખૂબ જ મજબૂત રહ્યો છે. જ્યારે રણવીર નાનો હતો ત્યારે રિતિકા તેને રોજ ચોકલેટ આપતી હતી. બસ ત્યારથી તેને મીઠાઈ ખાવાની આદત પડી ગઈ.

રિતિકા રણવીરને ક્યારેય રાખડી બાંધવાનું ભૂલતી નથી. જ્યારે રણવીર તેના અભ્યાસ માટે અમેરિકા ગયો હતો ત્યારે તે તેને રાખડી, ચોખા, કંકુ અને કેટલાક પૈસા મોકલતી હતી. રિતિકાને પ્રાણીઓ સાથે ખૂબ પ્રેમ છે. ખાવામાં તેને ઈન્ડિયન અને ચાઈનીઝ ફૂડ પસંદ છે. તે લંડનમાં રજાઓ પસાર કરવાનું પસંદ કરે છે. રિલેશનશિપમાં તે સોનમ કપૂરની કઝિન પણ છે.