સાસરીમાં કંઈક આવી રીતે થઈ રહી છે રણવીરની મેહમાન નવાજી, અભિનેતા એ તસવીર શેર કરીને ચાહકોને રિજવ્યા

બોલિવુડ

અભિનેતા રણવીર સિંહ અને અભિનેત્રી દીપિકા પાદુકોણની જોડી હિન્દી સિનેમાની પ્રખ્યાત અને લોકપ્રિય જોડીમાં શામેલ છે. બંને કલાકારો જ્યારે પણ એક સાથે જોવા મળે છે, ત્યારે તે બંને ચાહકોને કપલ ગોલ આપતા જોવા મળે છે. બંનેની જોડીના દરેક લોકો ચાહક છે.

જણાવી દઈએ કે આ દિવસોમાં રણવીર સિંહ તેના સાસરિયામાં સમય પસાર કરી રહ્યા છે. તે પોતાની પત્ની દીપિકા પાદુકોણના માતા-પિતાના ઘરમાં મેહમાન નવાજીનો આનંદ લઈ રહ્યા છે. નોંધપાત્ર છે કે દીપિકાનું ઘર કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં છે. અહીં તેના માતા-પિતા રહે છે.

તાજેતરમાં જ રણવીર સિંહે કેટલીક તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી શેર કરી છે. જે ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. રણવીર સિંહે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. તેમાં જોઈ શકાય છે કે કેવી રીતે સાસરિયામાં રણવીરની ખાતિરદારી થઈ રહી છે.

રણવીરે જે તસવીરો શેર કરી છે તેમાં એક તસવીર દીપિકા પાદુકોણના બાળપણની પણ છે અને દીપિકાના પિતા પણ જોવા મળી રહ્યા છે. તેમાં દીપિકા પાદુકોણ પોતાની ક્યુટનેસથી રણવીરનું દિલ જીતી રહી છે.

તાજેતરમાં જ આ તમામ તસવીરોને રણવીર સિંહે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી શેર કરી છે. તેમાં રણવીરે સાસરિયામાં ખવડાવવામાં આવેલી બદામ મિલ્ક અને ચિરોટી હાલુ નામની સ્વીટ ડીશ વિશે પણ જણાવ્યું. જણાવી દઈએ કે આ ડીશ કર્ણાટકની પ્રખ્યાત સ્વીટ ડિશ છે.

વર્ષ 2018માં થયા હતા રણવીર-દીપિકા ના લગ્ન: જણાવી દઈએ કે રણવીર અને દીપિકાએ થોડા સમય સુધી ડેટ કર્યા પછી વર્ષ 2018માં લગ્ન કર્યા હતા. બંને કલાકારોના લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા હતા. સાથે જ બંનેના વેડિંગ રિસેપ્શનમાં ફિલ્મ સ્ટાર્સનો જમાવડો જોવા મળ્યો હતો. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્નને ત્રણ વર્ષથી વધુ સમય થઈ ગયો છે.

વાત રણવીરના વર્ક ફ્રન્ટની કરીએ તો તે છેલ્લી વખત મોટા પડદા પર ફિલ્મ ’83’માં જોવા મળ્યા હતા. જોકે આ ફિલ્મ આશા મુજબ પ્રદર્શન કરી શકી નથી. હવે રણવીર સિંહ આગામી દિવસોમાં રોકી ઔર રાની કી પ્રેમ કહાની, જયેશભાઈ જોરદાર અને સર્કસ જેવી ફિલ્મોમાં જોવા મળવાના છે.

સાથે જ દીપિકા પાદુકોણના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે પણ ફિલ્મ ’83’માં જોવા મળી હતી. પરંતુ તેની છેલ્લી રિલીઝ ફિલ્મ ‘ગહરાઈયાં’ છે. આ ફિલ્મ 11 ફેબ્રુઆરીએ OTT પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં દીપિકાએ સિદ્ધાંત ચતુર્વેદી સાથે જોરદાર ઇન્ટિમેટ સીન્સ આપ્યા છે.