બોલિવૂડ સેલેબ્સના બાળપણની તસવીરો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. ઘણા ચાહકો સેલેબ્સને ઓળખી લે છે, તો ઘણા ચાહકો તેમને ઓળખી શકતા નથી. તાજેતરમાં સોશિયલ મીડિયા પર બોલિવૂડના એક પ્રખ્યાત અભિનેતાની તસવીર વાયરલ થઈ રહી છે. જે ખુશીથી ઝૂમતા જોવા મળી રહી છે.
જો તમે તસવીરમાં જોવા મળતા આ છોકરાને ઓળખી ગયા તો તમારામાં કંઈક ખાસ છે, સાથે જ જો તમે તેને ઓળખી શક્યા નથી તો તેનો અર્થ એ નથી કે તમે ખાસ નથી. તો ચાલો તમને જણાવીએ કે આ છોકરો કોણ છે. તસવીરમાં જોવા મળતો આ નાનો છોકરો રણવીર સિંહ છે.
રણવીરે પોતે શેર કરી પોતાના બાળપણની તસવીર: જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ તસવીર રણવીર સિંહે પોતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી લગભગ ચાર વર્ષ પહેલા શેર કરી હતી. તસવીર પોસ્ટ કરતા અભિનેતાએ લખ્યું હતું કે, “હવામાં હાથ, જેમ કે મને ‘ડોન’ની જેમ પરવા નથી.
6 જુલાઈ 1985ના રોજ મુંબઈમાં જન્મેલા અભિનેતા રણવીર સિંહ 37 વર્ષના થઈ ગયા છે. રણવીર સિંહ દર વર્ષે 6 જુલાઈએ પોતાનો જન્મદિવસ ઉજવે છે. આજે રણવીર બોલિવૂડનું મોટું નામ છે. પહેલી જ ફિલ્મથી તે સ્ટાર બની ગયા હતા અને પછી થોડા વર્ષો સુધી સતત શ્રેષ્ઠ કામને કારણે હવે તે સુપરસ્ટાર બની ગયા છે. રણવીરે એક એડવર્ટાઈઝિંગ એજન્સીમાં લેખક તરીકે કામ કરવાથી લઈને એક બોલિવૂડના સફળ અભિનેતા બનવા સુધીની લાંબી સફર કરી છે.
રણવીર બોલિવૂડમાં આવતા પહેલા એક એડવર્ટાઈઝિંગ એજન્સીમાં લેખક તરીકે કામ કરતા હતા, જોકે તે અભિનેતા બનવા ઈચ્છતા હતા અને નિયમિત રીતે ઓડિશન આપતા હતા. તેણે 2010ની ફિલ્મ બેન્ડ બાજા બારાત માટે પણ ઓડિશન આપ્યું હતું અને ફિલ્મ નિર્માતા આદિત્ય ચોપરા દ્વારા તેની પસંદગી કરવામાં આવી હતી. ત્યાર પછી રણવીરને આ ફિલ્મમાં લીડ રોલ મળ્યો. રણવીર સિંહની પહેલી ફિલ્મ હિટ રહી હતી, જેમાં અભિનેતાએ અનુષ્કા શર્મા સાથે કામ કર્યું હતું.
દીપિકા પાદુકોણ સાથે કર્યા લગ્ન: રણવીર સિંહનું દિલ હિન્દી સિનેમાની પ્રખ્યાત અને સુંદર અભિનેત્રી દીપિકા પાદુકોણ માટે ધબકતું હતું. બંને કલાકારોએ થોડા વર્ષો સુધી ડેટિંગ કર્યા પછી વર્ષ 2018માં ધૂમધામથી લગ્ન કર્યા હતા. હવે ચાહકો ઈચ્છે છે કે જલ્દીથી બંને માતા-પિતા બનવાના સારાસમાચાર આપે.
વાત રણવીરના વર્ક ફ્રન્ટ વિશે કરીએ તો, તેની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’ હતી, જોકે આ ફિલ્મ ફ્લોપ રહી હતી. હવે રણવીર આગામી દિવસોમાં ‘સર્કસ’, તમિલ ફિલ્મ એનિયનની હિન્દી રિમેક, ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ જેવી ફિલ્મોમાં જોવા મળશે. ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં તેની સાથે મુખ્ય ભુમિકામાં આલિયા ભટ્ટ હશે.