આ બાબતમાં દરેક અભિનેત્રીથી આગળ છે રાની મુખર્જી, જીત્યા છે આટલા અધધ એવોર્ડ…

બોલિવુડ

બોલિવૂડની જાણીતી અભિનેત્રી રાની મુખર્જી આજે 43 વર્ષની થઈ ગઈ છે. ખૂબ જ નાની ઉંમરે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરનારી રાની મુખર્જીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સારું નામ કમાવ્યું છે. એક સમયે પોતાના અવાજને કારણે મુશ્કેલીઓનો સામનો કરી ચૂકેલી રાનીએ આગળ વધીને પોતાના દમથી જ ઈંડસ્ટ્રીમાં એક ખાસ ઓળખ બનાવી છે. ચાલો આજે અમે તમને રાની મુખર્જી સાથે જોડાયેલી કેટલીક એવી વાતો જણાવીએ, જેના વિશે તમે પહેલા ભાગ્યે જ સાંભળ્યું હશે.

અભિનેત્રી બનવાની ઇચ્છા ન હતી: આજે રાની મુખર્જીની ગણતરી બોલિવૂડની સફળ અભિનેત્રીઓમાં થાય છે, પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે રાની ક્યારેય ફિલ્મોમાં આવવા ઈચ્છતી ન હતી. એવું કહેવામાં આવે છે કે તેણીએ ફેશન ડિઝાઇનર બનવાનું સપનું જોયું હતું, પરંતુ તેના નસીબમાં અભિનેત્રી બનવાનું લખ્યું હતું અને તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત તેના પિતા રામ મુખર્જીની ફિલ્મ દ્વારા થઈ હતી.

બંગાળીનેમાથી લીધી એંટ્રી:  સિઘણા લોકોને લાગે છે કે રાની મુખર્જીની ફિલ્મી કારકિર્દીની શરૂઆત હિન્દી સિનેમાથી થઈ હશે, પરંતુ તમને જણાવી દઈએ કે, રાનીએ તેની કારકીર્દિની શરૂઆત બંગાળી સિનેમાથી કરી હતી. તેની પહેલી ફિલ્મ બિયેર ફૂલ હતી. આ ફિલ્મ તેમના પિતા રામ મુખર્જી દ્વાર બનાવવામાં આવી હતી. રાની સાથે આ ફિલ્મમાં અભિનેતા પ્રોસેનજીત ચેટરજી જોવા મળ્યા હતા.

આદિત્ય ચોપરા સાથે લીધા સાત ફેરા: 37 વર્ષની ઉંમરે રાની મુખર્જીએ પોતાનાથી ઉંમરમાં 6 વર્ષ મોટા જાણીતા ફિલ્મ નિર્માતા આદિત્ય ચોપડા સાથે સાત ફેરા લીધા હતા. બંનેના લગ્ન વર્ષ 2014 માં થયા હતા. આજે બંને એક પુત્રી આદીરાના માતા-પિતા છે. ખાસ વાત એ છે કે લગ્ન પછી પણ રાનીએ ફિલ્મોમાં કામ કરવાનું બંધ કર્યું નહીં. તેણે પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં સંતુલન જાળવી રાખ્યું. લગ્ન પછી રાની મરદાની સિરીઝ અને હિંચકી જેવી સુંદર ફિલ્મોનો ભાગ રહી અને તેણે આ ફિલ્મોથી ઘણી હેડલાઇન્સ બનાવી હતી.

રાનીની સુંદર ફિલ્મો: રાનીએ તેની 25 વર્ષની ફિલ્મી કારકિર્દીમાં એકથી એક ચઢિયાતી હિટ ફિલ્મો આપી છે. તેમની સફળ ફિલ્મોમાં ગુલામ, કુછ કુછ હોતા હૈ, મન, હેલો બ્રધર, હે રામ, હદ કર દી આપને, બિચ્છૂ, હર દિલ જો પ્યાર કરેગા, કહી પ્યાર ના હો જાએ, ચોરી ચોરી ચૂપકે ચૂપકે, નાયક અને કભી ખુશી કભી ગમ, સાથિયા, ચલતે ચલતે, એલઓસી કારગિલ, યુવા, હમ તુમ, વીર ઝારા, બ્લેક, બંટી ઔર બબલી, બાબુલ, લાગા ચુનરી મેં દાગ ઔર સાંવરિયા, નો વન કીલ્ડ જેસિકા, દિલ બોલે હડિપ્પાની ગણતરી કરવામાં આવે છે. મળતી માહિતી મુજબ રાનીની આગામી ફિલ્મ બંટી ઔર બબલીનો બીજો ભાગ હોઈ શકે છે.

એવોર્ડ જીતવામાં બધી અભિનેત્રીને છોડી પાછળ: રાની મુખર્જીની સુંદર એક્ટિંગનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમણે એ કામ કર્યું છે જે કોઈ અભિનેત્રી કરી શકી નથી. રાનીને ઘણા એવોર્ડ મળ્યા છે. તમને જણાવી દઈએ કે રાનીને તેની 25 વર્ષની ફિલ્મ કારકિર્દીમાં અત્યાર સુધી 17 વખત ફિલ્મફેર એવોર્ડ માટે નૉમિનેટ કરવામાં આવી છે. તેમાંથી રાનીએ 7 વખત ફિલ્મફેર એવોર્ડ મેળવ્યો છે. આટલી વખત બીજી કોઈ અભિનેત્રીએ આ સિદ્ધિ મેળવી નથી. આટલું જ નહીં, તે આઈફા, ઝી સિને, સ્ટાર ગિલ્ડ, સ્ક્રીન એવોર્ડ સહિતના અન્ય ઘણા એવોર્ડ મેળવવામાં સફળ રહી છે.

ફિલ્મી બેકગ્રાઉંડ સાથે સંબંધ ધરાવે છે રાની મુખર્જી: જણાવી દઈએ કે, રાનીના પિતા જ નહીં પરંતુ તેમના પરિવારના અન્ય સભ્યો પણ ફિલ્મી દુનિયા સાથે જોડાયેલા છે. તેમની માતા કૃષ્ણા મુખર્જી પ્લેબેક સિંગર રહી ચૂકી છે. જ્યારે તેમના ભાઈ રાજા મુખર્જી પણ ડિરેક્ટર અને નિર્માતા છે. સાથે જ તમને જણાવી દઈએ કે, પ્રખ્યાત અભિનેત્રી કાજોલ અને રાની વચ્ચે એક કઝીન બહેનોનો સંબંધ છે. આ સાથે જ પ્રખ્યાત ડિરેક્ટર અયાન મુખર્જી પણ રાનીના કઝીન ભાઈ છે.

Leave a Reply

Your email address will not be published.