કરોડોની કાર, લક્ઝરી ઘર અને આટલી અધધધ સંપત્તિની માલિક છે રાની મુખર્જી, જીવે છે માહારાણીઓ જેવું જીવન

બોલિવુડ

અભિનેત્રી રાની મુખર્જીએ હિન્દી સિનેમામાં પોતાની એક ખાસ ઓળખ બનાવી છે. તે લગભગ 25 વર્ષથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે અને આ અઢી દાયકાના સમયમાં તેણે ઘણી સુંદર ફિલ્મોમાં કામ કર્યું છે. રાની મુખર્જીની એક્ટિંગને દરેકે પસંદ કરી છે.

રાની મુખર્જી માટે 21 માર્ચ ખૂબ જ ખાસ દિવસ હોય છે. આ દિવસે રાનીનો જન્મ વર્ષ 1978માં મુંબઈમાં થયો હતો. રાનીએ ખૂબ નામ કમાવવાની સાથે સાથે ખૂબ સંપત્તિ પણ કમાઈ છે. તે કરોડો રૂપિયાની સંપત્તિની માલિક છે. તેની પાસે સુખ-સુવિધાની દરેક ચીજ છે. તે એક લક્ઝરી જીવન જીવે છે.

વાત સૌથી પહેલા કરીએ રાની મુખર્જીની કુલ સંપત્તિ વિશે તો કહેવામાં આવે છે કે રાની મુખર્જીએ ફિલ્મી દુનિયામાંથી ખૂબ સારી કમાણી કરી છે. 44 વર્ષની આ અભિનેત્રી પ્રાપ્ત મીડિયા રિપોર્ટ્સ મુજબ 12 મિલિયન યુએસ ડોલરની માલિક છે. ભારતીય ચલણમાં તે કુલ 90 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે.

લક્ઝરી કારમાં મુસાફરી કરે છે રાની: રાની મુખર્જી પાસે ઘણી મોંઘી અને લક્ઝરી કાર પણ છે. માહિતી મુજબ, રાની મુખર્જી પાસે ઓડી અને મર્સિડીઝ જેવી મોંઘી કંપનીઓની કાર છે. તેની પાસે લગભગ બે કરોડ રૂપિયાની કિંમતની ઓડી A8 W12 છે જે તેને તેના પતિ તરફથી ગિફ્ટમાં મળી હતી. સાથે જ રાની પાસે મર્સિડીઝ એસ ક્લાસ અને મર્સિડીઝ બેન્ઝ ઈ ક્લાસ જેવી કાર પણ છે.

તાજેતરમાં જ ખરીદ્યું 7 કરોડ રૂપિયાનું ઘર: જોકે રાની પોતાના પતિ આદિત્ય ચોપરા અને પુત્રી આદિરા સાથે મુંબઈમાં એક ખૂબ જ લક્ઝરી અને સુંદર ઘરમાં રહે છે, જેની કિંમત કરોડોમાં છે, સાથે જ રાનીએ તાજેતરમાં જ એક અન્ય ઘર ખરીદ્યું છે. કહેવાય છે કે અભિનેત્રીના નવા ઘરની કિંમત લગભગ સાત કરોડ રૂપિયા છે.

જણાવી દઈએ કે રાનીએ પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત બંગાળી ફિલ્મ બિયર ફૂલથી કરી હતી. આ ફિલ્મમાં તેણે સહાયક ભૂમિકા નિભાવી હતી. તેનું નિર્દેશન રાનીના પિતા રામ મુખર્જીએ કર્યું હતું. ત્યાર પછી અભિનેત્રીએ હિન્દી સિનેમામાં કામ કર્યું અને પોતાની મોટી અને અલગ ઓળખ બનાવી.

રાનીએ પોતાની 25 વર્ષની કારકિર્દીમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેની ઘણી ફિલ્મો સુંદર રહી છે. તેમની સફળ ફિલ્મોમાં મુખ્ય રીતે ‘કુછ કુછ હોતા હૈ’, ‘બંટી ઔર બબલી’, ‘કભી અલવિદા ના કહના’ અને ‘મર્દાની’ જેવી ફિલ્મો સ્થાન ધરાવે છે.

રાનીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેની આગામી ફિલ્મ ‘મિસેઝ ચેટર્જી વર્સેસ નોર્વે’ છે. આ પહેલા તે બંટી ઔર બબલી 2 માં જોવા મળી હતી જે ખરાબ રીતે ફ્લોપ રહી હતી.