કરીના સાથે લગ્ન કરતા પહેલા રાની મુખર્જીએ સૈફને આપી હતી આ ખાસ સલાહ, અભિનેતા એ પોતે જ કર્યો છે ખુલાસો

બોલિવુડ

અભિનેતા સૈફ અલી ખાન અને અભિનેત્રી કરીના કપૂર ખાન બોલીવુડની પ્રખ્યાત અને પાવર કપલમાંની એક છે. બંને ઘણીવાર હેડલાઇન્સ અને ચર્ચાઓનો વિષય બની રહે છે. આ કપલને લોકો પ્રેમથી ‘સૈફીના’ પણ કહે છે. નોંધપાત્ર વાત એ છે કે, વર્ષ 2012 માં સૈફ અલી ખાન અને કરીનાના લગ્ન થયા હતા. આજે બંને બે પુત્રોના માતા-પિતા છે.

 

મોટાભાગે, સૈફ અને કરીના તેમની પર્સનલ લાઈફને લઈને પણ હેડલાઇન્સ બનાવે છે. બંને વચ્ચે ઉંમરનો તફાવત પણ લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. જ્યારે કરીના 40 વર્ષની છે, તો સૈફ અલી ખાન 50 વર્ષનો છે. બંને વચ્ચે 10 વર્ષનો તફાવત છે અને જ્યારે કરીનાએ સૈફ સાથે લગ્ન કર્યા હતા ત્યારે સૈફ અલી ખાન છૂટાછેડા લીધેલા અને બે બાળકોનો પિતા હતો.

એવું કહેવામાં આવે છે કે ફિલ્મ ‘ટશન’ ના શૂટિંગ દરમિયાન બંને વચ્ચે નિકટતા વધી ગઈ હતી. બંનેએ એકબીજાને થોડા વર્ષો સુધી ડેટ કરી હતી અને 2012 માં બંનેએ લગ્ન કરી લીધાં હતાં. સૈફ અલી ખાને એક વખત કરીના અને તેના સંબંધો વિશે કરીનાના રેડિયો ચેટ શો વોટ વુમન વોન્ટ પર કેટલાક રસપ્રદ ખુલાસા કર્યા હતા. આ દરમિયાન સૈફે એમ પણ કહ્યું હતું કે, અભિનેત્રી રાની મુખર્જીએ કરીના અને તેના સંબંધોને લઈને એક સલાહ આપી હતી.

રેડિયો શોમાં કરીના સાથે વાત કરતી વખતે સૈફ અલી ખાને કહ્યું હતું કે, રાની મુખર્જીએ તેમને સલાહ આપી હતી અને કહ્યું હતું કે, “સંબંધને વારંવાર ટ્રીટ કરવો, એવું વિચારવું કે તમારા ઘરે બે હીરો રહી રહ્યા છે. બે વ્યક્તિ જે વર્કિંગ છે જો સંબંધ તે રીતે વિચારીને હેંડલ કરશો તો તમને ક્યારેય કોઈ સમસ્યા નહી થાય” સૈફની વાત પર, કરીનાએ કહ્યું કે દરેક માણસે આ સલાહને ફોલો જોઈએ. જણાવી દઈએ કે રાની અને સૈફે ફિલ્મ હમ-તુમ માં સાથે કામ કર્યું છે.

જણાવી દઈએ કે સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનના લગ્નને આઠ વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે. બંને એક સાથે સુખી જીવન જીવી રહ્યા છે. લગ્નના લગભગ ચાર વર્ષ પછી, કરિનાએ 2016 માં એક પુત્ર તૈમૂર અલી ખાનને જન્મ આપ્યો, જે આજે સૌથી વધુ પ્રખ્યાત સ્ટાર કિડ માનવામાં આવે છે, જ્યારે આ વર્ષે 21 ફેબ્રુઆરીએ સૈફ અને કરીના બીજા પુત્રના માતા-પિતા બન્યા છે. તાજેતરમાં સૈફ અને કરીનાના બીજા પુત્રની ન તો કોઈ તસવીર સામે આવી છે કે ન તો હજી સુધી તેના નામનો ખુલાસો થયો છે. બંનેના ચાહકો તેના વિશે જાણવા માટે આતુર છે.