જ્યારે રાની મુખર્જીના લગ્નમાં પંડિતજી એ કરી હતી આવી માંગ, ત્યાર હસી-હસીને લોત-પોત થઈ ગઈ હતી અભિનેત્રી

બોલિવુડ

હિન્દી સિનેમાની પ્રખ્યાત અને સફળ અભિનેત્રી રાની મુખર્જી બોલિવૂડ સાથે છેલ્લા 25 વર્ષથી જોડાયેલી છે. આ વર્ષે રાની મુખર્જીએ બોલિવૂડમાં 25 વર્ષ પૂરા કર્યા છે. આ 25 વર્ષોમાં રાની મુખર્જીએ ઘણી સુંદર ફિલ્મોમાં કામ કર્યું છે. રાની મુખર્જી એક પુત્રી આદીરાની માતા છે. જણાવી દઈએ કે રાની મુખર્જીએ પ્રખ્યાત ફિલ્મ નિર્માતા આદિત્ય ચોપડા સાથે લગ્ન કર્યા હતા.

વર્ષ 2014 માં રાની મુખર્જીએ પોતાના કરતા લગભગ 6 વર્ષ મોટા આદિત્ય ચોપરા સાથે સાત ફેરા લીધા. આજે આ કપલ એક સાથે ખૂબ ખુશ છે અને એક સુંદર જીવન જીવી રહ્યા છે. થોડા સમય પહેલા રાનીએ તેના લગ્ન સાથે જોડાયેલા એક કિસ્સા વિશે વાત કરી હતી અને તે દરમિયાન તે કોઈ વાત પર હસી-હસીને લોત પોત થઈ ગઈ હતી.

ખરેખર થોડા દિવસો પહેલા અભિનેત્રી રાની મુખર્જી ઈન્ડસ્ટ્રીની પ્રખ્યાત ડ્રેસ ડિઝાઇનર સબ્યસાચી મુખર્જી સાથે એક શોમાં પહોંચી હતી. શોમાં રાનીએ તેના લગ્નના ઘણાં ખુલાસા કર્યા હતા. બીજી તરફ ડિઝાઇનર સબ્યસાચી મુખર્જીએ પણ રાનીના લગ્ન સાથે જોડાયેલો એક સુંદર કિસ્સો બધાને સંભાળાવ્યો હતો.

સબ્યસાચી મુખર્જીએ શોમાં કહ્યું હતું કે રાનીના લગ્નમાં તેમની જવાબદરઈ હતી કે બંગાળથી પંડિતને ઇટાલી લઈને આવે. જણાવી દઇએ કે આ દરમિયાન સબ્યસાચી મુખર્જી પંડિતજી માટે ટ્રાંસલેટરનું કાર્ય પણ કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં એક દિવસ પંડિતજી તેમની પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે, ‘થોડા ચોખા મળશે?’

સબ્યસાચી મુખર્જીએ આગળ કહ્યું કે, જ્યારે પંડિતજીએ તેમની પાસે ચોખા માંગ્યા ત્યારે તેમણે પંડિતજીને સવાલ કર્યો કે, તમારે ચોખા શા માટે જોઈએ છે? તો તેમણે કહ્યું કે, ‘મને ગેસની સમસ્યા થઈ રહી છે. અહીં દરરોજ મને મેગી ખાવા માટે આપવામાં આવે છે.’ બીજી જ ક્ષણે રાની અને સબ્યસાચી મુખર્જી પોતાનું પેટ પકડીને મોટેથી હસી રહ્યા હતા કારણ કે પંડિતજી સ્પૈગેટીને મેગી સમજી રહ્યા હતા.

જણાવી દઈએ કે રાની મુખર્જી અને આદિત્ય ચોપરાના લગ્ન ઇટાલીમાં થયા હતા. બંનેએ વર્ષ 2014 માં સાત ફેરા લીધા હતા. રાની આદિત્યની બીજી પત્ની છે. આ પહેલા આદિત્યએ વર્ષ 2001 માં પાયલ ખન્ના સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન માત્ર 8 વર્ષ સુધી ચાલ્યા. આ સંબંધ વર્ષ 2009 માં સમાપ્ત થઈ ગયો હતો. રાની સાથે લગ્ન કરવા માટે, આદિત્યએ પાયલને છૂટાછેડા આપી દીધા હતા. આ પછી રાની અને આદિત્યએ ઘણાં વર્ષો સુધી એકબીજાને ડેટ કરી અને પછી વર્ષ 2014 માં બંનેએ લગ્ન કરી લીધાં.