એક સમયે પાકી સહેલી હતી રાની-એશ્વર્યા, જાણો 19 વર્ષ પહેલા એવું શું બન્યું હતું કે આજે પણ બંને વાત નથી કરતી

બોલિવુડ

બોલિવૂડ ફિલ્મોમાં તમે અવારનવાર સંબંધો બનતા અને બગડતા જોયા હશે. ફિલ્મમાં જરૂર હેપ્પી એન્ડિંગ જોવા મળે છે અને છેલ્લે બધું જ સારું થઈ જાય છે. પરંતુ રિયલ લાઈફમાં આવું બનવું જરૂરી નથી. બોલિવૂડમાં કામ કરનારાઓની દુનિયામાં સંબંધો બગડે તો સુધરવાનું નામ નથી લેતા.

આવું જ કંઈક બન્યું પોતાના જમાનાની બે ટોપ અભિનેત્રીઓ સાથે જે પાકી સહેલીઓ હતી. અમે વાત કરી રહ્યા છીએ રાની મુખર્જી અને એશ્વર્યા રાયની જે એક સમયે પાકી સહેલીઓ હતી. બંને એકબીજા સાથે જોવા મળતી હતી. સુખ હોય કે દુ:ખ બંને એકબીજા માટે ઊભી રહેતી હતી. જોકે, 19 વર્ષ પહેલા બનેલી એક ઘટનાએ બંનેની વાત બંધ કરાવી દીધી હતી.

શાહરૂખ સાથે ફિલ્મ કરી રહી હતી એશ્વર્યા એ: એશ્વર્યા રાય બચ્ચનની કારકિર્દી તે સમયે પિક પર હતી. તેની રાની મુખર્જી સાથે પણ ખૂબ સારી મિત્રતા હતી. સાથે જ શાહરૂખ ખાન પણ બંનેના સારા મિત્ર હતા. એશની વર્ષ 2002માં ફિલ્મ આવી હતી, જેનું નામ દેવદાસ હતું. આ ફિલ્મ સુપરહિટ રહી હતી અને બંનેની કેમેસ્ટ્રીને ખૂબ પસંદ કરવામાં આવી હતી.

ત્યાર પછી શાહરૂખ બંનેની જોડીને ફરીથી કેશ કરાવવા ઈચ્છતા હતા. આવી સ્થિતિમાં તેમણે ફિલ્મ ‘ચલતે ચલતે’ પણ એશ્વર્યા સાથે સાઈન કરી હતી. બંનેએ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દીધું હતું. જો કે, તે સમયે એશ્વર્યા અને સલમાન ખાનનું બ્રેકઅપ થઈ ગયું હતું, જેના કારણે સલમાન ખૂબ ગુસ્સે હતા.

આ કારણે તૂટી ગઈ રાની-એશની મિત્રતા: વર્ષ 2003માં જ્યારે શાહરૂખ ખાન અને એશ્વર્યા ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન અભિનેતા સલમાન ખાન સેટ પર પહોંચી ગયા હતા. તેમણે ત્યાં ખૂબ હંગામો કર્યો હતો. એશ્વર્યા રાયનો ગુસ્સો તેમણે સેટ પર કાઢ્યો હતો. ત્યાર પછી શાહરૂખ ખાન ખૂબ ગુસ્સે થઈ ગયા હતા. તેણે હંગામાથી બચવા માટે એશને ફિલ્મમાંથી બહાર કરી દીધી હતી.

પછી જ્યારે શાહરૂખ ખાન નવી હિરોઈનની શોધ કરવા લાગ્યા તો તેની નજરમાં બે નામ સામે આવ્યા. તેમાં કાજોલ અને રાની મુખર્જીનું નામ હતું. કાજોલે કોઈ કારણસર આ ફિલ્મ કરવાની મનાઈ કરી હતી, પરંતુ રાનીએ વિચાર્યા વગર જ ફિલ્મ માટે હા પાડી દીધી હતી. આ વાત એશ્વર્યાને ખૂબ જ ખરાબ લાગી હતી. તેણે તેને છેતરપિંડી સમજ્યું હતું અને ત્યારથી વાતચીત બંધ કરી દીધી.

અભિષેક બચ્ચન પણ બન્યા હતા દુશ્મનીનું કારણ: એશ્વર્યાને માત્ર રાની મુખર્જી દ્વારા તેની ફિલ્મ સાઈન કરવામાં ખરાબ લાગ્યું ન હતું. આ ઉપરાંત અભિષેક બચ્ચન પણ તેનું કારણ બન્યા હતા. તે દિવસોમાં રાની અને અભિષેકના અફેરની ખૂબ ચર્ચાઓ થતી હતી. બંનેએ સાથે ખૂબ કામ કર્યું હતું. આ દરમિયાન એશ્વર્યાએ અભિષેક બચ્ચનનો હાથ પકડ્યો હતો.

એશ્વર્યાએ રાની મુખર્જીને તેના લગ્નમાં પણ આમંત્રણ આપ્યું ન હતું. આ કારણે રાની મુખર્જી ખૂબ જ ચિડાઈ ગઈ હતી. પછી તેણે એક ઈન્ટરવ્યુમાં પોતાની નારાજગી પણ વ્યક્ત કરી હતી. તેણે કહ્યું હતું કે જો તેને આમંત્રણ આપવામાં આવ્યું હોત તો તે જરૂર જાત. રાનીએ કહ્યું કે તેનાથી જાણ થાય છે કે કોણ સેટ પર મિત્ર છે અને કોણ રિયલ લાઈફમાં મિત્રતા નિભાવે છે.