જો આ કારણે રાની મુખર્જી અને અભિષેક બચ્ચનનું બ્રેકઅપ ન થયું હોત તો આજે અમિતાભની પૂત્રવધૂ હોત રાની

બોલિવુડ

બોલિવૂડની સર્વશ્રેષ્ઠ અભિનેત્રી રાની મુખર્જીએ 21 માર્ચે તેનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. રાનીએ તેની કારકિર્દીમાં એકથી એક ચઢિયાતી ફિલ્મો આપી છે. રાની મુખર્જી એક સમયે એક એવી અભિનેત્રી હતી જેને દરેક વ્યક્તિ તેની ફિલ્મમાં લેવા ઈચ્છતા હતા. રાનીના ચાહકો લાખોમાં હતા અને આજે પણ છે. તે આજે પણ બોલિવૂડમાં એક્ટિવ છે અને મરદાની જેવી ફિલ્મ આપીને બધાને દંગ કરી રહી છે.

રાની મુખર્જીએ આદિત્ય ચોપડા સાથે લગ્ન કર્યા છે. તે આદિત્યની બીજી પત્ની છે. પરંતુ એક સમય એવો હતો જ્યારે રાની મુખર્જી બચ્ચન પરિવારની ખૂબ નજીક હતી. રાની મુખર્જી અને અભિષેક બચ્ચનનાં લગ્નની ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ હતી. રાની મુખર્જી અને અભિષેક બચ્ચનની મિત્રતા પણ ખૂબ ગાઢ હતી. તેઓએ સાથે મળીને ‘બંટી ઔર બબલી’, ‘કભી અલવિદા ના કહેના’, ‘યુવા’ જેવી ફિલ્મો આપી હતી.

‘બંટી અને બબલી’ માં બંનેની એક્ટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ સમય દરમિયાન અભિષેક બચ્ચન અને કરિશ્મા કપૂરની સગાઈ થઈ ચુકી હતી, પરંતુ પછી તે તૂટી ગઈ હતી. આ પછી રાની મુખર્જી બચ્ચન પરિવારની ખૂબ નજીક હતી. અભિષેક સાથે તેના લગ્નના સમાચાર પણ આવી રહ્યા હતા.

રિપોર્ટ અનુસાર બંગાળી હોવાને કારણે જયા બચ્ચન રાનીને ખૂબ પસંદ પણ કરતી હતી. અમિતાભના પરિવાર સાથે રાનીની વધતી નિકટતાનું બીજું કારણ તે પણ હતું કે તે અમિતાભ બચ્ચન સાથે ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી. બંને સ્ટાર્સે કભી ખુશી કભી ગમ, બંટી ઔર બબલી, બ્લેક, કભી અલવિદા ના કહના, બાબુલ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. આ તે સમયગાળો હતો જ્યારે રાની તેની કારકિર્દીના પિક પોઈન્ટ પર હતી.

આ દરમિયાન કંઈક એવું બન્યું કે રાની અને અભિષેક વચ્ચેનો સંબંધ શરૂ થયો પરંતુ અંત સુધી પહોંચી શક્યો નહીં. ત્યાર પછી, રાની મુખર્જી બચ્ચન પરિવારથી દૂર ચાલી ગઈ. તેની પાછળ પણ એક મોટું કારણ જણાવવામાં આવે છે. તે કારણ છે અમિતાભ બચ્ચન.

રાની મુખર્જી અને અમિતાભ બચ્ચને બ્લેક ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. તે બંને આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં હતાં. તમને જાણીને આશ્ચર્ય થશે કે બ્લેક ફિલ્મમાં કામ કરવા માટે અમિતાભે ભનસાલી પાસેથી એક રૂપિયો પણ ફી લીધી ન હતી. આ ફિલ્મના એક સીનથી બચ્ચન પરિવારમાં હંગામો મચી ગયો હતો. આ સીન હતો અમિતાભ અને રાની વચ્ચે કિસ નો.

ખરેખર જયા બચ્ચન ઇચ્છતી ન હતી કે રાની મુખર્જી અમિતાભ બચ્ચન સાથે કિસિંગ સીન કરે. પરંતુ રાની આ ફિલ્મમાં અમિતાભને કિસ કરવા માટે સહમત થઈ હતી. અહીંથી બંનેનો સંબંધ તૂટી ગયો. એવું કહેવામાં આવે છે કે આ સીન પછી જયાએ જ આ સંબંધ રાખવાની ના પાડી હતી.

પછી અભિષેકે એશ્વર્યા રાય સાથે લગ્ન કર્યા. તો રાની મુખર્જી ફિલ્મ નિર્દેશક આદિત્ય ચોપડા સાથે ખુશ છે. ફિલ્મમાં કામ કરવા માટે અમિતાભ બચ્ચનને રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો, જ્યારે અભિનેત્રી રાની મુખર્જીને શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.