38 વર્ષના થયા રણબીર કપૂર, કપડાંની જેમ ગર્લફ્રેન્ડ બદલવા માટે છે બદનામ, જુઓ ગર્લફ્રેન્ડનું લિસ્ટ

બોલિવુડ

28 સપ્ટેમ્બર 1982 ના રોજ મુંબઈમાં જન્મેલા રણબીર કપૂર આજે પોતાનો 38 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તે તેની હિટ ફિલ્મોની સાથે સાથે લવ અફેર્સને લઈને પણ ચર્ચામાં છે. બોલીવુડમાં તેની છબિ પ્લેબોયના રૂપમાં છે. તો ચાલો જાણીએ કે તેમનું આજ સુધી કઇ-કઈ અભિનેત્રી સાથે અફેયર રહ્યું છે.

અવંતિકા મલિક: ‘જસ્ટ મોહબ્બત’ ટીવી સીરિયલમાં બાળ કલાકાર રહેલી અવંતિકા મલિક અને રણબીર કપૂર 5 વર્ષ સુધી રિલેશનશિપમાં હતા. જો કે, તેમનું બ્રેકઅપ થયું અને અવંતિકાએ 2011 માં આમિર ખાનના ભત્રીજા ઇમરાન ખાન સાથે લગ્ન કર્યા.

સોનમ કપૂર: સોનમ અને રણબીરના પ્રેમની શરૂઆત સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘બ્લેક’થી થઈ હતી. આ ફિલ્મમાં બંને આસિસ્ટન્ટ ડિરેક્ટર હતાં. પછી 2007 માં, બંનેએ ‘સાવરિયા’ ફિલ્મથી સાથે પ્રવેશ કર્યો. જોકે તેમનું અફેયર પણ થોડા સમય માટે રહ્યું.

પ્રિયંકા ચોપડા: પ્રિયંકા અને રણબીરને ફિલ્મ ‘અંજના અંજાની’ દરમિયાન પ્રેમ થયો હતો. પછી તેમનું બ્રેકઅપ થયું હોવા છતા પણ બંને એકબીજાના સારા મિત્રો બનીને રહ્યા. ફિલ્મ ‘બર્ફી’ માં બંનેની જોડીને પસંદ કરવામાં આવી હતી.

દીપિકા પાદુકોણ: દીપિકા રણબીરના પ્રેમમાં એટલી પાગલ હતી કે તેણે અભિનેતાના નામનું ટેટૂ પણ બનાવ્યું હતું. બંને 2008 માં એકબીજાને ડેટ કરી રહ્યા હતા. તેઓએ 2009 માં ‘બચના એ હસીનો’માં સાથે કામ કર્યું હતું. જો કે, પછી રણબીતનું દિલ કેટરીના કૈફ પર આવી ગયું અને દીપિકા સાથે બ્રેકઅપ થઈ ગયું.

કેટરિના કૈફ: રણબીરે કેટરિના માટે દીપિકાને છોડી દીધી હતી. બંનેને પ્રેમ ‘અજબ પ્રેમ કી ગઝબ કહાની’ દરમિયાન થયો હતો. બંને લિવ ઇન રિલેશનશિપમાં પણ રહ્યા હતાં. પરંતુ જાન્યુઆરી 2016 માં બંનેનું બ્રેકઅપ થયું હતું.

નરગીસ ફાખરી: તેમના પ્રેમની કળી ‘રોકસ્ટાર’ ફિલ્મના શૂટિંગમાં ખીલી હતી. બંને તેમના સંબંધો વિશે ચર્ચામાં રહ્યા હતા, પરંતુ ફિલ્મ રિલીઝ થતાની સાથે જ તેમનું બ્રેકઅપ થયું .

માહિરા ખાન: રણબીરનું નામ પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન સાથે પણ જોડાયું હતું. બંનેની સ્મોકિંગની તસવીર વાયરલ થઈ હતી. જો કે, તેમના સંબંધનું સત્ય હજી પણ એક રહસ્ય છે.

આલિયા ભટ્ટ: રણબીર અને આલિયાની લવ સ્ટોરી મીડિયામાં છેલ્લા ઘણા મહિનાઓથી ટ્રેન્ડ થઈ રહી છે. સમાચાર એવા પણ હતા કે આ બંને જલ્દીથી લગ્ન કરી લેશે, પરંતુ ઋષિ કપૂરના નિધન પછી આ વર્ષે આ ભાગ્યે જ બનશે. આ સિવાય રણબીરનું નામ જેક્લીન ફર્નાન્ડિઝ, નૂરા ફતેહી અને અમિષા પટેલ જેવી અભિનેત્રીઓ સાથે પણ જોડાયું હતું.

Leave a Reply

Your email address will not be published.