માત્ર આલિયા જ નહિં, પરંતુ બહેન રિદ્ધિમા ને પણ રણબીર એ ઉઠાવી હતી ખોળામાં, જુવો રણબીરના લગ્નની કેટલીક ન જોઈ હોય તેવી તસવીરો

બોલિવુડ

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની ચર્ચાઓ સમાપ્ત થવાનું નામ નથી લઈ રહી. ચાહકોમાં પણ આ કપલના લગ્નને લઈને હજુ સુધી ઉત્સાહ બનેલો છે. ઉપરથી ક્ષણ-ક્ષણે રણબીર-આલિયાના લગ્ન સાથે જોડાયેલી નવી તસવીરો પણ આવી રહી છે. આ ચીજો ચાહકોને વધુ દીવાના બનાવી રહી છે. હવે આ સ્થિતિમાં રણબીરના લગ્નની એક એવી તસવીર સામે આવી છે, જેને જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ તસવીરમાં રણબીર પોતાની બહેન રિદ્ધિમાને ખોળામાં ઉઠાવતા જોવા મળી રહ્યો છે.

આ વાત તો દરેક જાણે છે કે રણબીર અને આલિયા 14 એપ્રિલના રોજ લગ્ન કરીને હંમેશા માટે એકબીજાના બની ગયા. બંનેએ લગ્ન પોતાના ‘વાસ્તુ’ એપાર્ટમેન્ટમાં કર્યા. આ લગ્નમાં 30 થી 40 મહેમાનો જ આવ્યા હતા. એટલે કે આ લગ્ન ખૂબ જ પ્રાઈવેટ રાખવામાં આવ્યા હતા. મહેમાનોમાં મોટાભાગે રણબીર-આલિયાના નજીકના સંબંધીઓ અને નજીકના મિત્રો શામેલ હતા.

રણબીર એ બહેનને ઉઠાવી ખોળામાં: રણબીરની બહેન રિદ્ધિમા પોતાના ભાઈના લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહી હતી. તે લગ્નમાં શામેલ થવા માટે પહેલાથી જ દિલ્હીથી મુંબઈ આવી ચૂકી હતી. રણબીરના લગ્ન માટે રિદ્ધિમાએ ખૂબ શોપિંગ કર્યું હતું. તેણે ભાઈના લગ્નમાં એકથી એક ચઢિયાતા સુંદર કપડા પહેર્યા હતા. દરેકની નજર રિદ્ધિમા પર હતી. સાથે જ કેટલાક એ તો તેની પ્રસંશા કરતા એ પણ કહ્યું હતું કે તે દુલ્હન આલિયાથી પણ વધુ સુંદર લાગી રહી છે.

આ દરમિયાન રણબીર અને રિદ્ધિમાની એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં રણબીરે ડાંસ અને મસ્તી કરતા પોતાની બહેન રિદ્ધિમાને ખોળામાં ઉઠાવી લીધી. તસવીરમાં બંને ભાઈ-બહેન ખૂબ જ ખુશ જોવા મળી રહ્યાં હતાં. તેમને જોઈને લાગે છે કે બંને વચ્ચે ખૂબ જ સુંદર બોન્ડિંગ છે. આ તસવીર રિદ્ધિમાએ પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર શેર કરી છે. ચાહકો પણ આ તસવીર પર ખૂબ પ્રેમ લૂટાવી રહ્યા છે.

આલિયા સાથે પણ કરી ચુક્યા છે આ કામ: જોકે રણબીર માત્ર રિદ્ધિમાને જ નહીં પરંતુ આલિયા ભટ્ટને પણ લગ્નમાં પોતાના ખોળામાં ઉઠાવી ચુક્યા છે. લગ્ન સમાપ્ત થયા પછી રણબીર અને આલિયા ‘વાસ્તુ’માંથી બહાર આવ્યા અને મીડિયાને મળ્યા હતા. આ દરમિયાન રણબીરે જોશ-જોશમાં આલિયાને પોતાના ખોળામાં ઉઠાવી લીધી હતી. રણબીરના આ એક્શન માટે આલિયા પોતે પણ તૈયાર ન હતી. તેથી જ્યારે તેણે આ કર્યું ત્યારે તે પણ આશ્ચર્યચકિત થઈ ગઈ. ત્યાર પછી રણબીર તેને ઉઠાવીને પરત પોતાના ઘરે લઈ ગયા હતા.

આ ઉપરાંત લગ્નમાં પણ ઘણા એવા પ્રસંગો આવ્યા જ્યારે રણબીર અને આલિયા એકબીજાની બાહોમાં આવ્યા. ખાસ કરીને મહેંદી સેરેમનીમાં બંનેએ ખૂબ જ મસ્તી કરી હતી. હાલમાં, ચાહકો કપલના હનીમૂન પર જવાની રાહ જોઈ રહ્યા છે. તેઓ ત્યાંની તસવીરો જોવા માટે આતુર છે.