રણબીર કપૂરે જે ફિલ્મો રિજેક્ટ કરી હતી તે રહી બ્લોકબસ્ટર, જાણો લિસ્ટમાં કઈ-કઈ ફિલ્મો છે શામેલ

બોલિવુડ

બોલિવૂડની દુનિયાના પ્રખ્યાત અભિનેતા રણબીર કપૂર આ દિવસોમાં પોતાની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ 9 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી, જેને ચાહકોનો સારો રિસ્પોંસ મળી રહ્યો છે. બોયકટની માંગ વચ્ચે પણ આ ફિલ્મ એ લગભગ 100 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. જો કે આ પહેલીવાર નથી જ્યારે રણબીર કપૂરની ફિલ્મે સારી કમાણી કરી હોય, આ પહેલા પણ તેની ઘણી ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઈ છે.

પરંતુ કેટલીક એવી ફિલ્મો જેમાં રણબીર કપૂરે કામ કરવાની મનાઈ કરી હતી અને પછી આ ફિલ્મો બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. આ ફિલ્મો રિજેક્ટ કર્યા પછી રણબીર કપૂર આજે પણ પછતાઈ રહ્યા હશે. તો ચાલો જાણીએ કઈ એવી ફિલ્મો છે જેમાં રણબીર કપૂરે કામ કરવાની મનાઈ કરી હતી?

ગલી બોય: બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના દમદાર અભિનેતા રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ફિલ્મ ‘ગલી બોય’ બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઈ હતી. આ ફિલ્મનું નિર્દેશન ઝોયા અખ્તરે કર્યું હતું. ફિલ્મમાં રણવીરની એક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી હતી, તો આલિયાના પાત્રની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. કહેવાય છે કે રણવીર સિંહ પહેલા રણબીર કપૂરને તેમાં કાસ્ટ કરવાનો હતો, પરંતુ તેણે કામ કરવાની મનાઈ કરી હતી, ત્યાર પછી આ ફિલ્મ રણવીર સિંહના ખાતામાં ગઈ.

ડેલ્હી બૈલી: આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. જણાવી દઈએ કે આ ફિલ્મમાં ઈમરાન ખાન મુખ્ય ભુમિકામાં જોવા મળ્યા હતા અને આ ફિલ્મ આમિર ખાનના પ્રોડક્શનમાં બની હતી. રિપોર્ટ્સનું માનીએ તો આ ફિલ્મમાં ઈમરાન ખાન પહેલા અભિનેતા રણબીર કપૂરને કાસ્ટ કરવામાં આવ્યા હતા. પરંતુ કોઈ કારણોસર તે આ ફિલ્મમાં કામ કરી શક્યા ન હતા. ત્યાર પછી આ ફિલ્મ ઈમરાન ખાનની જોલીમાં આવી ગઈ અને બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઈ.

જિંદગી ના મિલેગી દોબારા: આ ફિલ્મમાં પ્રખ્યાત અભિનેતા ફરહાન અખ્તર, રિતિક રોશન અને અભય દેઓલ જોવા મળ્યા હતા. આ ફિલ્મને દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો હતો અને બોક્સ ઓફિસ પર પણ તેનું સારું કલેક્શન હતું. જણાવી દઈએ કે આ ફિલ્મમાં પહેલા અભિનેતા રણબીર કપૂરને કાસ્ટ કરવામાં આવ્યા હતા, પરંતુ પછી તેનું પાત્ર પ્રખ્યાત અભિનેતા રિતિક રોશન દ્વારા નિભાવવામાં આવ્યું હતું, જેને પાછળથી ખૂબ પ્રશંસા મળી હતી.

2 સ્ટેટ્સ: પ્રખ્યાત અભિનેતા અર્જુન કપૂર અને આલિયા ભટ્ટની આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. રિપોર્ટ મુજબ આ ફિલ્મમાં પણ અર્જુન કપૂર પહેલા રણબીર કપૂરને કાસ્ટ કરવામાં આવ્યા હતા. પરંતુ કેટલાક કારણોસર તેણે આ ફિલ્મમાં પણ કામ કરવાની મનાઈ કરી હતી. ત્યાર પછી આ ફિલ્મ અર્જુન કપૂર પાસે ગઈ. જણાવી દઈએ કે આ ફિલ્મે લગભગ 100 કરોડથી વધુની કમાણી કરી હતી.

બેન્ડ બાજા બારાત: આ ફિલ્મ દ્વારા અભિનેતા રણવીર સિંહે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે પ્રખ્યાત અભિનેત્રી અનુષ્કા શર્મા પણ જોવા મળી હતી. જણાવી દઈએ કે, ફિલ્મ એ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું હતું. કહેવાય છે કે રણવીર પહેલા આ ફિલ્મ રણબીરને ઓફર કરવામાં આવી હતી પરંતુ તે આ ફિલ્મમાં કામ કરી શક્યા નહિં. એક ઈન્ટરવ્યુમાં રણબીર કપૂરે પોતે કબૂલ્યું હતું કે તેને આ રોલ રિજેક્ટ કરવાનો અફસોસ છે.