લગ્ન પહેલા ખુલ્યું રણબીર કપૂરનું આ મોટું રાજ, દોઢ વર્ષથી નથી ખાધી રોટલી, જાણો શું છે તેનું કારણ

બોલિવુડ

બોલિવૂડમાં આ દિવસોમાં એક ખાસ લગ્નની ચર્ચા થઈ રહી છે. આ લગ્ન આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના છે. કપૂર પરિવારના આ લગ્નને ખાસ બનાવવા માટે ખૂબ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઘરને દુલ્હનની જેમ સજાવવામાં આવી રહ્યું છે. સાથે જ માતા નીતુ કપૂર ગેસ્ટ લિસ્ટ તૈયાર કરવાથી લઈને અન્ય કામોમાં વ્યસ્ત છે.

જો કે નીતુ કપૂરે લગ્નની તૈયારીઓથી લઈને ગેસ્ટ લિસ્ટને ગુપ્ત રાખ્યું છે. અહીં સુધી કે લગ્નની તારીખ પણ સીક્રેટ રાખવામાં આવી રહી છે. છતાં પણ લગ્ન પહેલા રણબીર કપૂરનું મોટું રાજ ખુલી ગયું છે. અભિનેતા રણબીરે દોઢ વર્ષથી રોટલી નથી ખાધી. શું તમે તેનું કારણ જાણવા ઈચ્છો છો? ચાલો તમને જણાવીએ.

આલિયા-રણબીરના લગ્નની ધૂમ: બોલિવૂડમાં આ દિવસોમાં લગ્નની સીઝન ચાલી રહી છે. તાજેતરમાં જ ફરહાન અખ્તરના લગ્ન થયા હતા. ત્યાર પછી રણબીર અને આલિયાના લગ્ન થવા જઈ રહ્યા છે. જો કે બંને એકબીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યા હતા. શરૂઆતમાં બંનેએ પોતાના સંબંધને છુપાવ્યો હતો. પછી બંનેએ રિલેશનશીપ ને જગજાહેર કરી હતી.

જો કે આ પહેલા પણ રણબીર કપૂરના રિલેશન રહી ચુક્યા છે. તે પહેલા દીપિકા પાદુકોણ સાથે રિલેશનશિપમાં હતા. ત્યાર પછી તે કેટરિના કૈફ સાથે પણ ઘણી વખત જોવા મળ્યા હતા. જો કે આલિયાના આગમન પછી તેણે લગ્ન કરવાનું નક્કી કરી લીધું. જોકે આલિયા શરૂઆતથી જ રણબીર કપૂરની ફેન હતી.

જાણો દોઢ વર્ષથી શા માટે નથી ખાધી રોટલી: રણબીર કપૂરે દોઢ વર્ષથી રોટલી ખાધી નથી. આ સીક્રેટને રિવીલ કર્યું છે તેના ફિટનેસ ટ્રેનર શિવોહમ એ જેનું સાચું નામ દીપેશ ભટ્ટ છે. તે અભિનેતાની ફિટનેસનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. રણબીરની બોડી અને શેપ જે દેખાય છે, તેમાં શિવોહમની મહેનત પણ જોવા મળે છે. તે જ અભિનેતાને ફિટ રાખવાનું કામ કરે છે.

તેમણે જ રણબીરના ડાયટ વિશે મોટું રાજ ખોલ્યું. શિવોહમે જણાવ્યું કે તે દોઢ વર્ષથી રણબીરને ફિટનેસ ટ્રેનિંગ આપી રહ્યા છે. તેમણે જણાવ્યું કે રણબીર કપૂર પોતાના ડાયટનું ખૂબ ધ્યાન રાખે છે. તેમણે કહ્યું કે રણબીરને જ્યારથી તેમણે ટ્રેનિંગ આપી છે ત્યારથી તેમને રોટલી ખાતા જોયા નથી. તેને રોટલી પસંદ નથી.

ખૂબ જ સિંપલ ફૂડ ખાય છે રણબીર: શિવોહમનું કહેવું છે કે જો તમને લાગે કે રણબીર કપૂર પરિવારનો છોકરો છે, તે ખૂબ જ વેરાયટી વાળું ભોજન કરતા હશે તો તમારો વિચાર ખોટો છે. રણબીર તો ખૂબ જ સિમ્પલ ફૂડ ખાય છે. તેમને રોટલી પસંદ નથી. આવી સ્થિતિમાં તે બ્રાઉન રાઇસ ખાવાનું પસંદ કરે છે. તે હોટલનું ભોજન પણ નથી ખાતા.

શિવોહમે કહ્યું કે અભિનેતાને ઘરનું જ ભોજન પસંદ છે. સવારે તે પ્રોટીન શેક, બ્રાઉન બ્રેડ અને ઈંડા લે છે. લંચમાં તે રોટલી ખાતા નથી. તેના બદલે બ્રાઉન રાઇસ, લીલા શાકભાજી, દાળ અને ચિકન ખાય છે. સાથે ડિનર હળવું લે છે. તે ખૂબ કસરત પણ કરે છે. શિવોહમે જણાવ્યું કે માત્ર એક દિવસ આરામ કરીને તે 6 દિવસ સુધી સતત કસરત કરે છે.