આ 25 વર્ષની વિદેશી છોકરી પર ફિદા છે રણબીર કપૂર, નામ જાણીને આલિયા ભટ્ટ ને થઈ શકે છે જલન

બોલિવુડ

હિન્દી સિનેમાના બે ખૂબ જ લોકપ્રિય કલાકારો અભિનેતા રણબીર કપૂર અને અભિનેત્રી આલિયા ભટ્ટે આ વર્ષે એપ્રિલના મધ્યમાં લગ્ન કર્યા હતા. 29 વર્ષની આલિયા ભટ્ટ અને 39 વર્ષના રણબીર કપૂર હવે હંમેશા માટે એકબીજાના બની ગયા છે. બંનેના લગ્ન માત્ર દેશમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં ચર્ચિત રહ્યા હતા.

આલિયા અને રણબીર લગ્ન પહેલા પાંચ વર્ષ સુધી રિલેશનશિપમાં હતા. બંનેએ પાંચ વર્ષ સુધી ડેટિંગ કર્યા પછી આ વર્ષે લગ્ન કર્યા. સુંદર સ્ટાઈલમાં બંનેના લગ્ન 14 એપ્રિલ ના રોજ મુંબઈમાં રણબીરના ઘર ‘વાસ્તુ’માં થયા. તેના એક દિવસ પહેલા એટલે કે 13 એપ્રિલના રોજ બંનેની સગાઈ હતી.

જણાવી દઈએ કે એકબીજા સાથે રિલેશનમાં આવતા પહેલા રણબીર અને આલિયાના ઘણા અફેર રહ્યા હતા. રણબીરને પ્રેમ કરતા પહેલા આલિયા એ કેટલાક અન્ય છોકરાને પણ ડેટ કરી હતી. સાથે જ આલિયા પહેલા રણબીર કેટરીના કૈફ અને દીપિકા પાદુકોણ જેવી અભિનેત્રીઓ સાથે ઈશ્ક લડાવી ચુક્યા છે. જોકે અમેરિકન અભિનેત્રી ઝેન્ડેયા માટે પણ તેનું દિલ ધડકતું હતું.

39 વર્ષના રણબીરે તાજેતરમાં જ જણાવ્યું હતું કે 25 વર્ષની ઝેન્ડેયા પર તેનો ક્રશ છે. રણબીર આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ‘શમશેરા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ રિલીઝ થયેલા ફિલ્મના ટ્રેલરે દર્શકોના હોશ ઉડાવી દીધા છે અને ટ્રેલરે ફિલ્મ પ્રત્યેની ઉત્સુકતા વધારી દીધી છે.

તાજેતરમાં જ રણબીરે પોતાની ફિલ્મના પ્રમોશન દરમિયાન દરેકની સામે પોતાના ક્રશનો ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું કે છેવટે કોના પર તેનો ક્રશ છે. યુટ્યુબ પર યશ રાજ ફિલ્મ્સ દ્વારા રણબીરનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં અભિનેતા 20 સવાલોના જવાબ આપતા જોવા મળી રહ્યા છે.

રણબીરને આ દરમિયાન તેના ક્રશ વિશે પણ સવાલ કરવામાં આવ્યો. તેને પૂછવામાં આવ્યું હતું કે, “ઇન્ટરનેટ પર એક વ્યક્તિ કે જેના પર અત્યારે તમને ક્રશ છે?”. રણબીરે આ દરમિયાન ઝેન્ડેયાનું નામ લીધું. જોકે રણબીરનો આ જવાબ સાંભળીને તેમની પત્ની આલિયાને ઝેન્ડેયાથી થોડી જલન પણ થઈ શકે છે.

રણબીરે પોતાની સ્માઈલનું રાજ પણ ખોલ્યું: એક અન્ય સવાલના જવાબમાં રણબીર કપૂરે પોતાની સ્માઈલનું રાજ પણ ખોલ્યું. તેને પૂછવામાં આવ્યું હતું કે, “તમને સૌથી વધુ ખુશી કઈ ચીજથી મળે છે?”. તેનો જવાબ આપતા તેમણે કહ્યું કે, “મારી પત્ની, મારા ડોગી, મારો પરિવાર, ઠંડી હવા, ફૂટબોલની સારી રમત અને એક સારી ફિલ્મ”.

આલિયાએ કરી પ્રેગ્નન્સીની ઘોષણા: નોંધપાત્ર છે કે લગ્નના બે મહિના પછી આલિયા ભટ્ટ પ્રેગ્નન્ટ થઈ ગઈ છે. તેણે તાજેતરમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક તસવીર શેર કરી છે જેમાં તે લંડનની એક હોસ્પિટલમાં બેડ પર સૂતા જોવા મળી રહી હતી. તસવીરની સાથે કેપ્શનમાં આલિયાએ લખ્યું હતું કે, “અમારું બાળક…. ટૂંક સમયમાં આવી રહ્યું છે”.