રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સતત ચર્ચામાં રહે છે. લગ્ન પછીથી સતત આ કપલની સોશિયલ મીડિયા પર નવી-નવી તસવીરો જોવા મળી રહી છે. જણાવી દઈએ કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્ન 14 એપ્રિલના રોજ થયા હતા. બંનેના લગ્ન પાલી હિલમાં આવેલા વાસ્તુ એપાર્ટમેન્ટમાં પંજાબી રીતિ-રિવાજ મુજબ થયા. રણબીર અને આલિયાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ દરમિયાન ખુલાસો થયો છે કે લગ્ન દરમિયાન જૂતા ચોરવાની રસમમાં રણબીર કપૂરની સાળીઓ એ તેમની પાસે કંઈક એવું માંગ્યું છે જેને સાંભળીને તે દંગ રહી ગયા. ચાલો જાણીએ રણબીર કપૂરે જૂતા ચોરવાની રસમ માટે કેટલા રૂપિયા આપ્યા?
રણબીર કપૂરે આલિયાને આપી આ મોંઘી ગિફ્ટ: રિપોર્ટ નું માનીએ તો જે દિવસે રણબીર કપૂર અને આલિયાના લગ્ન થયા, તે જ દિવસે કપલની સગાઈ પણ કરવામાં આવી. કહેવામાં આવી રહ્યું છે કે સગાઈ દરમિયાન રણબીર કપૂરે પોતાની લવ લેડી આલિયા ભટ્ટને ડાયમંડ રિંગ ગિફ્ટ કરી. જેની ડિઝાઈન તેણે પોતે પસંદ કરી હતી અને આ રિંગમાં લગભગ 8 ડાયમંડ છે જે રણબીર કપૂરની પસંદ છે.
સાથે જ આલિયા ભટ્ટની માતા એટલે કે રણબીર કપૂરની સાસુએ પોતાના જમાઈને 2.5 કરોડ રૂપિયાની ઘડિયાળ ગિફ્ટ કરી. રિપોર્ટનું માનીએ તો રણબીર કપૂરની આ ઘડિયાળ સોનાની છે. આ ઉપરાંત રણબીર અને આલિયાને ઘણી મોંઘી-મોંઘી ગિફ્ટ મળી છે. સાથે જ ગુજરાતમાંથી આલિયાનો એક ચાહક આવ્યો જેણે આલિયા ભટ્ટને સોનાનું ગુલાબ ગિફ્ટ કર્યું હતું.
રણબીર કપૂરે પોતાની સાળીઓને આપ્યા આટલા રૂપિયા: જૂતા ચોરવાની રસમ વિશે વાત કરીએ તો તે ખૂબ જ મજેદાર રહી. આ દરમિયાન રણબીર કપૂરની સાળીઓએ ખૂબ જ મસ્તી કરી. કહેવામાં આવી રહ્યું છે કે જૂતા ચોરવાની સેરેમની દરમિયાન આલિયાની બહેનોએ લગભગ 11.5 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. જો કે, આ દરમિયાન રણબીર એ પોતાની સમજદારીથી પોતાની સાળીઓની ડિમાંડ ઓછી કરાવી અને તેમણે પોતાની તમામ સાળીઓને એક એક લાખ રૂપિયા ગિફ્ટ તરીકે આપ્યા.
ક્યારે થશે આલિયા-રણબીરનું રિસેપ્શન? સાથે જ વાત કરીએ આ બંનેના રિસેપ્શન વિશે તો અત્યારે ભટ્ટ અને કપૂર પરિવાર તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં એક ભવ્ય રિસેપ્શન આપવામાં આવશે જેમાં બોલિવૂડની દુનિયા સાથે જોડાયેલી તમામ હસ્તીઓ સામેલ થશે. રિપોર્ટનું માનીએ તો આ પાર્ટીમાં આમિર ખાન, વરુણ ધવન, સંજય લીલા ભણસાલી, શાહરૂખ ખાન, મસાબા ગુપ્તા, કરણ જોહર, ઝોયા અખ્તર, અયાન મુખર્જી, અર્જુન કપૂર જેવી તમામ સેલિબ્રિટી શામેલ થવા જઈ રહી છે.