500 કરોડ આસપાસ છે આલિયા અને રણબીર ની સંપત્તિ, જાણો બંને માંથી કોણ છે વધુ અમીર

Uncategorized

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની જોડી ઘણીવાર ચર્ચામાં રહે છે. બંનેના પ્રેમસંબંધ વિશે આખી દુનિયા જાણે છે અને બંનેએ તેમના અફેરનો આખી દુનિયાની સામે સ્વીકાર કર્યો છે. બંને ક્યારેય છુપાતા જોવા મળ્યા નથી. જણાવી દઈએ કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. અવારનવાર બંનેના લગ્નને લઈને ચર્ચા થતી રહે છે.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ એકબીજાના પરિવાર સાથે સારી રીતે ભળી ગયા છે અને બંનેના પરિવારને તેના સંબંધથી કોઈ સમસ્યા નથી. આલિયા ભટ્ટ કપૂર પરિવારની પુત્રવધૂ બનવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે, જ્યારે રણબીર કપૂરને પણ ભટ્ટ પરિવારના જમાઈ બનવું મંજુર છે. આશા છે કે આ સુંદર અને પ્રખ્યાત જોડી આ વર્ષે લગ્નના બંધનમાં બંધાઈ જાય.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બંને મોટા સ્ટાર કિડ્સ છે. જ્યારે રણબીર દિવંગત અને દિગ્ગઝ અભિનેતા ઋષિ કપૂર અને અભિનેત્રી નીતુ કપૂરનો પુત્ર છે, તો આલિયા ભટ્ટ હિન્દી સિનેમાના પ્રખ્યાત ડિરેક્ટર મહેશ ભટ્ટ અને અભિનેત્રી સોની રાઝદાનની પુત્રી છે. આજે અમે તમને આ આર્ટિકલમાં તે જણાવવા જઈ રહ્યા છીએ કે રણબીર અને આલિયા બંનેમાંથી સૌથી વધુ અમીર કોણ છે.

રણબીર અને આલિયા બંનેએ અત્યાર સુધી ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ સુંદર કામ કર્યું છે અને બંનેએ ખૂબ ખ્યાતિ સાથે સાથે ખૂબ સંપત્તિ પણ મેળવી છે. સૌથી પહેલા ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી હેન્ડસમ અભિનેતા રણબીર કપૂરની વાત કરીએ તો રણબીર કપૂર કુલ 325 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. રણબીરનું મુંબઈમાં લક્ઝરી ઘર છે. સાથે દેશભરમાં તેમની 16 કરોડ રૂપિયાની કિંમતની ઘણી સંપત્તિ છે.

જણાવી દઈએ કે આ સંપત્તિ રણબીર એ એકલા પોતાના દમ પર કમાઈ છે. રણબીર પાસે 1.6 કરોડ રૂપિયાની કિંમતની રેન્જ રોવર વોગ અને એક 2.14 કરોડ રૂપિયાની મર્સિડીઝ બેન્ઝ G 63 AMG પણ છે. રણબીર કપૂર ફિલ્મોમાંથી ઘણી મોટી કમાણી કરવાની સાથે જાહેરાતોથી પણ મોટી કમાણી કરે છે.

સંપત્તિની બાબતમાં આલિયા ભટ્ટ પણ તેના બોયફ્રેન્ડ રણબીર કપૂરથી ઓછી નથી. તે પોતાની ટૂંકી કારકિર્દીમાં અત્યાર સુધી લગભગ 165 કરોડ રૂપિયાની માલિક બની ચુકી છે. રણબીર કરતાં તેની કારકિર્દી લગભગ પાંચ વર્ષ પછી શરૂ થઈ હતી અને તે હિન્દી સિનેમાની એક ઉભરતી અભિનેત્રી છે.

આલિયા પાસે મુંબઈના બાંદ્રામાં આશરે 32 કરોડ રૂપિયાનું લક્ઝરી ઘર છે. મુંબઈની સાથે આલિયાનું લંડનમાં પોશ એરિયામાં એક લક્ઝરી ઘર પણ છે. આ સાથે જ કરોડોની વેનિટી વાનની પણ તે માલિક છે. કાર કલેક્શનની વાત કરીએ તો આલિયા પાસે 1.74 કરોડ રૂપિયાની રેન્જ રોવર વોગ અને 61 લાખ રૂપિયાની કિંમતની ઓડી A6 અને 1.37 કરોડ રૂપિયાની કિંમતની BMW 7 સિરીઝ પણ છે. આલિયા હવે ફિલ્મોની સાથે જાહેરાતોથી પણ કરોડો રૂપિયાની કમાણી કરે છે.

જણાવી દઈએ કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટે આજ સુધી સાથે કામ કર્યું નથી, જોકે ટૂંક સમયમાં ચાહકો બંનેને એક ફિલ્મમાં સાથે જોઈ શકશે. ખરેખર બંનેની આગામી ફિલ્મ ‘બ્રહ્મસ્ત્ર’ છે અને આ ફિલ્મમાં બંને પહેલી વખત એકબીજાની સાથે જોવા મળશે. અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં ‘સદીના મહાનાયક’ અમિતાભ બચ્ચન પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.