આ વર્ષે આ મહિનામાં થશે આલિયા-રણબીરના લગ્ન! ફઈ રીમા એ જણાવ્યું તેના લગ્ન વિશે સત્ય

બોલિવુડ

બોલિવૂડમાં આ દિવસોમાં લગ્નની સીઝન ચાલી રહી છે. છેલ્લા કેટલાક મહિનામાં ઘણી કપલ લગ્નના બંધનમાં બંધાઈ ચુકી છે. પરંતુ લોકોને જો કોઈના લગ્નની રાહ છે તો તે છે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ. ઘણા સમયથી બંને પોતાના લગ્નના સમાચારને લઈને ચર્ચામાં છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે બંને ટૂંક સમયમાં લગ્ન કરવાના છે.

રણબીરની ફઈ એ જણાવ્યું સત્ય: છેલ્લા કેટલાક દિવસોથી સમાચાર આવી રહ્યા છે કે બોલીવુડના આ લવ બર્ડ એપ્રિલમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. જો કે હજુ સુધી આલિયા અને રણબીરના લગ્નની પુષ્ટિ થઈ નથી. આ દરમિયાન, હવે આ કપલના લગ્નના સમાચાર પર રણબીર કપૂરની ફઈ રીમા જૈનનું રિએક્શન સામે આવ્યું છે.

એપ્રિલમાં લગ્નને લઈને કર્યો ખુલાસો: રીમા જૈને તાજેતરમાં એક મીડિયા ગ્રુપ સાથે વાતચીત દરમિયાન એપ્રિલમાં જ થઈ રહેલા રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન પર મોટો ખુલાસો કર્યો છે. રીમા જૈને કહ્યું, ‘મને આ સમય વિશે કંઈ ખબર નથી. બંને લગ્ન કરશે પણ ક્યારે થશે તે ખબર નથી. બંને જ્યારે લગ્ન કરવાનું નક્કી કરશે ત્યારે બધાને ખબર પડશે.’

આટલું જ નહીં રીમા જૈને આગળ એ પણ જણાવ્યું કે, ‘હાલમાં લગ્ન વિશે એવું કંઈ નથી. અમે કોઈ તૈયારી કરી નથી, તો લગ્ન કેવી રીતે આટલા જલ્દી થશે? જો આ બધી વાતો સાચી છે અને તો હું પોતે તેને સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો. લગ્ન થશે પણ મને ખબર નથી કે ક્યારે.’

જણાવી દઈએ કે 27 માર્ચે પ્રખ્યાત બ્રાઈડલ ડ્રેસ ડિઝાઈનર બીના કન્નને પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર રણબીર અને આલિયા સાથેની એક તસવીર પોસ્ટ કરી હતી. તસવીરમાં આલિયાએ ક્રીમ કલરનો ડ્રેસ પહેર્યો હતો, જ્યારે રણબીરે બ્લૂ કલરનો શર્ટ પહેર્યો હતો. આ કપલ ડિઝાઇનર સાથે પોઝ આપતું જોવા મળી ગતી. જો કે પોસ્ટ નેટીઝન્સની કમેંટ્સથી ભરેલી હતી, તેમણે પૂછ્યું હતું કે શું તેઓ લગ્ન કરી રહ્યા છે. જ્યાં એક યુઝરે લખ્યું હતું કે, ‘શું આ લગ્ન કી આહત હૈ’ તો બીજાએ કમેન્ટ કરી, ‘જેમ કે લગ્નની શરણાઈ વાગવાની છે.’

આલિયા-રણબીરે કર્યા કાશી વિશ્વનાથના દર્શન: નોંધપાત્ર છે કે રણબીર અને આલિયા ટૂંક સમયમાં ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં સાથે જોવા મળશે. તાજેતરમાં જ આ ફિલ્મના પહેલા ભાગનું શૂટિંગ પૂર્ણ થયું છે. આલિયા ભટ્ટે બનારસના ઘાટ પર ફિલ્માવેલા બ્રહ્માસ્ત્ર ફિલ્મના રેપનો વીડિયો શેર કરીને આ ગુડન્યૂઝ આપ્યા છે.

તેમણે લખ્યું- ‘અમે 2018માં ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું. અને હવે…આખરે…બ્રહ્માસ્ત્ર (ભાગ 1) પૂર્ણ થયું!! હું આ વાત કહેવા માટે ઘના સમયથી રાહ જોઈ રહી હતી? Its a WRAP!!! થિયેટરોમાં મળીએ 9મી સપ્ટેમ્બર 2022ના રોજ.’

ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયા પછી આલિયા અને રણબીરે કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત લીધી હતી. તેમણે વારાણસીના ગંગા ઘાટ પર શૂટિંગ પૂર્ણ કર્યા પછી મંદિરમાં ભગવાનના આશીર્વાદ લીધા. આ પહેલા પણ આ બંનેની કેટલીક તસવીરો સામે આવી ચુકી છે, જેને જોઈને લોકો કોમેન્ટ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આલિયા અને રણબીરે ગુપચુપ લગ્ન કરી લીધા છે.