લખનવી બિરયાની થી લઈને દિલ્લીની સ્વાદિષ્ટ ચાટ…. જાણો કેવું હશે રણબીર-આલિયા ના લગ્નનું ભોજન

બોલિવુડ

ફિલ્મી દુનિયામાં આ દિવસોમાં જે લગ્નની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે તે આલિયા અને રણબીરના લગ્ન છે. બંને એપ્રિલમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. બંનેના લગ્ન આ સમયે ટોક ઓફ ધ ટાઉન બનેલા છે. તેના ચાહકો પણ આ લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. ચાહકો તેની સાથે સંબંધિત માહિતી પણ જાણવા ઈચ્છે છે.

જો કે, પરિવાર આ લગ્ન વિશે કોઈ ખાસ માહિતી આપી રહ્યો નથી. છતાં પણ કેટલાક સમાચાર સામે આવી રહ્યા છે જેમ કે તેમના લગ્નનું સ્પેશિયલ મેનુ શું હશે. સમાચાર છે કે તેમના લગ્નમાં દેશીથી લઈને વિદેશી વાનગીઓ પીરસવાની તૈયારીઓ ચાલી રહી છે. જેમાં લખનવની બિરયાનીથી લઈને દિલ્હીના કબાબ શામેલ છે.

ખાસ હશે કપૂર પરિવારના લગ્ન: કપૂર પરિવારના આ લગ્ન ખૂબ જ ખાસ થવાના છે. દરેક વ્યક્તિ જાણે છે કે કપૂર પરિવાર પોતાનું જીવન ઉત્સાહથી જીવવા માટે પ્રખ્યાત છે. ખાસ કરીને ફૂડની વાત કરીએ તો કપૂર પરિવાર પોતાના ભોજન માટે પણ ખૂબ જ પ્રખ્યાત છે. હવે જ્યારે વાત પરિવારના લાડલાના લગ્નની છે તો ત્યાં કોઈ કસર છોડવામાં આવશે નહિં.

આ કારણોસર, કપૂર પરિવારે આ લગ્નમાં ખાસ વાનગીઓ પીરસવાની વ્યવસ્થા કરી છે. તેઓ ઈચ્છે છે કે મહેમાનો આવે અને માત્ર ભોજનની પ્રસંશા કરે. એટલા માટે લગ્નનું ભોજન તૈયાર કરવા માટે દિલ્હી અને લખનવથી ખાસ શેફને બોલાવવામાં આવી રહ્યા છે. જોકે પરિવારે આ વાતની ઓફિશિયલ પુષ્ટિ કરી નથી.

લખનવી બિરયાનીથી લઈને અનેક વાનગીઓ: રણબીર અને આલિયાના લગ્નનું ફંક્શન પાંચ દિવસ સુધી ચાલશે. આ પાંચ દિવસ માટે નીતુ કપૂરે ઘણી તૈયારી કરી લીધી છે. તે મહેમાનોને સ્વાદિષ્ટ ભોજન પીરસવા ઈચ્છે છે. એટલા માટે તેણે મેનુમાં કોઈ કસર છોડવાની ભૂલ નથી કરી. એવું કહેવામાં આવી રહ્યું છે કે લખનવ અને દિલ્હીથી રસોઈયાને બોલાવવામાં આવી રહ્યા છે.

મેનુની વાત કરીએ તો પંજાબી લગ્નમાં મેનુ તો અદ્ભુત હશે. તેમાં લખનવની પ્રખ્યાત બિરયાનીનો તડકો હશે. સાથે જ લખનવી કબાબની મજા પણ મહેમાનો લઈ શકશે. આટલું જ નહીં, દિલ્હીની પ્રખ્યાત ચાટ પણ પીરસવામાં આવશે જેથી મહેમાનો હળવા નાસ્તાની મજા માણી શકે અને બંનેના લગ્ન એંજોય કરી શકે.

આલિયાનું પણ રાખવામાં આવ્યું છે ધ્યાન: તમને જણાવી દઈએ કે આલિયા શાકાહારી છે. એટલા માટે તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. લગ્નમાં માંસાહારી ભોજનની સાથે જ શાકાહારી ભોજન પણ હશે. લગ્ન માટે કુલ 50 કાઉન્ટર લગાવવાની તૈયારી છે. તેમાં મુગલાઈથી લઈને ઈટાલિયન, મેક્સિકન અને કોન્ટિનેન્ટલ ફૂડ શામેલ કરવામાં આવશે. સાથે જ બિરયાની થી લઈને કબાબ લખનવના હશે.

નીતુ કપૂરે પોતાની વહુ માટે પણ ખાસ વ્યવસ્થા કરી છે. લગ્નમાં 25 કાઉન્ટર શાકાહારી ભોજન માટે પણ હશે. તેમાં શાકાહારી ભોજન પણ પીરસવામાં આવશે જેથી લોકો તેની પણ મજા લઈ શકે. જો કે આ તૈયારી ખૂબ જ ગુપ્ત રીતે કરવામાં આવી રહી છે. પરિવારનો કોઈ સભ્ય આ વિશે કોઈ માહિતી આપી રહ્યો નથી. બસ મહેમાનો માટે તૈયારીઓ ચાલી રહી છે.