રણબીર-આલિયાના લગ્ન: દીપિકાથી લઈને સિદ્ધાર્થ સુધી બોલીવુડના આ પ્રખ્યાત સ્ટાર્સે રણબીર-આલિયા ને આપી આ મોંઘી ગિફ્ટ

બોલિવુડ

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નને લઈને દરરોજ કોઈને કોઈ નવા સમાચાર આવી રહ્યા છે. ધીમે-ધીમે એ વાતનો પણ ખુલાસો થઈ રહ્યો છે કે આલિયા અને રણબીરને બોલિવૂડ સેલેબ્સ તરફથી શું ગિફ્ટ મળી.

ખરેખર હવે એ વાતનો ખુલાસો થયો છે કે રણબીર કપૂરની એક્સ ગર્લફ્રેન્ડ કેટરીના કૈફ અને દીપિકા પાદુકોણે નવપરિણીત કપલને શું આપ્યું છે. આ સાથે આલિયા ભટ્ટના એક્સ બોયફ્રેન્ડ સિદ્ધાર્થ મલ્હોત્રાએ શું આપ્યું છે તેના સમાચાર પણ આવ્યા છે. આ સાથે આ બંનેને અન્ય કો-સ્ટાર્સે શું ગિફ્ટ આપી છે તેનો પણ ખુલાસો થયો છે.

દીપિકા અને કેટરીનાની ગિફ્ટ: રિપોર્ટ મુજબ રણબીર કપૂરની એક્સ ગર્લફ્રેન્ડ દીપિકા પાદુકોણે કપલને લગભગ 15 લાખ રૂપિયાની ચોપાર્ડ ઘડિયાળ આપી છે. સાથે જ કેટરિના કૈફની વાત કરીએ તો તેણે રણબીર અને આલિયાને પ્લેટિનમ બ્રેસલેટ ગિફ્ટ કર્યું છે. તેની કિંમત લગભગ 14.5 લાખ રૂપિયા છે.

સિદ્ધાર્થ મલ્હોત્રાની ગિફ્ટ: આલિયા ભટ્ટના એક્સ બોયફ્રેન્ડ સિદ્ધાર્થ મલ્હોત્રાએ પણ અભિનેત્રીને એક ખાસ ગિફ્ટ આપી છે. તેમણે અભિનેત્રીને ત્રણ લાખની હેન્ડબેગ ગિફ્ટ કરી છે.

પ્રિયંકા, વરુણ ધવને આપી આ ગિફ્ટ: પ્રિયંકા ચોપરાએ આલિયા ભટ્ટને ડાયમંડ નેકલેસ ગિફ્ટ કર્યો છે. તેની કિંમત નવ લાખ રૂપિયા છે. વરુણ ધવને પોતાની ખાસ મિત્ર આલિયા ભટ્ટને ગુચીના સેન્ડલ ગિફ્ટ કર્યા છે. તેની કિંમત લગભગ ચાર લાખ રૂપિયા છે.

તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટની માતા સોની રાઝદાને પોતાના જમાઈને લગભગ 2.50 કરોડ રૂપિયાની એક મોંઘી ઘડિયાળ ગિફ્ટમાં આપી છે. લગ્નમાં આવનારા તમામ મહેમાનોને આલિયા ભટ્ટે પોતાના તરફથી કશ્મીરી શોલ રિટર્ન ગિફ્ટમાં આપી છે.

પતિ-પત્નીની વાત કરીએ તો રણબીર કપૂરે પોતાની પત્ની આલિયા ભટ્ટને ખૂબ જ મોંઘી ડાયમંડ રિંગ ગિફ્ટ કરી છે. આલિયા ભટ્ટે પોતાના પતિ રણબીર કપૂરને એક હેન્ડબેન્ડ ગિફ્ટ કર્યો છે.