ક્યારેક શરમાતા તો ક્યારેક ખિલખિલાટ હસતા જોવા મળી કપલ, જુવો આલિયા-રણબીરના લગ્નની કેટલીક ન જોઈ હોય તેવી તસવીરો

બોલિવુડ

બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ 5 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી લગ્નના બંધનમાં બંધાઈ ચુક્યા છે. આ કપલના લગ્નમાં કપૂર પરિવાર અને ભટ્ટ પરિવાર સાથે મળીને સેલિબ્રેશન કરતા જોવા મળ્યો હતો. બંનેનો પરિવાર ખૂબ ખુશ છે. સાથે જ સોશિયલ મીડિયા પર પણ આ કપલના લગ્નની સુંદર તસવીરો અને વીડિયો સતત વાયરલ થઈ રહ્યા છે, જેના પર ચાહકો ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે.

આ દરમિયાન આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની કેટલીક અનસીન તસવીરો પણ સામે આવી છે, જેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ તસવીરોમાં તમે તે લુક જોઈ શકશો જે હજુ સુધી સોશિયલ મીડિયા પર સામે આવ્યો નથી. તો ચાલો જોઈએ રણબીર અને આલિયાના લગ્નની કેટલીક અનસીન તસવીરો.

વાયરલ થઈ રહેલી તસવીરમાં જોઈ શકાય છે કે આલિયા ભટ્ટ ખૂબ જ ખુશ જોવા મળી રહી છે. તે ચેહરા પર મોટી સ્માઈલ સાથે ખૂબ જ સુંદર લાગી રહી છે. તેની સાથે તેના દૂલ્હા રાજા એટલે કે રણબીર કપૂર પણ ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.

સાથે જ બીજી તસવીરમાં રણબીર અને આલિયા એકબીજાને જોઈ રહ્યાં છે અને બંનેને એકસાથે જોઈને કોઈ પણ કહી શકે છે કે આ બંને એકબીજા માટે જ બનેલા છે.

સાથે જ ત્રીજી તસવીરમાં રણબીર કપૂર આલિયાનો હાથ પકડીને ચાલતા જોવા મળી રહ્યા છે. સાથે આલિયા ભટ્ટ ખિલખિલાટ હસી રહી છે. આલિયા અને રણબીરના લગ્ન પંજાબી રીતિ-રિવાજ મુજબ થયા. તેમના લગ્નમાં બોલિવૂડ દુનિયા સાથે જોડાયેલા કેટલાક પસંદિત સ્ટાર્સ જ શામેલ થયા હતા. આ ઉપરાંત કપૂર અને ભટ્ટ પરિવારના તમામ સભ્યો પણ હાજર રહ્યા હતા.

સાથે જ અન્ય એક તસવીરમાં આખો પરિવાર સાથે જોવા મળે છે. આ તસવીરમાં ભટ્ટ અને કપૂર પરિવાર જોવા મળી રહ્યો છે. તમે જોઈ શકો છો કે તસવીરમાં દૂલ્હા-દુલ્હન રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ઉપરાંત સોની રાઝદાન, શહીન ભટ્ટ, રિદ્ધિમા કપૂર સાહની અને તેના પતિ ભરત સાહની અને મહેશ ભટ્ટ, નીતુ કપૂર જોવા મળી રહ્યા છે.

આ ઉપરાંત રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂરે પોતાની માતા નીતુ કપૂર સાથે એક સુંદર તસવીર શેર કરી છે. જેમાં તે ડિઝાઈનર લહેંગો પહેરેલી જોવા મળી રહી છે. આ ઉપરાંત એક તસવીરમાં નીતુ કપૂર પુત્ર રણબીરના ખભા પર હાથ રાખીને કાનમાં કંઈક કહેતા જોવા મળી રહી છે.

સાથે જ અન્ય તસવીરમાં કપૂર સિસ્ટર જોવા મળી રહી છે. આ તસવીરમાં રિદ્ધિમા પોતાની મોટી બહેન કરિશ્મા કપૂર અને નાની બહેન કરીના કપૂર સાથે જોવા મળી રહી છે. ત્રણેય આ તસવીરમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

જણાવી દઈએ કે, આલિયા અને રણબીર કપૂરના લગ્ન ખૂબ જ રોયલ સ્ટાઈલમાં થયા, જેમાં આ બંનેના ડ્રેસને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. આલિયાએ પોતાનો લુક કમ્પ્લીટ કરવા માટે હેવી જ્વેલરી પહેરી હતી, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. બંનેએ 14મી એપ્રિલે ફેરા લીધા હતા અને હજુ સુધી બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.