રણબીર-આલિયા ના રિસેપ્શનની ખાસ ઝલક આવી સામે, SRK – ગૌરીથી લઈને અર્જુન-મલાઈકા સુધી એ જમાવી મહેફિલ, જુવો તેના રિસેપ્શનની તસવીરો

બોલિવુડ

14 એપ્રિલ 2022 ના રોજ એંટિમેટ ડ્રીમ વેડિંગ કર્યા પછી, આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે તાજેતરમાં 16 એપ્રિલ 2022 ના રોજ પોતાના પરિવાર અને કેટલાક ખાસ મિત્રો માટે પોતાના ઘર વાસ્તુમાં એક ગ્રેંડ રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યું હતું. આ રિસેપ્શન પાર્ટીમાં બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનથી લઈને મલાઈકા અરોરા સુધીના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી અને સાથે જ કપૂર અને ભટ્ટ પરિવારે આ રોકિંગ પાર્ટીને ખૂબ એંજોય કરી અને ન્યૂલી વેડ કપલના આ ખાસ દિવસને વધુ ખાસ બનાવ્યો હતો.

રિસેપ્શન પાર્ટીમાં છવાયા રણબીર: આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની જેમ તેમની વેડિંગ રિસેપ્શન પાર્ટીને પણ ખૂબ જ પ્રાઈવેટ રાખવામાં આવી હતી, જોકે હવે આ કપલના ડ્રીમ વેડિંગ રિસેપ્શન પાર્ટીની કેટલીક લાજવાબ ઈનસાઈડ તસવીરો સામે આવી ચુકી છે, જેને રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂરે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સ્ટોરી પર શેર કરી છે.

રિદ્ધિમા કપૂરે જે તસવીરો શેર કરી છે તે તસવીરો જોઈને એ અંદાજ લગાવી શકાય છે કે રણબીર અને આલિયાની રિસેપ્શન પાર્ટીની થીમ પર્પલ રાખવામાં આવી હતી અને સાથે જ રિસેપ્શન પાર્ટીમાં રણબીર પોતાની બહેન રિદ્ધિમા સાથે એક તસવીરમાં ખૂબ જ સુંદર સ્ટાઈલમાં પોઝ આપતા જોવા મળી રહ્યા છે.

તસવીરમાં રણબીર કપૂરના ચહેરા પર દેખાતી મિલિયન ડોલર સ્માઈલ તેમની ખુશીને સ્પષ્ટપણે વ્યક્ત કરી રહી છે. રિસેપ્શન પાર્ટીમાં, રણબીર કપૂર બ્લેક સૂટમાં ખૂબ જ હેન્ડસમ જોવા મળી રહ્યા છે અને તેના ચહેરા પરની સુંદર સ્માઈલ અભિનેતાના લુકમાં ચાર ચાંદ લગાવવાનું કામ કરી રહી છે. સાથે જ રણબીરની બહેન રિદ્ધિમા આ પાર્ટીમાં વન ઑફ શોલ્ડર બ્લેક સિમરી ડ્રેસ પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી છે. રિદ્ધિમા કપૂરની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

મિસ્ટર એન્ડ મિસિસ કપૂર બનેલા રણબીર અને આલિયાની આ રિસેપ્શન પાર્ટીમાં જ્યાં શાહરૂખ ખાન પોતાની પત્ની ગૌરી ખાન સાથે પહોંચ્યા હતા તો સાથે જ અભિનેતા અર્જુન કપૂર પોતાની ગર્લફ્રેન્ડ મલાઈકા સાથે પહોંચ્યા હતા અને સાથે જ મલાઈકા અરોરા એ પોતાની બેસ્ટ ફ્રેન્ડ કરિશ્મા કપૂર સાથે આ પાર્ટીને ખૂબ એંજોય કરી અને આ બંને મિત્રોએ ઘણી સુંદર તસવીરો પણ ક્લિક કરાવી.

ફિલ્મમેકર કરણ જોહરે પણ લગ્નની જેમ જ આલિયા અને રણબીરની રિસેપ્શન પાર્ટીમાં પણ ખૂબ જ મસ્તી કરી અને તેણે આ પાર્ટીની ઘણી તસવીરો પોતાના ઑફિશિયલ ઈંસ્ટાગ્રામ એકાઉંટની સ્ટોરી પર પણ શેર કરી છે. તેમાંથી એક તસવીરમાં કરણ જોહર દૂલ્હાની માતા નીતુ કપૂર સાથે જોવા મળી રહ્યા છે અને તેમના ચહેરા પરની સ્માઈલ જોતા જ બની રહી છે.

પુત્ર અને પુત્રવધૂની રિસેપ્શન પાર્ટીને નીતુ કપૂરે ખૂબ એંજોય કરી અને તેણે પાર્ટીમાં આવેલા તમામ મહેમાનો સાથે પોઝ આપતા ઘણી તસવીરો ક્લિક કરાવી. સામે આવેલી તસવીરમાં મલાઈકા, અર્જુન, કરિશ્મા અને નીતુ કપૂર એકસાથે જોવા મળી રહ્યા છે અને આ તસવીરમાં નતાશા નંદા પણ તેમની સાથે જોવા મળી રહી છે.

સાથે જ આલિયા ભટ્ટની બેસ્ટ ફ્રેન્ડ અનુષ્કા રંજને પણ આ રિસેપ્શન પાર્ટીની ઘણી તસવીરો પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે અને આ તસવીરોમાં આલિયા પોતાના મિત્રો સાથે ખૂબ જ ખુશ જોવા મળી રહી છે.

રિસેપ્શનમાં મહેમાનોને કરવામાં આવી હતી આ વિનંતી: સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની રિસેપ્શન પાર્ટીમાં શામેલ થયેલા તમામ મહેમાનોને એક ખાસ વિનંતી પણ કરવામાં આવી હતી અને તેમને એ કહેવામાં આવ્યું હતું કે તે આ રિસેપ્શન પાર્ટીમાં નવપરણિત કપલ માટે કોઈપણ ગિફ્ટ લઈને ન આવે જોકે છતા પણ કરણ જોહર કપલ માટે champagne લઈને ગયા હતા. આ રિસેપ્શન પાર્ટીને દરેકે ખૂબ એંજોય કરી.