લગ્ન પછી હનીમૂન પર નહીં જાય રણબીર-આલિયા, આ કારણે કેન્સલ કરવું પડ્યું હનીમૂન

બોલિવુડ

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આ સમયે બોલિવૂડની ટ્રેન્ડિંગ કપલ બનેલા છે. બંનેએ 14 એપ્રિલના રોજ લગ્ન કર્યા છે. આ લગ્ન ખૂબ સારા રહ્યા. રણબીર અને આલિયા એક સાથે ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. લગ્ન પછી બંનેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર છવાયેલી છે. સાથે જ લગ્ન પછી, તેમનું વેડિંગ રિસેપ્શન પણ થયું. તેમાં પણ ઘણા સ્ટાર્સ શામેલ થયા હતા. તો હવે વારો આવે છે હનીમૂનનો. રણબીર-આલિયાનો હનીમૂન વિશે શું પ્લાન છે ચાલો જાણીએ વિગતવાર.

હનીમૂન પર નહીં જાય રણબીર-આલિયા: લગ્ન પછી હનીમૂન માટે કપલ હંમેશા ઉત્સાહિત રહે છે. કેટલાક તો લગ્ન પહેલા જ તેનું સંપૂર્ણ પ્લાનિંગ કરી લે છે. મોટાભાગની કપલ લગ્નના બે-ચાર દિવસ પછી જ હનીમૂન પર જાય છે. પરંતુ રણબીર અને આલિયાના કેસમાં બાબત થોડી અલગ છે. બંનેએ પોતાનો હનીમૂન પ્લાન અત્યારે કેન્સલ કરી દીધો છે. તેની પાછળ એક ખાસ કારણ છે, જે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

ખરેખર રણબીર અને આલિયા બંને આ સમયે ખૂબ જ વ્યસ્ત ચાલી રહ્યા છે. તેમની પાસે કામની કોઈ કમી નથી. ઘણા પ્રોજેક્ટ લાઇનમાં પડ્યા છે. લગ્નના કારણે બંનેએ પહેલાથી કામથી મોટો બ્રેક લીધો હતો. હવે તેમણે પોતાના કામને લઈને આપેલા વચન પૂર્ણ કરવાના છે. ફિલ્મનું શૂટિંગ આગળ વધારવાનું છે. જેથી ફિલ્મ મેકર્સને કોઈ નુકશાન ન થાય. બસ એટલા માટે કપલે અત્યારે પોતાના હનીમૂનને મુલતવી રાખ્યું છે.

લગ્ન પછી તરત જ કામ પર પરત ફર્યા: લગ્ન સમાપ્ત થયા પછી, આલિયાની સાસુ નીતુ કપૂર તો બીજા જ દિવસે પોતાના રિયાલિટી શો ‘હુનરબાઝ’ના શૂટિંગ માટે ચાલી ગઈ હતી. સાથે જ રણબીર પણ રિસેપ્શનના બીજા જ દિવસે કામ પર પરત ફર્યો. તે ટી-સિરીઝની ઓફિસમાં જોવા મળ્યો હતો. તે આ મહિનાના અંતમાં ‘એનિમલ’ ફિલ્મના પહેલા શેડ્યૂલનું શૂટિંગ શરૂ કરશે. શૂટિંગ મનાલી અને હિમાચલ પ્રદેશમાં થશે. આ ઉપરાંત તે લવ રંજનની એક અન્ય ફિલ્મની પણ તૈયારી કરી રહ્યો છે.

બીજી બાજુ નવી નવેલી દુલ્હન આલિયા પણ કામ પર જવાની તૈયારી કરી રહી છે. તે પોતાની આગામી ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ ના શૂટિંગ માટે ટૂંક સમયમાં જેસલમેર જવાની છે. આ ફિલ્મમાં તેની સામે રણવીર સિંહ છે. રણવીરના જન્મદિવસ પર જ આ ફિલ્મની ઘોષણા કરવામાં આવી હતી. આ ફિલ્મ ફેબ્રુઆરી 2023માં રિલીઝ થશે. તેનું નિર્માણ કરણ જોહરના ધર્મા પ્રોડક્શન દ્વારા કરવામાં આવી રહ્યું છે.

હાલમાં રણબીર અને આલિયા બંને પાસે પ્રોજેક્ટની કોઈ કમી નથી. આ કપલ ટૂંક સમયમાં અયાન મુખર્જીની સાયંસ-ફાઇ એડવેન્ચર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં સાથે જોવા મળશે. આ ફિલ્મમાં તેમની સાથે મૌની રોય અને અમિતાભ બચ્ચન જેવા કલાકારો પણ છે. આ ફિલ્મ 9 સપ્ટેમ્બરે રિલીઝ થશે.