ઘરે બેઠા જોઈ શકશો રણબીર-આલિયા ના લગ્ન, OTT પર થશે સ્ટ્રીમ, આટલા કરોડમાં વેચ્યા રાઈટ્સ

બોલિવુડ

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આ સમયે બોલિવૂડની સૌથી લોકપ્રિય કપલ બનેલા છે. બંને પોતાના લગ્નને લઈને ચર્ચામાં છવાયેલા છે. કપલ 14 એપ્રિલ, ગુરુવારે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ. આ લગ્ન કપલના મુંબઈના બાંદ્રામાં આવેલા ‘વાસ્તુ’ એપાર્ટમેન્ટમાં થયા. લગ્નની વિધિ પંજાબી રીતિ રિવાજ મુજબ બિલ્ડિંગના 11મા માળે થઈ. જણાવી દઈએ કે રણબીર અહીં 7મા માળે અને આલિયા 5મા માળે રહે છે. આ દરમિયાન બંનેના લગ્નને લઈને અન્ય એક મોટા સમાચાર આવી રહ્યા છે.

રણબીર અને આલિયાની ફેન ફોલોઈંગ ખૂબ જ મજબૂત છે. આવી સ્થિતિમાં તેના ચાહકો આ લગ્નને નજીકથી જોવા ઈચ્છતા હતા. પરંતુ કડક સુરક્ષાને કારણે આવું બની શક્યું નહિં. અહીં સુધી કે લગ્નમાં આવેલા તમામ મહેમાનોના મોબાઈલના કેમેરા પર સ્ટીકરો પણ ચોંટાડવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં લગ્ન સાથે જોડાયેલો કોઈ વીડિયો સામે આવ્યો નથી. જો પછીથી આવશે તો પણ થોડી સેકેંડનો. પરંતુ ચાહકો તેના સંપૂર્ણ લગ્ન જોવા ઈચ્છે છે.

OTT પર સ્ટ્રીમ થશે રણબીર આલિયાના લગ્ન: હવે ચાહકોનું આ સપનું ટૂંક સમયમાં પૂરું થવા જઈ રહ્યું છે. તમે રણબીર અને આલિયાના આખા લગ્ન ઘરે બેસીને જોઈ શકશો. સમાચારનું માનીએ તો કપલે પોતાના લગ્નના રાઈટ્સ એક મોટા OTT પ્લેટફોર્મને વેચી દીધા છે. મતલબ, આ OTT પ્લેટફોર્મ પર તમે રણબીર અને આલિયાના લગ્નની તમામ વિધિઓ જોઈ શકશો. તમને જાણીને નવાઈ લાગશે કે આ કપલે લગ્નના આ રાઈટ્સ 90 થી 110 કરોડ રૂપિયામાં વેચ્યા છે.

જોકે આ પહેલીવાર નથી જ્યારે કોઈ બોલિવૂડ કપલે પોતાના લગ્નના રાઈટ્સ OTTને વેચ્યા હોય. આ પહેલા સમાચાર આવ્યા હતા કે વિકી કૌશલ અને કેટરિના કૈફે પણ પોતાના લગ્નના રાઈટ્સ એમેઝોન પ્રાઇમ વિડિયોને લગભગ 80 કરોડ રૂપિયામાં વેચ્યા છે. જોકે તેમના લગ્નનો વીડિયો હજુ સુધી આવ્યો નથી. જોકે રણબીર અને આલિયા તરફથી લગ્નને OTT પર સ્ટ્રીમ કરવા વિશે કોઈ નિવેદન આવ્યું નથી.

16 એપ્રિલે થશે રિસેપ્શન: જોકે જોવામાં આવે તો રણબીર અને આલિયાની બ્રાન્ડ વેલ્યુ આ સમયે ખૂબ વધારે છે. બંને ઘણી હિટ ફિલ્મો આપી ચુક્યા છે. ઘણા મોટા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ કરી ચુક્યા છે. સાથે જ બંનેની ફિલ્મો પણ દર્શકો પસંદ કરે છે. આ બંનેનો ફેન બેઝ ઘખૂબ મોટો છે. બંનેની નેટવર્થ પણ લગભગ 500 કરોડની આસપાસ છે. આવી સ્થિતિમાં જો કપલ પોતાના લગ્નના વીડિયો માટે આટલી મોટી રકમ માંગે તો કંઈ ખોટું નથી.

તમારી માહિતી માટે જણાવી દઈએ કે રણબીર અને આલિયાએ પોતાના લગ્નનું રિસેપ્શન 16 એપ્રિલે રાખ્યું છે. તેમાં આપણે બોલીવુડના ઘણા મોટા સ્ટાર્સની આવવાની આશા રાખી શકીએ છીએ. લગ્ન પછી રણબીર આલિયા પોતાની આગામી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના પ્રમોશનમાં પણ વ્યસ્ત થઈ જશે.