એકબીજાની બાહોમાં રણબીર-આલિયા એ કર્યો ડાંસ, ચાહકો થઈ ગયા મંત્રમુગ્ધ, જુવો તેમનો આ વાયરલ વીડિયો

બોલિવુડ

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની રાહ દરેક લોકો જોઈ રહ્યા હતા. તો તમને જણાવી દઈએ કે બંને સ્ટાર્સે ભવ્ય સ્ટાઈલમાં ગુરુવારે લગ્ન કરી લીધા છે. રણબીર અને આલિયાના લગ્ન રણબીરના મુંબઈના પાલી હિલમાં આવેલા ઘર વાસ્તુમાં થયા છે. આ દરમિયાન બંનેના પરિવારજનો અને મિત્રો શામેલ થયા.

બોલિવૂડના કેટલાક મોટા ચહેરાઓ રણબીર અને આલિયાના લગ્નમાં શામેલ થયા. ભટ્ટ અને કપૂર પરિવાર બંનેના લગ્નમાં શામેલ રહ્યો. 13 અને 14 એપ્રિલ બે દિવસમાં બંનેના લગ્નની તમામ વિધિઓ પૂર્ણ થઈ ગઈ. બુધવારે બંનેની સગાઈ કરવામાં આવી હતી અને તે જ દિવસે કપલની હલ્દી અને મહેંદી સેરેમની પણ હતી.

સાથે જ ગુરુવારે સાંજે રણબીર કપૂર અને આલિયા ભટ્ટે પંજાબી રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. લગ્નના ખાસ પ્રસંગ પર બંને કલાકારો ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા અને બંનેએ પોતાની ખુશી કેક કટ કરીને માણી. સોશિયલ મીડિયા પર કપલના લગ્નની તસવીરોએ ચાહકોનું દિલ જીતી લીધું છે.

રણબીર સાથે લગ્નના બંધનમાં બંધાયા પછી આલિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આઠ તસવીરો શેર કરી અને પોતાના લગ્નના સમાચાર પોતાના કરોડો ચાહકો સાથે શેર કર્યા. આ દરમિયાન આલિયાએ એક લાંબી નોટ પણ લખી છે. તેની તસવીરો અને નોટને એક કરોડથી વધુ લોકોએ પસંદ કરી છે.

લગ્નના બંધનમાં બંધાતા પહેલા રણબીર અને આલિયા એ એકબીજા સાથે ખૂબ ડાંસ કર્યો. આ વીડિયો બંનેના સંગીતનો છે જેમાં બંને એકબીજા સાથે દિલ ખોલીને ડાન્સ કરી રહ્યાં છે. આ વીડિયોને વરિન્દર ચાવલાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો છે, જેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

વરિન્દર ચાવલાએ આલિયા અને રણબીરના સંગીત સાથે જોડાયેલો જે વીડિયો શેર કર્યો છે તેમાં બંને કલાકારો મલાઈકા અરોરા અને શાહરૂખ ખાનના ખૂબ જ લોકપ્રિય ગીત ‘છૈય્યા છૈયા’ પર ડાંસ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો કે આ દરમિયાન રણબીરે સફેદ કુર્તા પાયજામા પર પિંક જેકેટ પહેર્યું હતું. સાથે જ તેની દુલ્હન આલિયા આ દરમિયાન લાલ રંગના અનારકલી સૂટમાં જોવા મળી.

 

View this post on Instagram

 

A post shared by Ranbir💏Alia🔵 (@ranbir_aalia) 

વીડિયોની શરૂઆતમાં આલિયા અને રણબીર એકબીજાને પોતાની બાંહોમાં લે છે. 37 સેકન્ડનો આ વીડિયો કપલના ચાહકોનું દિલ જીતી રહ્યો છે. આ વીડિયો પર ચાહકો કમેંટ પણ ખૂબ કરી રહ્યા છે. એક યુઝરે ખુશી વ્યક્ત કરતા કમેન્ટમાં લખ્યું છે કે, “રબ ને બના દી જોડી”. તો સાથે જ એક યુઝરે લખ્યું છે કે, “વાહ શું વાત છે, સંગીતમાં તો ખૂબ ડાન્સ કર્યો”. સાથે જ અન્ય યુઝરે લખ્યું છે કે, “ફુલ એન્જોય”.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood) 

કરણ જોહર સાથે પણ આલિયા ભટ્ટે કર્યો ડાન્સ: આલિયા અને રણબીરના લગ્નમાં પ્રખ્યાત ફિલ્મ ડાયરેક્ટર કરણ જોહર પણ શામેલ રહ્યા. આ દરમિયાન કરણ અને આલિયાએ સાથે ડાન્સ પણ કર્યો. બંને ‘રાધા તેરી ચુનરી’ ગીત પર ડાન્સ કરી રહ્યાં છે. આ 7 સેકન્ડનો વીડિયો પણ ખૂબ ફની છે.

કરણે આલિયા-રણબીર માટે કરી ખાસ પોસ્ટ: જણાવી દઈએ કે કરણે આલિયા અને રણબીરના લગ્નની તસવીરો શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું કે, “આ એ દિવસ છે જેના માટે આપણે જીવીએ છીએ…જ્યાં પરિવાર, પ્રેમ અને સંપૂર્ણ લાગણીનું સૌથી સુંદર મિશ્રણ છે… અભિભૂત અને મારા દિલમાં પ્રેમથી ભરેલા…મારા પ્રિય @aliaabhatt આ એક સુંદર જીવન પગલું છે અને મારો પ્રેમ અને આશીર્વાદ દરેક જગ્યાએ તમારી સાથે છે…રણબીર! હું તમને પ્રેમ કરું છું…અત્યારે અને હંમેશ માટે! તમે હવે મારા જમાઈ છો. અભિનંદન અને દાયકાઓની ખુશીઓ.”