આલિયા પહેલા આ 4 અભિનેત્રીઓ પર જાન છિડકતા હતા રણબીર, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

હિન્દી સિનેમાના ચોકલેટી બોય એટલે કે અભિનેતા રણબીર કપૂર આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે. જણાવી દઈએ કે તે પોતાની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. આલિયા અને રણબીર એકબીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે અને બંનેનો સંબંધ કોઈથી છુપાયો નથી.

થોડા દિવસોથી આલિયા અને રણબીરના લગ્નની ચર્ચા જોરશોરથી થઈ રહી છે. તમને જણાવી દઈએ કે બંનેના લગ્નની તારીખ અને સ્થળ નક્કી થઈ ચુક્યું છે. આ કપલ એક અઠવાડિયાની અંદર લગ્ન કરવા જઈ રહી છે. ચાહકો લાંબા સમયથી બંનેના લગ્નની રાહ જોઈ રહ્યા હતા, આ રાહ ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહી છે.

જણાવી દઈએ કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટનો પ્રેમ કોઈથી છૂપાયો નથી. બંને પ્રખ્યાત કલાકાર છે અને બંને ફિલ્મી પરિવાર સાથે જોડાયેલા છે. બંને એકબીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યાં છે. લગ્ન કર્યા પછી બંને ટૂંક સમયમાં હિન્દી સિનેમાની લોકપ્રિય જોડીમાં શામેલ થશે.

જોકે તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટ રણબીરના પ્રેમમાં પડતા પહેલા અન્ય ઘણા છોકરાઓ સાથે ઈશ્ક લડાવી ચુકી છે. સાથે જ રણબીર કપૂર પણ આ બાબતમાં પાછળ નથી. રણબીર ઘણી અભિનેત્રીઓ સાથે ઈશ્ક લડાવી ચુક્યા છે. ચાલો આજે તમને જણાવીએ કઈ છે તે અભિનેત્રીઓ જેને રણબીરે આલિયા પહેલા ડેટ કરી હતી.

અવંતિકા મલિક: કહેવાય છે કે અવંતિકા મલિક રણબીર કપૂરની પહેલી ગર્લફ્રેન્ડ હતી. તમને જણાવી દઈએ કે અવંતિકા અભિનેતા ઈમરાન ખાનની પત્ની રહી ચુકી છે. ઈમરાન સાથે લગ્ન કરતા પહેલા અવંતિકા રણબીર સાથે રિલેશનશિપમાં હતી. બંને તે સમયે એકબીજાને ડેટ કરી રહ્યા હતા જ્યારે રણબીરે હિન્દી સિનેમામાં પગ પણ મૂક્યો ન હતો. જોકે, પછી બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. અવંતિકાએ ઈમરાન સાથે લગ્ન કરી લીધા.

સોનમ કપૂર: હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અનિલ કપૂરની પુત્રી સોનમ કપૂર પણ રણબીરની ગર્લફ્રેન્ડ રહી ચુકી છે. જણાવી દઈએ કે હિન્દી સિનેમામાં સોનમ કપૂર અને રણબીરે એકસાથે પોતાના પગ મુક્યા હતા. બંનેની પહેલી ફિલ્મ ‘સાવરિયા’ હતી. આ ફિલ્મ વર્ષ 2007માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ દરમિયાન જ સોનમ અને રણબીર એકબીજાની ખૂબ નજીક આવી ગયા હતા. જોકે બંનેના સંબંધ વિશે વધુ કંઈ વાત સામે આવી ન હતી. ટૂંક સમયમાં બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું.

દીપિકા પાદુકોણ: આજના સમયની સૌથી સફળ અભિનેત્રીઓમાં દીપિકા પાદુકોણનું નામ સૌથી પહેલા લેવામાં આવે છે. વર્ષ 2007માં દીપિકાએ પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’થી હતી. રણબીર કપૂરનું દીપિકા પાદુકોણ સાથે પણ અફેર રહ્યું છે. રણબીર અને દીપિકાનું અફેર કોઈથી છુપાયું નથી.

જણાવી દઈએ કે રણબીરના પ્રેમમાં દીપિકાએ રણબીરના નામનું ટેટૂ પણ પોતાના ગળા પર કરાવ્યું હતું, પરંતુ વર્ષો પછી જ્યારે બંને અલગ થયા ત્યારે દીપિકાને ખૂબ જ આઘાત લાગ્યો હતો. તે રણબીર તરફથી મળેલા દગાથી સંપૂર્ણ રીતે તૂટી ગઈ હતી. તેણે રણબીર પર તેને દગો આપવાનો આરોપ પણ લગાવ્યો હતો.

કેટરીના કૈફ: કેટરિના કૈફે ગયા વર્ષે અભિનેતા વિકી કૌશલ સાથે લગ્ન કર્યા હતા અને તે પહેલા તેનું ઘણા અભિનેતાઓ સાથે અફેર રહ્યું છે. કેટરીનાએ રણબીર માટે સલમાન ખાનને દગો આપ્યો હતો જ્યારે રણબીરે કેટરીના માટે દીપિકાને દગો આપ્યો હતો.

જણાવી દઈએ કે રણબીર અને કેટરીના 6 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા હતા, જોકે રણબીરનો આ સંબંધ પણ ટકી શક્યો નહીં. કેટરિના કૈફ પછી રણબીર કપૂરે ફરી આલિયા ભટ્ટને પ્રેમ કર્યો અને હવે તે તેની સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે.