20 વર્ષની ઉંમરમાં રામ ચરણ એ આપ્યું હતું પહેલું ઓડિશન, લાંબા વાળ, આંખો પર ચશ્મા કંઈક આવા લાગતા હતા રામચરણ, જુવો તેમનો આ વીડિયો

બોલિવુડ

દક્ષિણ ભારતીય સિનેમાના પાવર સ્ટાર રામ ચરણ કોઈ ઓળખના મોહતાજ નથી. વર્ષ 2022 માં, એસએસ રાજામૌલીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘RRR’ થી દુનિયાભરમાં લોકપ્રિય બનેલા રામ ચરણની ચાહકોની વચ્ચે મોટી ફેન ફોલોઈંગ છે. મેગાસ્ટાર ચિરંજીવીના પુત્ર રામ ચરણ પણ તેના પિતાની જેમ જ ફિલ્મી દુનિયામાંથી નામ કમાઈ રહ્યા છે.

રામ ચરણ 38 વર્ષના થઈ ચુક્યા છે. તેમનો જન્મ 27 માર્ચ 1985ના રોજ તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં થયો હતો. તેમણે પોતાની સુંદર એક્ટિંગથી દર્શકોના દિલ જીતી લીધા છે. એક લાંબા સમયથી રામ ફિલ્મી દુનિયામાં એક્ટિવ છે. ફિલ્મ ‘RRR’ની અપાર સફળતા પછી હવે તે એક ગ્લોબલ સ્ટાર તરીકે ઓળખાઈ રહ્યા છે.

રામ ચરણને શરૂઆતથી જ ઘરમાં ફિલ્મી વાતાવરણ મળ્યું હતું. તેમના પિતા ચિરંજીવી દક્ષિણ ભારતીય સિનેમાના દિગ્ગઝ અભિનેતા છે. રામે પણ પિતાના રસ્તે ચાલીને ફિલ્મી દુનિયામાં કારકિર્દી બનાવી અને તે સફળ પણ રહ્યા. એક તેજસ્વી અભિનેતા હોવા ઉપરાંત, રામ ખૂબ જ હેંડસમ પણ છે. જોકે, રામનો એક 18 વર્ષ જૂનો વીડિયો જોઈને તમને આશ્ચર્ય થશે.

રામ આજથી 18 વર્ષ પહેલાં લગભગ 20 વર્ષના હશે. સોશિયલ મીડિયા પર તેમનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેમાં તે ઓડિશન આપતા જોવા મળી રહ્યા છે. ચાહકોને અભિનેતાનો આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. લગભગ પાંચ વર્ષ પહેલા રામ ચરણનો આ વીડિયો યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો હતો. તેમાં તેની સાથે અભિનેત્રી શ્રિયા સરન પણ જોવા મળી રહી છે.

વીડિયોમાં રામ કાળા શર્ટમાં જોવા મળી રહ્યા છે. તેના લાંબા વાળ છે અને તેની આંખો પર તેમણે ચશ્મા લગાવી રાખ્યા છે. રામ ચરણની આ પહેલી એક્ટિંગ લોકોને ખૂબ પસંદ આવી રહી છે. તેનો વીડિયો જોઈને લોકો ખૂબ જ ખુશ છે. જણાવી દઈએ કે, રામે એક્ટિંગની બારીકાઈ શીખવા માટે એક્ટિંગ સ્કૂલમાં પ્રવેશ લીધો હતો.

વર્ષ 2007માં કર્યું ડેબ્યૂ, ‘ચિરુથા’ હતી પહેલી ફિલ્મ: આ ઓડિશન પછી, રામ ચરણે વર્ષ 2007 માં પોતાની એક્ટિંગ કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમની પહેલી ફિલ્મ ‘ચિરુથા’ હતી. તેનું નિર્દેશન પુરી જગન્નાથ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યાર પછી રામે ક્યારેય પાછળ વળીને જોયું નથી અને તેઓ સફળતાની સીડી ચડતા રહ્યા.

‘મગધીરા’થી મળી ખાસ ઓળખ: પોતાની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં રામને સૌથી પહેલી મોટી અને ખાસ ઓળખ ફિલ્મ ‘મગધીરા’થી મળી હતી. વર્ષ 2009માં આવેલી આ ફિલ્મનું નિર્દેશન પ્રખ્યાત નિર્દેશક એસએસ રાજામૌલીએ કર્યું હતું.

રામ ચરણને વર્ષ 2022માં આવેલી ફિલ્મ ‘RRR’ દ્વારા દુનિયાભરમાં લોકપ્રિયતા મળી હતી. તાજેતરમાં જ આ ફિલ્મના ગીત ‘નાતુ નાતુ’ને ઓસ્કાર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું હતું. રામના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો તેની આગામી ફિલ્મ RC15 છે. આ ફિલ્મમાં તેની સાથે બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણી મુખ્ય ભુમિકામાં જોવા મળશે.