આ છે જયપુરના રાજાનો રામબાગ પેલેસ, દેશની સૌથી મોંઘી હોટેલ, એક રાતનું ભાડું 10 લાખ રૂપિયાથી થાય છે શરૂ, જુવો પેલેસની તસવીરો

વિશેષ

રાજસ્થાનને ભારતનું સૌથી સુંદર અને અનોખું રાજ્ય માનવામાં આવે છે. આ પ્રદેશ તેની સમૃદ્ધિ અને રોયલ્ટી માટે પ્રખ્યાત છે. રાજસ્થાનની રાજધાની જયપુરની સુંદરતા દુનિયાભરમાં પ્રખ્યાત છે. અહિં ફરવા માટે ઘણા ઐતિહાસિક સ્થળો છે. જ્યાં વર્ષભર પ્રવાસીઓની ભીડ રહે છે. પરંતુ આજે અમે તમને જયપુરની તે હોટલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને જયપુરનું ગૌરવ કહેવામાં આવે છે.

રામબાગ પેલેસ સુંદર મહેલ એક સમયે જયપુરના રાજાનું નિવાસસ્થાન હતું. આ મહેલનું નિર્માણ વર્ષ 1835માં કરવામાં આવ્યું હતું. ત્યાર પછી 1925માં રામબાગ પેલેસ જયપુરના રાજાનું કાયમી નિવાસસ્થાન બની ગયું.

ત્યાર પછી, વર્ષ 1957માં મહારાજ સવાઈ માન સિંહે આ મહેલ દ્વારા એક લક્ઝરી હોટેલ બનાવી. આ મહેલ 47 એકર વિસ્તારમાં ફેલાયેલો છે. તેમાં ઘણા ભવ્ય સુઈટ, સંગેમરમરના ગલિયારે, હવાદાર બાલકની અને ભવ્ય બગીચા શામેલ છે.

રામબાગ પેલેસ જે સુંદર મહેલોમાંથી એક છે. તમને જણાવી દઈએ કે તેને પ્રતિષ્ઠિત ટ્રાવેલ પ્લસ લેઝર ઈન્ડિયાના બેસ્ટ એવોર્ડ્સ 2021માં બેસ્ટ લક્ઝરી હોટેલના એવોર્ડથી નવાજવામાં આવી ચુક્યો છે. આ એવોર્ડ મેગેઝિનના વાચકોના મતો પર આધારિત છે.

જો આ હોટલના ભાડાની વાત કરીએ તો અલગ-અલગ રૂમનું ભાડું અલગ-અલગ છે. જે 2.5 લાખથી શરૂ થઈને 10 લાખ સુધી છે. રૂમમાં એક રોયલ ડાઇનિંગ રૂમ અને ડ્રેસિંગ એરિયા સાથેનો માસ્ટર બેડરૂમ પણ છે. આ લક્ઝુરિયસ રૂમનો પોતાનો અલગ અનુભવ છે.

હોટલમાં એક મોટો સ્વિમિંગ પૂલ પણ બનાવવામાં આવ્યો છે. આ સાથે જ તેને પસંદ કરનારા લોકો માટે પોલો ગોલ્ફ, જીવા ગ્રાન્ડ સ્પા, જેકુઝી, ઇન્ડોર, આઉટડોર સ્વિમિંગ, વૉકિંગ ટ્રેઇલ, ફિટનેસ હબ અને યોગ મંડપ જેવી સુવિધાઓ છે.