રામનું નવું ધામ: આ ટીવી અભિનેતા એ ખરીદ્યો 20 કરોડનો મહેલ, સુંદરતા આગળ 5 સ્ટાર હોટલ પણ છે ફેલ, જુવો તસવીરો

બોલિવુડ

રામ કપૂર નાના પડદાના મોટા અભિનેતા છે. રામે નાના પડદા પર સુંદર કામ કર્યું છે અને તેમણે દર્શકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. એક શ્રેષ્ઠ અભિનેતા હોવાની સાથે જ રામ એક સારા વ્યક્તિ પણ છે અને તેમને એક પરફેક્ટ ફેમિલી મેન કહેવામાં આવે તો આ વાતમાં કોઈ શંકા નથી.

હાલમાં રામ કપૂર પોતાના નવા ઘરને કારણે ચર્ચામાં છે. પોતાની પત્ની ગૌતમીને હંમેશા ખુશ રાખનાર રામે ફરી એકવાર તેને ખુશ રહેવાની તક આપી છે. ખરેખર, રામે એક ઘર ખરીદ્યું છે અને આ ઘર તેમણે પોતાના પરિવાર સાથે વીકએન્ડ નો આનંદ લેવા માટે ખરીદ્યું છે.

રામે નવું ઘર મુંબઈથી દૂર અલીબાગમાં ખરીદ્યું છે. જણાવી દઈએ કે અલીબાગ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં આવે છે. પહેલાથી જ રામ પાસે મુંબઈમાં સંપત્તિ છે જ્યારે હવે તેણે અલીબાગમાં ખૂબ જ લક્ઝરી અને મોંઘું ઘર ખરીદ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ રામના નવા ઘરની કિંમત 20 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે.

રામ કપૂરે તાજેતરમાં જ પોતાના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, “મારી પાસે ગોવા અને ખંડાલામાં હોલિડે હોમ છે, તેથી એક અન્ય શોધવાનું કોઈ કારણ ન હતું, પરંતુ 2017 થી, હું એક સંપત્તિની શોધમાં હતો. મેં વિચાર્યું કે આ ઘર ખરીદવું એક સારો વિચાર હશે.”

ટીવી અભિનેતાએ આગળ કહ્યું કે, “યોજના એવી જગ્યા શોધવાની હતી જે ખૂબ દૂર ન હોય અને જ્યાં હું મારા પરિવાર સાથે વીકેંડ પર આરામ કરી શકું. ગોવા અને ખંડાલા ઘરની નજીક નથી.” જણાવી દઈએ કે રામે આ ઘર પોતાની પત્નીને ગિફ્ટમાં આપ્યું છે. આ પહેલા કપલ પાસે ત્રણ ઘર હતા અને હવે આ તેમનું ચોથું ઘર બની ગયું છે.

મુંબઈ ઉપરાંત ગોવા અને ખંડાલામાં પણ રામ પાસે સંપત્તિ છે, જ્યારે હવે તેમણે અલીબાગમાં ખૂબ જ લક્ઝરી અને સુંદર ઘર ખરીદ્યું છે.

જોકે તમારે એ જાણવું જરૂરી છે કે અભિનેતાએ આ ઘર વીકેન્ડની મજા માણવા માટે ખરીદ્યું છે. તે મુંબઈમાં જે ઘરમાં રહે છે ત્યાં જ રહેશે અને આ હવે તેમનું હોલીડે હોમ બની ગયું છે.

રામનું નવું ઘર કોઈ મહેલ અને ફાઈવ સ્ટાર હોટલ જેવું લાગે છે. માહિતી મુજબ તેમાં દરેક સભ્ય માટે ચાર લક્ઝુરિયસ બેડરૂમ છે. રામનું આ 20 કરોડ રૂપિયાની કિંમતવાળું ઘર એક એકરમાં ફેલાયેલું છે. તેમાં સ્વિમિંગ પૂલ પણ છે.