‘સિયા કે રામ’ માં રામ બનેલા અભિનેતા પરત ફર્યા પોતાના ગામ, ટીવીથી અંતર બનાવીને લગાવી રહ્યા છે ખેતીમાં મન, જુવો તસવીરો

બોલિવુડ

ટીવી પર ભગવાન રામની ભૂમિકા નિભાવનારા પ્રખ્યાત અભિનેતા આશિષ શર્માએ હવે એક્ટિંગની સાથે ખેતી કરવાનું પણ નક્કી કર્યું છે. જેના માટે તે રાજસ્થાનમાં આવેલા પોતાના ગામ પહોંચી ગયા છે. જણાવી દઈએ કે ‘સિયા કે રામ’ અને ‘રંગરસિયા’ જેવા ટીવી શોમાં જોવા મળી ચૂકેલા આશિષનું માનવું છે કે કોરોના મહામારીને કારણે હવે તે જીવનની ખુશીઓનો આનંદ લઈ રહ્યા છે. તે હવે સંપૂર્ણ રીતે ખેતી પર ધ્યાન આપી રહ્યા છે.

નોંધપાત્ર વાત છે કે તાજેતરમાં અભિનેતાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, “આ મહામારીએ આપણને જીવના બધા સુખ અને ખુશીઓને એક વખત ફરીથી માણવાનું શીખવ્યું છે. આપણે આ ચીજોને સંપૂર્ણપણે ભૂલી ગયા હતા. આ મુશ્કેલ સમયે આપણને ફરીથી પોતાની અંદર જોઈને વિચારવાની તક આપી છે કે આપણને જીવનથી શું જોઈએ છે. આ દરમિયાન બધાએ શીખ્યું છે કે ઓછી સુવિધાઓમાં કેવી રીતે નાના-નાની ચીજો આપણા જીવનને વધુ સુંદર બનાવે છે. આ સમય દરમિયાન જ્યારે મે રાજસ્થાનમાં સવાઈ માધોપુર પાસે પોતાના ગામ થાનેરાની સફર કરી ત્યારે મને અનુભવ થયો કે માતા પ્રકૃતિની નજીક રહેવા ઈચ્છું છું.”

આશિષે આગળ કહ્યું કે, “કોરોના સમયગાળા દરમિયાન લોકડાઉન દરમિયાન લોકોને રોજગારને લઈને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. આ બધું જોઈને મેં નક્કી કર્યું કે હવે હું મારા મૂળ તરફ પરત ફરીશ અને ખેડૂત બનીશ. વર્ષોથી અમારા ઘરનો વ્યવસાય ખેતી રહ્યો છે, પરંતુ મુંબઇ જવાથી હું તેનાથી દૂર થઈ ગયો હતો. તેથી મે પરત આવીને એક ઉપયોગી જીવન જીવવાનું નક્કી કર્યું છે.”

આટલું જ નહીં આશિષ શર્માએ ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે આ મહામારીમાં તેણે ખેતરોમાં બીજ વાવવા, ગાયનું દૂધ દોહવું અને ટ્રેક્ટર ચલાવવાનું શીખ્યું. સાથે જ તેને ખેતરમાં કામ કરતા પણ તેની એક ઈંસ્ટાગ્રામ પોસ્ટમાં જોઈ શકાય છે.

અશિષ શર્મા સીયા રામ: જણાવી દઈએ કે હવે ‘સિયા કે રામ’ થી પ્રખ્યાત બનનારા આશીષ શર્મા ટીવી પર કામ કરવા ઈચ્છતા નથી. તેથી તેણે ખેતી કામ શરૂ કર્યું છે. આશિષ શર્મા કહે છે કે શરૂઆતમાં તેને ઘણી એંગેઝિંગ સ્ટોરી મળી રહી હતી, પરંતુ પછી તે કંટાળાજનક બઈ ગઈ હતી. કારણ કે તે વધારે એક્સપ્લોર ન કરી શક્યા, તેથી ટીવીથી અંતર બનાવી લીધું. આશીષ શર્મા હવે વેબ સીરીઝ પર ધ્યાન આપવા ઈચ્છે છે.

40 એકર જમીન અને 40 ગાય છે ‘સિયા કે રામ’ પાસે: આશિષ શર્માએ જણાવ્યું કે તે લાંબા સમયથી ઓર્ગેનિક ખેતીમાં જવાની યોજના બનાવી રહ્યા હતા અને હવે તેને એક તક મળી ગઈ છે. આશિષે કહ્યું, “ગામમાં અમારી પાસે 40 એકર જમીન અને 40 ગાય છે. અમારો હેતુ હેલ્ધી ખોરાકને પ્રોત્સાહન આપવાનો છે. હું ઈચ્છું છું કે કુદરતી રીતે જીવન જીવવા માટે લોકોમાં જાગૃતિ આવે. તેથી જ તે ‘મધર નેચર’ ની નજીક જવા ઈચ્છે છે.