હનુમાન જયંતિ પર ચિરંજીવી એ શેર કર્યો પુત્ર રામ ચરણનો આ ખાસ વીડિયો, જોઈને ચાહકો થયા ગદગદ, તમે જુવો તે ખાસ વીડિયો

બોલિવુડ

દક્ષિણ ભારતીય ફિલ્મોના લોકપ્રિય અભિનેતા રામ ચરણે ખૂબ જ ઓછા સમયમાં પોતાની સારી ઓળખ બનાવી લીધી છે. રામ ચરણને દેશભરમાં ઓળખવામાં આવે છે. પોતાની શ્રેષ્ઠ એક્ટિંગ અને સાદગી સાથે રામે કરોડો ચાહકોના દિલ જીતી લીધા છે. તેઓ ફરી એકવાર આવું જ કંઈક કરતા જોવા મળી રહ્યા છે.

જણાવી દઈએ કે આ દિવસોમાં રામ ચરણ બ્રહ્મચર્યનું પાલન કરી રહ્યા છે. કાળા વસ્ત્રો પહેરી રહ્યા છે, જમીન પર સૂઈ રહ્યા છે, એક સમયે ભોજન કરી રહ્યા છે. તેમણે ભગવાન અયપ્પાની દીક્ષા લીધી છે અને 41 દિવસ સુધી સતત આ કડક સાધનાનું પાલન કરશે. આ દરમિયાન તેમનો એક વીડિયો ચાહકોનું દિલ જીતી રહ્યો છે.

દેશમાં હિન્દુ ધર્મના લોકો હનુમાન જન્મોત્સવના પવિત્ર તહેવારની ઉજવણી કરી રહ્યા છે. દેશ અને દુનિયામાં શ્રી હનુમાનજીની પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે. ઘણા સેલેબ્સે પોતાના ચાહકોને હનુમાન જયંતિની શુભેચ્છા પાઠવી છે. આવી સ્થિતિમાં દક્ષિણ ભારતીય ફિલ્મોના દિગ્ગઝ અભિનેતા ચિરંજીવી પણ શામેલ રહ્યા.

હનુમાન જયંતિના શુભ પ્રસંગ પર, ચિરંજીવીએ પોતાના પુત્ર અને ફિલ્મ અભિનેતા રામ ચરણનો એક વિડિયો શેર કરીને ચાહકોને હનુમાન જયંતિની શુભેચ્છા પાઠવી છે. ચિરંજીવીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કરતા લખ્યું છે કે, “દરેકને હનુમાન જયંતિની શુભકામનાઓ”. તેમણે #happyhanumanjayanti લગાવ્યું અને પોતાના પુત્ર રામ ચરણને પણ ટેગ કર્યો.

ચિરંજીવીએ જે વીડિયો શેર કર્યો છે તેમાં રામ કાળા કપડામાં જોવા મળી રહ્યા છે. આ વીડિયો ચિરંજીવી અને રામની ફિલ્મ ‘આચાર્ય’ના સેટનો છે. જેમાં રામ અરીસાની સામે મેકઅપ કરતા જોવા મળી રહ્યા છે, ત્યારે જ ત્યાં એક વાંદરો આવે છે. રામ તે વાંદરાને બિસ્કિટ ખવડાવવા લાગે છે. વાંદરો રામના હાથથી બિસ્કિટ ખાઈ લે છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રામ ચરણ તાજેતરમાં બ્લોકબસ્ટર ફિલ્મ ‘RRR’માં જોવા મળ્યા હતા. 550 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મ એ અત્યાર સુધીમાં દુનિયાભરમાં 1100 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. આ ફિલ્મમાં તેમની સાથે જુનિયર એનટીઆર પણ મુખ્ય ભૂમિકામાં છે.

સાથે જ રામની આગામી ફિલ્મ ‘આચાર્ય’ છે. તેમાં તેના પિતા ચિરંજીવી પણ જોવા મળશે. સાથે જ પ્રખ્યાત અભિનેત્રી કાજલ અગ્રવાલ અને પૂજા હેગડે પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ મોટા પડદા પર 29 એપ્રિલે આવશે. રામ ચરણ અને ચિરંજીવીની આ આગામી ફિલ્મનું નિર્દેશન કોરતલ્લા શિવ એ કર્યું છે.