સાઉથ ફિલ્મના સુપરસ્ટાર રામચરણ છે આટલા અધધ કરોડની સંપત્તિના માકિલ, જાણો તેમની કુલ સંપત્તિ વિશે

Uncategorized

સાઉથ ફિલ્મોના અભિનેતા સુપરસ્ટાર ચિરંજીવી ખૂબ જાણીતા છે. તેમણે સખત મહેનત અને સુંદર એક્ટિંગના આધારે આ નામ કમાવ્યું છે. તેવી જ રીતે તેમના રસ્તા પર ચાલીને તેમના પુત્ર રામચરણે પણ સાઉથ ઈંડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. ચિરંજીવીના પુત્ર રામચરણ તેજાએ તાજેતરમાં પોતાનો 36 મો જન્મ દિવસ ઉજવ્યો છે.

રામચરણ તેજાનો જન્મ 27 માર્ચ 1985 ના રોજ હૈદરાબાદમાં થયો હતો. રામચરણ તેજાએ તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત 2007 માં આવેલી ફિલ્મ ‘ચિરુથા’ થી કરી હતી. ત્યારથી લઈને આજ સુધી રામચરણે કુલ 15 ફિલ્મોમાં કામ કર્યું છે. રામચરણ આજે માત્ર આટલી જ ફિલ્મો દ્વારા કરોડોના માલિક છે. રામચરણ તેજા એક ફિલ્મમાં કામ કરવા માટે 12 થી 15 કરોડ લે છે. આ ઉપરાંત તેમની પત્ની ઉપાસના પણ અબજોપતિ બિઝનેસમેનની પૌત્રી છે.

સુપરસ્ટાર ચિરંજીવીના પુત્ર સાઉથના સુપરસ્ટાર રામચરણ તેજાએ એપોલો હોસ્પિટલ્સના એક્ઝિક્યુટિવ ચેરમેન પ્રતાપ સી રેડ્ડીની પૌત્રી ઉપસના કામિની સાથે 14 જૂન, 2012 ના રોજ લગ્ન કર્યા. જણાવી દઈએ કે એપોલો હોસ્પિટલની દેશભરમાં ઘણી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો છે. આ સાથે તેના અન્ય ઘણા બિઝનેસ પણ છે. એક રિપોર્ટ્સ અનુસાર રામચરણ તેજા પાસે 175 મિલિયન એટલે કે લગભગ 1292 કરોડની સંપત્તિ છે.

રામચરણ માત્ર ફિલ્મોથી જ નહીં પરંતુ અન્ય ઘણા સ્રોતથી પણ કરોડોની કમાણી કરે છે. રામચરણના ઈનકમ સોર્સમાં ઓબ્સ્ટૈલે રનિંગ સિરીઝ, એરલાઇન કંપની, પોલો રાઇડિંગ ક્લબ, ડેવિલ્સ સર્કિટ, કોનિડેલા પ્રોડક્શન કંપની અને મા ટીવીમાં શેર છે. અહીંથી પણ તેમને ખૂબ મોટી આવક થાય છે. અભિનેતા રામચરણ ટ્રુજેટ એરલાઇનના ડિરેક્ટર પણ છે. આ એરલાઇની શરૂઆત તેમણે 2013 માં શરૂ કરી હતી.

તેમની આ એરલાઇન્સની ઓફિસ હૈદરાબાદમાં છે. ટ્રુજેટ એરલાઇન્સ દક્ષિણની સાથે મહારાષ્ટ્ર અને ગોવામાં પણ સેવા પૂરી પાડે છે. આ સાથે રામચરણ દક્ષિણમાં પેપ્સી, ટાટા ડોકોમો, વોલાના અને એપોલો જિઓ જેવી કંપનીઓ માટે એડ પણ કરે છે. રામચરણ એક બ્રાન્ડ માટે કુલ 1.8 કરોડ રૂપિયા ફી લે છે. આ બધા ઉપરાંત રામચરણે 150 કરોડનું પર્સનલ ઈન્વેસ્ટમેંટ પણ કર્યું છે.

સાઉથ અભિનેતા રામચરણે ‘મગધિરા’ (2009), ‘ઓરેન્જ’ (2010), ‘નાયક’ (2013), ‘યેવડુ’ (2014), ધ્રુવ (2016), રંગસ્થલમ (2018), વિનય વિઘેયા રામ (2019) જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તે ટૂંક સમયમાં બાહુબલી ડિરેક્ટર એસ.એસ.રાજામૌલીની ફિલ્મ આરઆરઆરમાં જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ લગભગ પૂરું થઈ ગયું છે. આ સાથે રામચરણ ફિલ્મ આચાર્ય પણ બનાવી રહ્યા છે.

રામચરણને લક્ઝરી કાર રાખવાનો પણ શોખ છે. તેની પાસે વિશ્વની સૌથી લક્ઝરી અને મોંઘી કાર છે. તેમની પાસે બીએમડબ્લ્યુ -7 સિરીઝ (1.32 કરોડ), એસ્ટન માર્ટિન (5.8 કરોડ), રેંજ રોવર વોગ (3.5 કરોડ), મર્સિડીઝ બેન્ઝ એસ ક્લાસ (2.73 કરોડ) જેવા જબરદસ્ત વાહનો છે.

Leave a Reply

Your email address will not be published.