અલ્લૂ અર્જુન પછી KGF 2 જોઈને ખુશ થયા રામ ચરણ, પ્રસંશામાં પૂરી ટીમ માટે કહી આ ખાસ વાત

બોલિવુડ

10 દિવસમાં કન્નડ ફિલ્મ KGF 2 એ 800 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી કરી છે. ફિલ્મના હિન્દી વર્ઝની કમાણી પણ 300 કરોડ રૂપિયા થઈ ચુકી છે. યશ, સંજય દત્ત, શ્રીનિધિ શેટ્ટી, રવિના ટંડન, પ્રકાશ રાજની મુખ્ય ભૂમિકા વાળી આ ફિલ્મની ખૂબ પ્રશંસા થઈ રહી છે.

KGF 2 100 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી છે અને ફિલ્મ એ 10 દિવસમાં પોતાના ખર્ચથી આઠ ગણી વધુ કમાણી કરી લીધી છે. ફિલ્મની અપાર સફળતાએ દરેકને ચોંકાવી દીધા છે. ફિલ્મની ચાહકો અને દર્શકો તો ખૂબ પ્રશંસા કરી રહ્યા છે, સાથે જ સેલેબ્સ પણ સતત ફિલ્મની પ્રસંશા કરી રહ્યા છે.

હવે આ ફિલ્મની પ્રશંસા કરી છે દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર અને તાજેતરમાં જ ફિલ્મ ‘RRR’માં જોવા મળેલા રામ ચરણ એ. રામે ફિલ્મની પ્રસંશા કરવાની સાથે જ ફિલ્મની સમગ્ર ટીમને અભિનંદન અને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા પર રામ ચરણની પોસ્ટને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

રામ ચરણે ઈન્સ્ટાગ્રામ પરથી એક પોસ્ટ શેર કરી છે. ફિલ્મ સાથે જોડાયેલી એક તસવીરમાં યશ, સંજય દત્ત, રવિના ટંડન અને શ્રીનિધિ શેટ્ટી જોવા મળી રહ્યા છે. આ સાથે કેપ્શનમાં અભિનેતાએ લખ્યું છે કે, “અભિનંદન મારા ભાઈ પ્રશાંત નીલ અને આખી ટીમને #KGF2 ની અપાર સફળતા માટે. રૉકી!! મારા ભાઈ યશ…તમારું પરફોર્મંસ સુંદર છે અને ઓનસ્ક્રીન તમારી હાજરી પ્રશંસનીય છે. સંજય દત્તજી અને રવિના ટંડનજી, રાવ રમેશ ગારુ તમારું અત્યાર સુધીનું શ્રેષ્ઠ કામ જોઈને આનંદ થયો.”

અલ્લુ અર્જુને પણ કરી પ્રસંશા: દક્ષિણ ભારતીય સિનેમાના એક અન્ય સુપરસ્ટાર અલ્લુ અર્જુન પણ KGF 2 ફિલ્મની પ્રશંસા કરી ચુક્યા છે. તેમણે તાજેતરમાં જ ટ્વિટ કરતા લખ્યું હતું કે, “KGF 2 ની સમગ્ર ટીમને મારા તરફથી અભિનંદન. યશ ગારુ દ્વારા સ્વેગર પર્ફોર્મન્સ. સંજય દત્તજી રવિના ટંડનજી અને શ્રીનિધિ સહિત તમામ કલાકારોની શ્રેષ્ઠ હાજરી. શ્રેષ્ઠ બેકગ્રાઉન્ડ સ્કોર અને સુંદર વિઝ્યુઅલ્સ માટે રવિ અને ભુવન ગારુ સહિત તમામ ટેકનિશિયનોને મારા સલામ.” સાથે જ અન્ય એક ટ્વીટમાં તેમણે નિર્દેશક પ્રશાંત નીલની પ્રસંશા કરી હતી.

હિન્દીની ટોપ-10 ફિલ્મોમાં શામેલ થઈ KGF 2: હિન્દી ભાષામાં કમાણીના ઘણા રેકોર્ડ KGF 2 એ તોડ્યા છે. 14 એપ્રિલે દેશ અને દુનિયાના સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મે 10 દિવસમાં 298 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે અને ફિલ્મ હિન્દીમાં સૌથી વધુ કમાણી કરવાની બાબતમાં આઠમા નંબર પર આવી ચુકી છે.