સાઉથના સુપરસ્ટાર રામ ચરણ તેજાના પૂરા ભારતમાં ચાહકો છે, પરંતુ દક્ષિણ ભારતમાં તેમની ખૂબ જ મોટી ફેન ફોલોઈંગ છે. તેમની ફિલ્મોના લોકો દીવાના છે. લોકો તેની એક ઝલક મેળવવા આતુર છે. હવે રામ ચરણ તેજાનો એક જબરો ફેન સામે આવ્યો છે, જે 264 કિલોમીટર પગપાળા ચાલીને તેમને મળવા માટે આવ્યો છે અને તેમના માટે એક યૂનિક ગિફ્ટ પણ લાવ્યો.
ડાંગરના ખેતરમાં બનાવ્યું રામ ચરણનું પોટ્રેટ: સાઉથ સુપરસ્ટાર રામ ચરણના ચાહકો પોતાનો પ્રેમ વ્યક્ત કરવા માટે અલગ-અલગ રીત શોધતા રહે છે. હવે રામ ચરણનો એક ચાહક તેમના માટે એક અનોખી ગિફ્ટ લઈને પહોંચ્યો, જેને જોઈને કોઈ પણ આશ્ચર્યચકિત થઈ જશે.
રામ ચરણના આ ચાહકે તેમના ડાંગરના ખેતરમાં તેમનું પોટ્રેટ બનાવ્યું છે. ખેતરની તસવીર ફ્રેમ કરાવીને આ ચાહક રામ ચરણને મળવા આવ્યો સાથે ચોખાની થેલીઓ પણ હતી. રામ ચરણે સાથે બેસીને તેમની ગિફ્ટ જોઈ અને તસવીરો પણ ક્લિક કરાવી.
તેમના ફેવરિટ સ્ટાર્સ માટે લોકો શું નથી કરતા? સાઉથના મેગા સ્ટાર રામ ચરણે અનોખું કારનામું કર્યું. જયરાજ નામના આ ચાહકે રામ ચરણનું પોટ્રેટ બનાવ્યું હતું.
પોટ્રેટ પણ આવું તેવું ન હતું, પરંતુ ખેતરમાં ડાંગરથી તેમનો ચેહરો બનાવ્યો હતો. ગડવાલ જયરાજનું ખેતર ગોરલખાનમાં છે. ત્યાં તેમણે મેદાનમાં રામ ચરણનું પોટ્રેટ બનાવ્યું, ત્યાર પછી તેની તસવીર ફ્રેમ કરાવીને રામ ચરણને ગિફ્ટ કરી. આટલું જ નહીં, તે પોતાની સાથે ચોખાની બોરીઓ પણ લાવ્યો હતો.
તેજાએ પોતાના ચાહક સાથે તસવીરો ક્લિક કરાવી: રિપોર્ટ્સ મુજબ જયરાજ લગભગ 264 કિમી ચાલીને રામ ચરણને આ ગિફ્ટ આપવા આવ્યો હતો. તેણે રામ ચરણને જણાવ્યું કે કેવી રીતે તેણે તેના પ્રિય અભિનેતા માટે આ ગિફ્ટ બનાવી. રામ ચરણને ચાહકનો આટલો પ્રેમ જોઈને ખૂબ આનંદ થયો. તેમણે સાથે તસવીરો ક્લિક કરાવી અને તેમનો આભાર માન્યો. જે રીતે પ્રેમથી બેસીને રામ ચરણ તેને મળ્યા, લોકો પ્રસંશા કરી રહ્યા છે.