કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું 21 સપ્ટેમ્બરે સવારે અવસાન થઈ ગયું. લાંબા સમયથી તેઓ હૃદયની સમસ્યાને કારણે હોસ્પિટલમાં દાખલ હતા. તેમની તબિયત ક્યારેક સુધરી રહી હતી તો ક્યારેક બગડી રહી હતી પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે 21 સપ્ટેમ્બરની સવારે તેમણે અંતિમ શ્વાસ લીધો. તમને જણાવી દઈએ કે ગયા મહિને 10 ઓગસ્ટના રોજ રાજુ શ્રીવાસ્તવને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યાર પછી તેમને એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાજુની હાલત જોઈને તેના ચાહકો પણ ખૂબ પરેશાન હતા અને છેવટે તે પોતાના પરિવાર, મિત્રો અને ચાહકોને રડાવીને ચાલ્યા ગયા.
10 ઓગસ્ટ ના રોજ જ્યારે રાજુ શ્રીવાસ્તવને હાર્ટ એટેક આવ્યો હતો ત્યારે તેમને જોવા માટે લોકોની લાઈન લાગી ગઈ હતી. તેના મિત્રો અને પરિવારના સભ્યો સતત રાજુને મળવા જઈ રહ્યા હતા અને દરેક તેની સ્થિતિ વિશે અપડેટ આપી રહ્યા હતા. ઘણા લોકોએ એમ પણ જણાવ્યું હતું કે તેમની હાલતમાં પહેલાથી ઘણો સુધારો છે પરંતુ હવે રાજુ જીવનની લડાઈ હારી ગયા અને દુનિયાને અલવિદા કહી દીધું. આ દુઃખદ સમાચાર વચ્ચે સોશિયલ મીડિયા પર તેમનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે યમરાજ અને મૃત્યુનો ઉલ્લેખ કરી રહ્યા છે.
View this post on Instagram
યમરાજનો કર્યો હતો ઉલ્લેખ: રાજુનો આ વીડિયો ખૂબ જૂનો છે. આ વીડિયોમાં તે કેહતા જોવા મળી રહ્યા છે કે, ‘નમસ્કાર, કંઈ નહિં બસ બેઠા છીએ. જીવનમાં એવું કામ કરો કે જો યમરાજ પણ આવે તમને લેવા તો કહે, ભાઈસાહેબ ભેંસ પર બેસો. નહીં, નહીં તમે પગપાળા ચાલી રહ્યા છો, સારું નથી લાગી રહ્યું. તમે ભલે માણસ છો, ઉમદા માણસ છો, તો બેસો.’
કાનપૂરના રહેવાસી છે રાજુ શ્રીવાસ્તવ: જણાવી દઈએ કે રાજુ શ્રીવાસ્તવનો જન્મ 25 ડિસેમ્બર 1963ના રોજ કાનપુરમાં થયો હતો. કોમેડિયનનું સાચું નામ સત્ય પ્રકાશ શ્રીવાસ્તવ છે. તેમના પિતાનું નામ રમેશ ચંદ્ર શ્રીવાસ્તવ અને માતાનું નામ સરસ્વતી શ્રીવાસ્તવ હતું. રાજુના પિતા એક પ્રખ્યાત કવિ હતા, જેમને લોકો બલાઈ કાકા તરીકે ઓળખતા હતા. જ્યારે માતા હાઉસવાઈફ હતી. વર્ષ 1993માં રાજુના લગ્ન શિખા શ્રીવાસ્તવ સાથે થયા હતા. રાજુને બે બાળકો છે. એક પુત્ર, જેનું નામ આયુષ્માન છે અને પુત્રી અંતરા છે.