રાજુ શ્રીવાસ્તવ પોતાની પાછળ પોતાના પરિવાર માટે છોડી ગયા આટલા અધધધ કરોડની સંપત્તિ, તેમનું કાર કલેક્શન તો છે લાજવાબ

બોલિવુડ

દરેકને હસાવનાર રાજુ શ્રીવાસ્તવ 21મી સપ્ટેમ્બરે આ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા અને દરેકની આંખો ભીની કરી દીધી. બુધવારે સવારે 10 વાગ્યે દિલ્હીની એઈમ્સમાં તેમણે અંતિમ શ્વાસ લીધો. રાજુને 10 ઓગસ્ટના રોજ દિલ્હીમાં ટ્રેડમિલ પર એક્સરસાઈઝ કરતી વખતે હાર્ટ એટેક આવ્યો હતો. ત્યાર પછી તેમને એમ્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમની સારવાર દરમિયાન જાણવા મળ્યું કે તેમના હૃદયના એક ભાગમાં 100% બ્લોકેજ છે.

ઘણા દિવસોની સારવાર પછી પણ ડોકટરો તેમનો જીવ બચાવી શક્યા નહિં. તમને જણાવી દઈએ કે રાજુ શ્રીવાસ્તવ પોતાની પત્ની અને બાળકો માટે કરોડોની સંપત્તિ છોડીને ચાલ્યા ગયા છે.

રાજુ શ્રીવાસ્તવ પાસે હતી આટલા કરોડની સંપત્તિ: કેટલાક મીડિયા રિપોર્ટ્સ મુજબ, રાજુ શ્રીવાસ્તવ પાસે લગભગ 20 કરોડ રૂપિયાની સંપત્તિ હતી. સાથે જ તેમની પાસે મુંબઈ અને કાનપુરમાં પણ એક ઘર છે. રાજુ શ્રીવાસ્તવની કમાણીનો મુખ્ય સ્ત્રોત સ્ટેજ શો રહ્યો છે. ત્યાંથી જ તે સારી કમાણી કરતા હતા. તમને જણાવી દઈએ કે રાજુ શ્રીવાસ્તવ દરેક શો માટે 4 થી 5 લાખ રૂપિયા ચાર્જ કરતા હતા.

લક્ઝરી કાર કલેક્શન રાખતા હતા રાજૂ: કાનપુરના એક મધ્યમવર્ગીય પરિવારમાં 25 ડિસેમ્બર, 1963ના રોજ જન્મેલા રાજુ શ્રીવાસ્તવ બાળપણથી જ મિમિક્રી કરતા હતા. રાજુ શ્રીવાસ્તવના કાર કલેક્શન વિશે વાત કરીએ તો રાજુ લક્ઝરી કારના શોખીન હતા. તેના કાર કલેક્શનમાં Audi Q7 (82 લાખ રૂપિયા), BMW 3 (47 લાખ રૂપિયા) અને ઇનોવા (19 લાખ રૂપિયા) જેવી લક્ઝરી કાર શામેલ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, રાજુ શ્રીવાસ્તવ દર મહિને 5 થી 10 લાખ રૂપિયા કમાતા હતા.

આટલી જગ્યા પરથી થતી હતી રાજૂની કમાણી: કોમેડિયન તરીકે રાજુ શ્રીવાસ્તવ ટીવી અને ફિલ્મોમાંથી કમાણી કરતા હતા. આ સાથે તેમની કમાણી એવોર્ડ હોસ્ટ, વર્લ્ડ ટૂર કોમેડી શો અને જાહેરાતોમાંથી પણ થતી હતી. રાજુએ પોતાનું કોમેડિયન બનવાનું સપનું પૂરું કરવા સખત મેહનત કરી હતી. તેમણે ઘણા સ્ટેજ શો, ટીવી શોમાં કામ કર્યું. પરંતુ તેમને સાચી ઓળખ 2005માં આવેલા શો ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’થી મળી હતી. આ શો પછી રાજુને ઘર-ઘરમાં ઓળખ મળી.

દિવંગત કલાકાર રાજુ શ્રીવાસ્તવના અંગત જીવનની વાત કરીએ તો તેમણે 1 જુલાઈ 1993ના રોજ શિખા શ્રીવાસ્તવ સાથે લગ્ન કર્યા હતા. તેમને બે બાળકો છે, પુત્રનું નામ આયુષ્માન અને પુત્રીનું નામ અંતરા શ્રીવાસ્તવ છે. રાજુ શ્રીવાસ્તવ ટીવીના સૌથી લોકપ્રિય શો બિગ બોસ સીઝન 3માં પણ ભાગ લઈ ચુક્યા છે. આ સાથે તે પોતાની પત્ની શિખા શ્રીવાસ્તવ સાથે ‘નચ બલિયે’ સીઝન 6 માં જોવા મળી ચુક્યા છે. રાજુ શ્રીવાસ્તવે બોલિવૂડ ફિલ્મો મૈંને પ્યાર કિયા, તેઝાબ, બાઝીગર, બોમ્બે ટુ ગોવામાં પણ કામ કર્યું છે.